SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ मुक्तिद्वात्रिंशिका १८७ चैकान्ततोऽनादित्वाश्रयणे च सर्वदा संसारदशायामपि तदुपस्थितिर्मुक्तिसुखाभिव्यक्तिः स्यात् । अभिव्यञ्जकाभावेन तदा तदभिव्यक्तभावसमर्थने च घटादेरपि दण्डाद्यभिव्यङ्ग्यत्वस्य सुवचत्वे साङ्ख्यमतप्रवेशापातात् ॥१६॥ (૨૭) વેવાન્તિનજ્વવિદ્યાર્થી, નિવૃત્તાય વિવિતા .. सेत्याहुः सापि नो तेषा-मसाध्यत्वादवस्थितेः ॥१७॥ वेदानन्तिनस्त्विति ।वेदान्तिनस्तु अविद्यायां निवृत्तायां विविक्तता केवलात्मावस्थानं सा मुक्तिरित्याहुः, सापि नो तेषां युक्तेति शेषः । अवस्थितेविज्ञानसुखात्मकस्य ब्रह्मणः प्रागप्यवस्थानादसाध्यत्वात् । कण्ठगतचामीकरन्यायेन भ्रमादेव नात्र (नाऽ) प्रवृत्तिरिति तु भ्रान्तपर्षदि वक्तुं शोभत इति भावः ॥१७॥ અભિવ્યક્તિ સર્વદા થતી નથી. પંરતુ એમ કહેવાથી તો ઘટાદિને પણ સર્વથા નિત્ય માનીને દંડાદિ સ્વરૂપ અભિવ્યંજકના અભાવે તેની અભિવ્યક્તિ સર્વદા થતી નથી - આ પ્રમાણે પણ સારી રીતે કહી શકાય છે અને તેથી સાંખ્યમતમાં પ્રવેશનો પ્રસંગ આવશે. આથી સમજી શકાશે કે કથંચિત્ અનાદિત સ્વરૂપ નિયત્વ મુક્તિસુખમાં માનવું જોઈએ, જે અમારો-જૈનોનો માન્ય નય છે. ૩૧-૧૬ll (૧૭) વેદાંતીઓના મતનું નિરાકરણ કરાય છે અવિદ્યાની નિવૃત્તિ થયે છતે આત્માની સ્વ-સ્વરૂપમાં જે અવસ્થિતિ છે, તેને મુક્તિ તરીકે વેદાંતીઓ વર્ણવે છે. પરંતુ એ પણ યુક્ત નથી. કારણ કે અનાદિકાળથી આત્માની સ્વરૂપમાં અવસ્થિતિ હોવાથી મુક્તિમાં સાધ્યત્વ નથી.” – આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે વેદાંતીઓના મતે આત્માની બદ્ધાવસ્થા(સંસારદશા) અવિદ્યાના કારણે છે. એ અવિદ્યાની નિવૃત્તિ થયે છતે આત્મા અવિદ્યાથી વિવિક્ત થાય છે. આવી તેની કેવળ અવસ્થિતિને વેદાંતીઓ મુક્તિ કહે છે. પરંતુ તે યુક્ત નથી. કારણ કે વેદાંતીઓના મતે આત્મા અનાદિકાળથી શુદ્ધ જ છે. તેથી અવિદ્યાની નિવૃત્તિ પૂર્વે પણ આત્માનું કેવળ જ અવસ્થાન હોવાથી આત્માની મુક્તિ સિદ્ધ જ છે, જેથી મુક્તિમાં સાધ્યત્વ રહેતું નથી. બ્રહ્મસ્વરૂપ આત્માનો મોક્ષ અનાદિથી સિદ્ધ જ હોવાથી તેમાં સાધ્યત્વ(સિદ્ધિની ઇચ્છાનું વિષયવ-પુરુષાર્થત્વ) ન હોય એ સ્પષ્ટ છે. યદ્યપિ ઉપર જણાવ્યા મુજબ બ્રહ્મનું કેવળ અવસ્થાન સિદ્ધ હોવા છતાં કંઠમાં રહેલા સુવર્ણના અલંકારને જેમ ભ્રમથી શોધવામાં આવે છે તેમ એ કંઠગત ચામીકરન્યાયથી આત્માને હું બંધાયેલો છું, અજ્ઞાની છું અને દુ:ખી છું...ઇત્યાદિ ભ્રમ થાય છે. એની નિવૃત્તિ સ્વરૂપ અવસ્થાથી પ્રાપ્ત સ્વરૂપાવસ્થિતિ મુક્તિ છે અને તેથી તેમાં સાધ્યત્વ અનુપપન્ન નથી. એ ભ્રમથી જ મુમુક્ષુઓની સંન્યાસાદિમાં પ્રવૃત્તિ થાય છે...પરંતુ આ બધું ભ્રાંત પુરુષોની પર્ષદામાં કહેવાનું ઉચિત છે, વિદ્વાનોની પર્ષદામાં કહેવાનું ઉચિત નથી. ૩૧-૧૭થા.
SR No.009262
Book TitleMuktivad
Original Sutra AuthorN/A
AuthorGadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
PublisherShrutbhuvan Sansodhan Kendra
Publication Year2015
Total Pages285
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy