SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ १८८ मुक्तिवादः (१८) कृत्स्नकर्मक्षयो मुक्ति-रित्येष तु विपश्चिताम् । स्याद्वादामृतपानस्यो-द्गारः स्फारनयाश्रयः ॥१८॥ कृत्स्नेति । कृत्स्नानां कर्मणां ज्ञानावरणादीनां क्षयो मुक्तिरित्येष तु विपश्चितामेकान्तपण्डितानां स्याद्वादामृतपानस्योद्गारः । स्फारा ये नयास्तत्तत्तन्त्रप्रसिद्धार्थास्तदाश्रयः षड्दर्शनसमूहमयत्वस्य जैनदर्शने सम्मतत्वात् ॥१८॥ (૨૨) નયનેવાત્રા-fખવ્ય$િ ऋजुसूत्रादिभिर्ज्ञान-सुखादिकपरम्परा । व्यङ्ग्यमावरणोच्छित्त्या, सङ्ग्रहेणेष्यते सुखम् ॥१९॥ (૧૮) આ રીતે પરમતોનું નિરાકરણ કરીને હવે સ્વમતને જણાવાય છે સકળ કર્મોનો ક્ષય મુક્તિ છે – આ તો વિદ્વાનોનો તે તે સ્પષ્ટ નયોના આશ્રયે ઉત્પન્ન થયેલો, સ્યાદ્વાદરૂપ અમૃતના પાનનો ઉદ્દગાર છે. - આ પ્રમાણે અઢારમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્ઞાનાવરણીય...વગેરે સકળ કર્મોનો જે ક્ષય છે, તે મુક્તિ છે. આ તો એકાંતે પંડિત એવા પ્રાજ્ઞપુરુષોએ કરેલા સ્યાદ્વાદસ્વરૂપ અમૃતના પાનથી ઉત્પન્ન થયેલો ઉગાર છે, જે અત્યંત સ્પષ્ટપણે પ્રતીત થયેલા નયને આશ્રયીને ઉત્પન્ન થયેલો છે. કારણ કે પ્રદર્શનસમૂહમયત્વ જૈનદર્શનમાં શાસ્ત્રસંમત છે....ઇત્યાદિ સ્પષ્ટ છે. /૩૧-૧૮ (૧૯) અહીં મોક્ષના વિષયમાં નયને જ જણાવાય છે ઋજુસૂત્ર વગેરે નય જ્ઞાન, સુખ વગેરેની પરંપરાને મુક્તિ માને છે અને આવરણનો ઉચ્છેદ થવાથી પ્રગટ થનારા સુખને મુક્તિ માને છે.” – આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. એના આશયને વર્ણવતાં ટીકામાં ફરમાવ્યું છે કે – ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત નય જ્ઞાન-સુખાદિની પરંપરાને મુક્તિ તરીકે વર્ણવે છે. શુદ્ધનયો ઉત્તરોત્તર વિશુદ્ધ પર્યાયમાત્રનો સ્વીકાર કરતાં હોવાથી જ્ઞાન-સુખાદિની પરંપરા સ્વરૂપ જ મુક્તિનો તે નયો સ્વીકાર કરે છે. જ્ઞાનાદિ ક્ષણસ્વરૂપ છે એ, જ્ઞાનાદિની ક્ષણિક સત્તાથી સિદ્ધ થાય છે. કારણ કે ક્ષણમાત્ર સત્તા, ક્ષણના અભેદ(તાદાભ્ય, સ્વરૂપ)ની વ્યાપ્ય છે. “જ્યાં જ્યાં ક્ષણિક સત્તા છે ત્યાં ત્યાં ક્ષણનો અભેદ છે. દા.ત. ક્ષણનું સ્વરૂપ.” આ વ્યાપ્તિથી(નિયમથી) જ્ઞાનાદિ ક્ષણસ્વરૂપ સિદ્ધ થાય છે. સંગ્રહનયની અપેક્ષાએ આવરણના વિચ્છેદથી અભિવ્યક્ત થનારા સુખને મુક્તિ કહેવાય છે. આ સુખસ્વરૂપ મુક્તિ જીવનો સ્વભાવ છે. એ સ્વભાવ ઇન્દ્રિયસહિત-શરીરાદિસ્વરૂપ અપેક્ષાકરણાત્મક આવરણથી આચ્છાદિત બને છે. આશય એ છે કે ઇન્દ્રિયાદિજન્ય જ્ઞાનની પ્રત્યે ઇન્દ્રિયસહિત શરીરાદિની અપેક્ષા છે. તેથી તે તેવા પ્રકારના જ્ઞાનની પ્રત્યે અપેક્ષા કારણ છે અને તે આત્માના સ્વભાવભૂત જ્ઞાનાદિની પ્રત્યે આવરણભૂત બને છે. અર્થાત્ તે શરીરાદિ આત્માના સ્વભાવભૂત જ્ઞાનાદિની પ્રત્યે પ્રતિબંધક છે. જેમ ઓરડામાં રહેલી ચીજોને પ્રકાશિત કરવાનો
SR No.009262
Book TitleMuktivad
Original Sutra AuthorN/A
AuthorGadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
PublisherShrutbhuvan Sansodhan Kendra
Publication Year2015
Total Pages285
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy