SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ मुक्तिद्वात्रिंशिका १८५ पूर्वेति । अग्रिमानुत्पादसङ्गताऽग्रिमचितानुत्पादविशिष्टा पूर्वचित्तनिवृत्तिः सा मुक्तिरित्यन्ये । तेषामनुत्पादः साध्यतां न श्रयत इति मुक्तेरपुरुषार्थत्वापत्तिरेव दोषः ॥१३॥ (૧૪) સાઽત્ત્વજ્ઞાનમિતિ પ્રાહ, ચાસ્તિત્તે પામને । तस्य हातुमशक्यत्वा तदनुद्देशतस्तथा ॥१४॥ सेति । आत्महानं सा मुक्तिरिति चार्वाकः प्राह । तत्तु वचनं श्रूयमाणमपि पाप्मने भवति । तस्यात्मनो हातुमशक्यत्वादसतो नित्यनिवृत्तत्वात्, सतश्च वीतरागजन्मादर्शनन्यायेन नित्यत्वात्, सर्वथा हानासिद्धेः । तथा पर्यायार्थतया तद्धानावपि तदनुद्देशत आत्महा નથી.' આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે સામાન્ય રીતે વિજ્ઞાન(ચિત્ત)ની ધારા એકસરખી ચાલતી હોય છે. એમાં પૂર્વ પૂર્વ ચિત્તની નિવૃત્તિ થાય છે અને ઉત્તર ઉત્તર ચિત્તની ઉત્પત્તિ થતી હોય છે. જ્યારે પણ પૂર્વેના ચિત્તની નિવૃત્તિ થવા છતાં ઉત્તર ચિત્તની ઉત્પત્તિ થતી નથી ત્યારે તે અગ્રિમ ચિત્તના અનુત્પાદને મુક્તિ કહેવાય છે. અર્થાર્ અગ્નિમચિત્તના અનુત્પાદથી વિશિષ્ટ પૂર્વચિત્તની નિવૃત્તિ મુક્તિ છે. આ પ્રમાણે કેટલાક બૌદ્ધોની માન્યતા છે. પરંતુ તેમની માન્યતામાં પણ મુક્તિમાં પુરુષાર્થત્વાભાવનો પ્રસંગ છે જ. કારણ કે અનુત્પાદ સાધ્ય નથી...ઇત્યાદિ સ્પષ્ટ છે. II૩૧-૧ા - (૧૪) ચાર્વાક-નાસ્તિકમતનું નિરાકરણ કરાય છે - “આત્માની હાનિ(ધ્વંસ) મુક્તિ છે : એમ ચાર્વાક કહે છે. ચાર્વાકનું એ વચન સાંભળવાથી પણ પાપ લાગે છે. કારણ કે આત્માની હાનિ શક્ય નથી. તેમ જ તેનો ઉદ્દેશ પણ નથી.” - આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે ચાર્વાકો શરીરથી અતિરિક્ત આત્માને માનતા નથી. તેથી શરીરના ધ્વંસની સાથે જ શરીરસ્વરૂપ આત્માનો પણ ધ્વંસ થવાથી તસ્વરૂપ (આત્મહાનિસ્વરૂપ) મોક્ષ થાય છે. નાસ્તિકોના એ વચનનું શ્રવણ પણ પાપનું કારણ બને છે. કારણ કે શરીરથી અતિરિક્ત એવા સર્વજનપ્રસિદ્ધ આત્માનો જ જ્યાં સ્વીકાર ન હોય ત્યાં મોક્ષની વાત, માત્ર વાત જ છે. આત્મા અસદ્ હોય તો શશશૃંગાદિની જેમ સદાને માટે તેનું અસ્તિત્વ હોતું જ નથી. કારણ કે અસદ્ સદાને માટે અસદ્ હોય છે. તેથી અસદ્ એવા આત્માની હાનિ સર્વથા અશક્ય છે. તેમ જ આત્મા સત્ હોય તો વીતરાગનો જન્મ થતો ન હોવાથી અને સરાગીનો જ જન્મ થતો હોવાથી આત્મા અનાદિકાલીન છે તે સિદ્ધ થાય છે. તેથી જ અનાદિભાવભૂત પદાર્થનો નાશ થતો ન હોવાથી આત્મા અનંત છે, તે સિદ્ધ થાય છે. આ રીતે આત્મા નિત્ય હોવાથી સર્વથા તેની હાનિ શક્ય નથી. યદ્યપિ દ્રવ્યને આશ્રયીને તેની હાનિ શક્ય ન હોવા છતાં મનુષ્યત્વાદિ પર્યાયને આશ્રયીને તેનો નાશ શક્ય છે. પરંતુ તેવી હાનિનો ઉદ્દેશ ન હોવાથી મોક્ષ પુરુષાર્થસ્વરૂપ નહી બને. “તે તે દુઃખકારણાદિ સ્વરૂપ પર્યાયના નાશનો ઉદ્દેશ હોવાથી તે સ્વરૂપે મોક્ષ પુરુષાર્થસ્વરૂપ બની શકે છે.’ - આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે મોક્ષ અન્ય ઇચ્છાને અનધીન એવી ઇચ્છાનો વિષય
SR No.009262
Book TitleMuktivad
Original Sutra AuthorN/A
AuthorGadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
PublisherShrutbhuvan Sansodhan Kendra
Publication Year2015
Total Pages285
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy