SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ मुक्तिवादः परता न सम्भवतीति वाच्यम् । अतीतत्वस्य क्तप्रत्ययेन विवक्षणात् तत्क्षयापेक्षया अतीतो यो भोगस्तदनुपहितकर्मणि तत्क्षयप्रतियोगित्वनिषेधरूपयथाश्रुतार्थेऽप्रसिद्धयनवकाशात् । यद्यपि भोगोऽनुभवविशेषः तद्विषयत्वरूपं भुक्तत्वं न कुत्राप्यदृष्टे, तथापि અતીત અર્થમાં વિવક્ષિત છે. પોતાના ક્ષયની અપેક્ષાએ અતીત થયેલો જે ભોગ. તે ભોગની ઉપાધિથી રહિત કર્મમાં તેના ક્ષયનું પ્રતિયોગિત્વ નથી. આ રીતે નામુ પદની સંગતિ થઈ શકે છે. પ્રશ્ન :–ભોગ એટલે વિશેષ પ્રકારનો અનુભવ. ભોગનો વિષય બને તે ભક્ત. આવું ભુક્તત્વ=ભોગવિષયત્વ કોઈ અષ્ટમાં હોતું નથી. (તેથી મુક્ત કે અભક્ત અદષ્ટ કેવી રીતે કહી શકાય ?) જવાબ :-અહીં ભોગકર્મત્વનો અર્થ ‘ભોગના વિષયનું ફલોપધાન’ એ કરવાનો છે. જેમ અનાશ્ય અદેખ' એવા વિશેષ અર્થમાં આધુનિક લક્ષણા કરવી અસંગત છે. જેમ શક્યાર્થમાં ફેરફાર થતો નથી તેમ નિરૂઢ લક્ષ્યાર્થમાં પણ કલ્પનાલાઘવ માટે ફેરફાર કરવો યોગ્ય નથી. પ્રશ્ન:ભોગથી જ કર્મનો નાશ થાય છે. આ મતે નામુ$ ઇત્યાદિ વાક્યનો દેખીતો અર્થ સંગત થતો નથી. ‘ભોગવાયું ન હોય તે કર્મનો ક્ષય થતો નથી.’ આ અર્થ છે. પ્રસ્તુત વાક્યમાં અભુક્ત કર્મના ક્ષયનો અભાવ પ્રતિપાદ્ય છે. અમુક્તકર્મક્ષયાભાવનો પ્રતિયોગી અભુક્તકર્મ છે. પ્રતિયોગી વિના અભાવનું જ્ઞાન થતું નથી. અભુક્તકર્માભાવનું જ્ઞાન કરવા અમુક્ત કર્મનું જ્ઞાન જરૂરી છે. આ મતે દરેક કર્મનો માત્ર ભોગ જ થાય છે. એટલે જે કર્મ છે તે બધાં જ મુક્ત રહેવાના, અભુક્ત રહેવાના જ નહીં. આમ અભુક્ત કર્મ અપ્રસિદ્ધ છે. જેનો પ્રતિયોગી અપ્રસિદ્ધ છે તે અભાવ અપ્રસિદ્ધ છે. માટે નામુ¢ નો અર્થ સંગત થતો નથી. જવાબ નામુ સ્થળે મુનિ ધાતુને પ્રત્યય થયો તેનો અતીતત્વ અર્થ અભિપ્રેત છે. નમ્ સમાસથી અભાવ પ્રતીત થાય છે. ક્ષત્તેિનો અર્થ ક્ષયપ્રતિયોગિત્વ છે. નગ્ન અવ્યયથી ક્ષયપ્રતિયોગિત્વનો નિષેધ અભિપ્રેત છે. વર્તમાનમાં જેનો ક્ષય થઈ રહ્યો છે તેની અપેક્ષાએ જે અતીત ભોગ તે ભક્ત કહેવાય. ભોગથી જ કર્મનો ક્ષય થાય છે. પહેલા ભોગ થાય છે પછી ક્ષય થાય છે. આથી ક્ષયની અપેક્ષાએ ભોગ અતીત છે. ભોગ દ્વારા ક્ષય પામેલું કર્મ ભક્ત કહેવાય. બીજા શબ્દોમાં, ક્ષય પામતા પહેલા જેનો ભોગ થાય તે ભક્ત કહેવાય. જે કર્મ ભોગ દ્વારા ક્ષય નથી પામ્યું તેને અભક્ત કહેવાય. ‘મુક્તત્વ ઉપાધિથી રહિત કર્મ ક્ષયનો પ્રતિયોગી બનતું નથી’ એ વાક્યર્થ છે. આમાં કોઈ વિસંગતિ નથી. માટે તત્ત્વજ્ઞાનને દુરિતનાશનું કારણ માનવાની જરૂર નથી. પ્રશ્ન :–ઉપરોક્ત વાક્યમાં મુક્ત કર્મનું વિશેષણ છે. ભોગ એટલે વિશેષ પ્રકારનો અનુભવ. સુખ કે દુઃખના અનુભવને ભોગ કહેવાય છે. ભોગનો વિષય સુખ કે દુઃખ છે, અષ્ટ નથી. માટે અનુભવવિષયવરૂપ ભુક્તત્વ અદેખમાં છે જ નહીં. તેથી નામુ$ વાક્યનો યથાશ્રુત અર્થ અસંગત છે. જવાબ:–અહીં કર્મ પદનો અર્થ ફલોપધાન છે. ભોગના વિષયનું અનુભવરૂપે પ્રાપ્ત થવું એ જ ભોગકર્મત્વ છે. જેમ સુખ-દુઃખ અનુભવરૂપે પ્રાપ્ત થાય છે તેમ અદૃષ્ટ પણ ફલોન્મુખ બનીને પ્રાપ્ત થાય છે. તેથી અદૃષ્ટ પણ ભક્ત હોઈ શકે છે. જેમ સુરવું મુખ્યત્વે આવો પ્રયોગ થાય છે તેમ પુષ્ય મુખ્યત્વે આવો પ્રયોગ પણ થાય છે. તેથી ભોગનો વિષય અદૃષ્ટ બને એમાં અસહજ કંઈ નથી.
SR No.009262
Book TitleMuktivad
Original Sutra AuthorN/A
AuthorGadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
PublisherShrutbhuvan Sansodhan Kendra
Publication Year2015
Total Pages285
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy