SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ मुक्तिवादः भोगविषयफलोपधानमेव भोगकर्मत्वं प्रकृते विवक्षितम् । सुखं भुज्यते इतिवत्पुण्यं भुज्यते इत्यादिप्रयोगदर्शनात् तादृशार्थस्यापि स्वरससिद्धत्वादिति चेन्न। (१४) कल्पकोटिशतैरपि इत्यन्तेन यथा भावनाख्यसंस्कार: कालवशादपि फलमनुत्पाद्य नश्यति तथा न कर्म (नश्यति) इत्येव लभ्यते । तथा च ज्ञानादपि “સુખ ભોગવાય છે તેવો પ્રયોગ થાય છે તેમ “પુણ્ય ભોગવાય છે તેવો પ્રયોગ પણ દેખાય છે. તેથી અષ્ટમાં પણ ભોગવિષયત્વ રૂપ અર્થ સહજ સિદ્ધ છે. (૧૪) શબ્દાર્થ –ઉત્તરપક્ષ :- નામુ$ આ શ્લોકમાં સ્પોટિશતૈરપિ આ પદ . તેનાથી એ જ અર્થ મળે છે કે-“જેમ ભાવના નામનો સંસ્કાર કાલને કારણે પણ ફળ ઉત્પન્ન કર્યા વિના નાશ પામે છે તેમ કર્મ (કાલને કારણે) ફળ ઉત્પન્ન કર્યા વિના નાશ પામતું નથી.” આવો અર્થ અથ ઇત્યાદિથી પ્રારંભાયેલો વિસ્તૃત પૂર્વપક્ષ અહીં અટકે છે. (૧૪) વિવરણ :-દુરિતનો નાશ ભોગથી જ થાય છે એમ માનતા પૂર્વપક્ષને ઉત્તર આપતા તત્ત્વજ્ઞાનને પણ નાશક માનતો પક્ષ કહે છે. નામુૐ ક્ષીયતે ર્મ સ્પોટિશૌરીપ' (કરોડો કલ્પો વીતે તો પણ ભોગ વિના કર્મનો ક્ષય થતો નથી.) આ વાક્યમાં છેલ્પોટિશતૈfપ પદનું ઉપાદાન છે. વાયગત દરેક પદો વાક્યર્થમાં વિશેષતા ઉમેરે છે. વાક્યનો અર્થ કરતી વખતે વાક્યના ઘટક દરેક પદોનો અન્વય અને અર્થ સુસંગત થાય તેનું ધ્યાન રાખવાનું હોય છે. આ વાક્યમાં “અભુક્ત કર્મનો ક્ષય થતો નથી’ એવું સામાન્ય વિધાન નથી. સામાન્ય વિધાન હોત તો આવો અર્થ થાત કે અભુક્ત કર્મનો ક્ષય થવાનું કોઈ કારણ નથી માટે અમુક્ત કર્મનો ક્ષય થતો નથી. વાક્યમાં ઊત્પટિશૌરીપ પદ ઉપરોક્ત વિધાનને વિશેષ બનાવે છે. ક્રોડો કલ્પોથી પણ અભુક્ત કર્મનો નાશ થતો નથી. ઇત્યાદિ પદઘટિત વાક્યનો અર્થ એ થાય કે કોડો કલ્પો પણ અભુક્ત કર્મના ક્ષયનું કારણ (તૃતીયા વિભક્તિનો અર્થ) બનતા નથી. એટલે અભુક્ત કર્મના ક્ષયાભાવમાં કાલ કારણ બનતો નથી. એ જ આ વાકયનો અર્થ છે. ભોગ જ કર્મક્ષયનું કારણ છે એવો અર્થ આ વિશેષ વાક્યનો નથી. જેમ ભાવના નામનો સંસ્કાર કાલ વીતી જતા ફળ આપ્યા વિના નાશ પામે છે તેમ કર્મ કાલ વીતી જતા ફળ આપ્યા વિના નાશ પામે એવું બનતું નથી. કર્મક્ષયમાં કાલ કારણ નથી આ ઉપરોક્ત વાક્યનું વિધેય છે. તત્ત્વજ્ઞાન વગેરે કર્મક્ષયના કારણ નથી કેવળ ભોગ જ છે. એ આ વાક્યનું વિધેય જ નથી માટે તત્ત્વજ્ઞાન કર્મનાશક છે આ વચન સાથે વિરોધ નથી. જો ભોગ સિવાય કર્મક્ષયનું અન્ય કોઈ જ કારણ ન હોય તો પ્રાયશ્ચિત્તને પણ કર્મક્ષયનું કારણ નહીં મનાય. પ્રાયશ્ચિત્તથી કર્મનો ક્ષય ન થતો હોય તો તેમાં કોઈ પ્રવૃત્તિ જ નહીં કરે. પ્રાયશ્ચિત્તની જો સ્વતંત્રરૂપે કર્મનાશકતા સિદ્ધ અને સ્વીકૃત છે તો તત્ત્વજ્ઞાનની પણ કર્મનાશકતા સ્વીકારવી જ જોઈએ. પ્રશ્ન : તત્ત્વજ્ઞાન જેમ ઝડપથી ભોગ સંપાદન કરીને કર્મનાશ કરે છે તેમ પ્રાયશ્ચિત્ત પણ ઝડપથી ભોગ સંપાદન કરીને કર્મનાશ કરે છે. ઝડપથી ભોગ સંપાદન થઈ જાય તે માટે પ્રાયશ્ચિત્તમાં પ્રવૃત્તિ થઈ શકશે.
SR No.009262
Book TitleMuktivad
Original Sutra AuthorN/A
AuthorGadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
PublisherShrutbhuvan Sansodhan Kendra
Publication Year2015
Total Pages285
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy