SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ मुक्तिवादः (३०) अथ शरीररूपकारणविरहेण मुक्तस्य सुखसाक्षात्कारानुपपत्तिः तत्साक्षात्कारस्यापि नित्यत्वे मुक्तसंसारिणोरविशेषप्रसङ्ग इति चेन्न अवच्छिन्नज्ञानं प्रत्येव शरीरस्य हेतुत्वात्, शरीरानवच्छिन्नस्य नित्यसुखसाक्षात्कारस्य शरीरमन्तरेणाप्युत्पत्तिसम्भवात् । न्यायमते नित्येश्वरज्ञाननिवृत्तये जन्यत्वस्याऽवश्यं निवेशनीयतयाऽवच्छिन्नत्वस्य शरीरजन्यतावच्छेदकत्वप्रवेशेऽपि गौरवानवकाशात् । वस्तुतोऽवच्छेदकतासम्बन्धेनैव ज्ञानं प्रति शरीरस्य हेतुतया नित्यसुखसाक्षात्कारस्य तेन (૩૦) શબ્દાર્થ –(મુક્તને શરીર નથી તેથી) શરીરરૂપ કારણના અભાવે મુક્તને સુખનો સાક્ષાત્કાર થઈ શકશે નહીં. સુખની જેમ તેનો સાક્ષાત્કાર પણ નિત્ય હોય તો મુક્ત અને સંસારી વચ્ચે કોઈ ભેદ રહેશે નહીં. જવાબ :-શરીર અવચ્છિન્નજ્ઞાનનું જ કારણ છે. નિત્ય સુખનો સાક્ષાત્કાર શરીરથી અવચ્છિન્ન નથી તેથી શરીર વિના પણ તેના સાક્ષાત્કારની ઉત્પત્તિ થઈ શકે છે. (૩૦) વિવરણ :–શંકા :- મુક્તિમાં સુખ માનવામાં કોઈ બાધક નથી તેમ છતાં જ્ઞાન પ્રત્યે શરીર કારણ છે. મુક્તિમાં શરીરરૂપ સામગ્રી નથી તેથી સુખનો સાક્ષાત્કાર કેવી રીતે થઈ શકશે ? આ આશયથી શંકા કરે છે. અથ ઇત્યાદિ. શરીરની ગેરહાજરીમાં સાક્ષાત્કાર માનવો હોય તો તેને નિત્ય માનવો રહ્યો. સુખની જેમ સાક્ષાત્કાર પણ નિત્ય હોય તો સંસારી દશામાં પણ તે વર્તમાન છે. આમ સંસારી અવસ્થા પણ નિત્યસુખ સાક્ષાત્કાર રૂપ થવાથી મોક્ષ અને સંસાર વચ્ચે કોઈ ભેદ નહીં રહે. જવાબ : ઉપરોક્ત શંકાની મૂળ દલીલ “જ્ઞાન પ્રત્યે શરીર કારણ છે’ આ નિયમ છે. આ નિયમ અધૂરો છે. શરીર જ્ઞાનમાત્રનું કારણ નથી પણ અવચ્છિન્ન જ્ઞાનનું કારણ છે. શરીરની મર્યાદામાં થતા જ્ઞાનમાં શરીર પણ કારણ છે. જે જ્ઞાન શરીરની મર્યાદામાં નથી થતું તેના પ્રત્યે શરીર કારણ નથી. નિત્ય સુખનો સાક્ષાત્કાર શરીરની મર્યાદા વિનાનું જ્ઞાન છે. તેથી તેમાં શરીર કારણ નથી. તે શરીર વિના પણ થઈ શકે છે. પ્રશ્ન :- (નૈયાયિક સવાલ કરી શકે કે, આવી રીતે કાર્યકારણભાવ માનવામાં કાર્યતાવચ્છેદકકોટિમાં અવચ્છિન્નત્વના નિવેશથી ગૌરવ આવે છે. જવાબ :-(ભટ્ટો આની સામે જવાબ આપે છે કે-) જ્ઞાન પ્રત્યે શરીર કારણ છે. આ કાર્યકારણભાવમાં ઈશ્વરનું જ્ઞાન પણ કાર્ય તરીકે સામેલ થાય છે. ઈશ્વરજ્ઞાન નિત્ય છે, જન્ય નથી તેથી ઉપરોક્ત કાર્યકારણભાવમાં કાર્ય તરીકે તેની નિવૃત્તિ કરવા કાર્યતાવચ્છેદક કોટિમાં જન્યત્વનો નિવેશ કરવો આવશ્યક છે. તેમાં જેમ તૈયાયિકો ગૌરવ જોતા નથી. તેમ અહીં પણ કાર્યતાવચ્છેદકકોટિમાં અવચ્છિન્નત્વનો નિવેશ કરવામાં ગૌરવ નથી. (યાદ રહેમીમાંસકો ઈશ્વરને માનતા નથી તેથી તેમને કાર્યતાવચ્છેદક કોટિમાં જન્યત્વનો નિવેશ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.) કાર્યતાવચ્છેદકકોટિમાં અવચ્છિન્નત્વનો પ્રવેશ ન્યાયમતે કરવાની જરૂર નથી કારણ કે તેના મતે ઈશ્વરજ્ઞાનની નિવૃત્તિ માટે જન્ય પદ પહેલેથી જ પ્રવિષ્ટ છે. ઉભય મતને માન્ય બને એવો ગૌરવ વિનાનો પરિષ્કાર દર્શાવે છે–વસ્તુતઃ દ્વારા. જ્ઞાન અને શરીર વચ્ચેના કાર્યકારણભાવમાં અવચ્છેદકતા વિશેષણ નહીં
SR No.009262
Book TitleMuktivad
Original Sutra AuthorN/A
AuthorGadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
PublisherShrutbhuvan Sansodhan Kendra
Publication Year2015
Total Pages285
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy