SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ १८४ मुक्तिवादः स्वातन्त्र्यमिति-स्वातन्त्र्यं मुक्तिरित्यन्ये वदन्ति । तत् स्वातन्त्र्यं यदि प्रभुता तदा मदः, स च क्षयी। अथ चेत् कर्मनिवृत्तिस्तदाऽस्माकमेव स सिद्धान्तः ॥११॥ (૨૨)પુસઃ સ્વરૂપવરસ્થાને, સેતિ સા : પ્રવક્ષતે ! तेषामेतदसाध्यत्वं, वज्रलेपोऽस्ति दूषणम् ॥१२॥ पुंस इति । पुंसः पुरुषस्य स्वरूपावस्थानं प्रकृतितद्विकारोपधानविलये चिन्मात्रप्रतिष्ठानं सा मुक्तिरिति साङ्ख्याः प्रचक्षते । तेषामेतस्या मुक्तेरसाध्यत्वं दूषणं वज्रलेपोऽस्ति । एकान्तनित्यात्मरूपायास्तस्या नित्यत्वादुपचरितसाध्यत्वस्याप्रयोजकत्वात् ||રાા (૩)પૂર્વત્તિનિવૃત્તિ: સી-ડમાનુત્પાતા ! इत्यन्ये श्रयते तेषा-मनुत्पादो न साध्यताम् ॥१३॥ માનવામાં આવે તો તે અમારો(જૈનોનો) જ સિદ્ધાંત છે. તેથી પરમતમાં પ્રવેશનો પ્રસંગ આવશે....ઇત્યાદિ સ્પષ્ટ છે. /૩૧-૧૧ી. (૧૨) સાંખ્યાભિમત મોક્ષના સ્વરૂપનું નિરાકરણ કરાય છે – “પુરુષનું સ્વરૂપાવસ્થાન – એ મોક્ષ છે, એમ સાંખ્યો કહે છે. તેઓને મોક્ષ અસાધ્ય છે – એમ માનવાનું દૂષણ વજલેપ છે.” - આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે – સાંખ્યદર્શનની માન્યતા મુજબ પુરુષ કૂટસ્થ નિત્ય છે. પ્રકૃતિ અને તેના વિકારાદિ ઉપાધિના કારણે પુરુષના અભેદગ્રહને લઈને પુરુષનો સંસાર છે. પરંતુ વિવેકખ્યાતિથી ભેદગ્રહ થવાથી ઔપાધિક સ્વરૂપનો વિલય થાય છે, જેથી પુરુષ માત્ર ચિદવસ્થામાં પ્રતિષ્ઠિત થાય છે. એ જ પુરુષની મુક્તાવસ્થા છે. તેને જ સાંખ્યો મોક્ષ કહે છે. પુરુષનું પોતાનું આ સ્વરૂપાવસ્થાન, પ્રકૃતિ અને તેના વિકાર બુદ્ધિ વગેરેના સાંનિધ્યની નિવૃત્તિથી થાય છે. સાંખ્યોએ માનેલું એ મોક્ષનું સ્વરૂપ સંગત નથી. કારણ કે પુરુષ કૂટસ્થ નિત્ય હોવાથી પરમાર્થથી તો તે સદાને માટે સ્વભાવથી જ પોતાના સ્વરૂપમાં અવસ્થિત છે. પ્રકૃત્યાદિના સાંનિધ્યના કારણે વિભાવાવસ્થામાં અવસ્થિતિ તો વાસ્તવિક નથી, ઔપાધિક છે. તેથી ઔપાધિક-ઉપચરિત બદ્ધાદિ અવસ્થા છે. આવા પ્રકારના ઔપચારિક મોક્ષ માટે કોઈ પ્રયત્ન નહિ કરે, ઇચ્છા પણ નહિ કરે. ઉપચરિત સાધ્યત્વ વસ્તુની સિદ્ધિમાં ઉપયોગી ન બને. તેથી મોક્ષમાં પુરુષાર્થત્વનો અભાવ હોવાથી સાંખ્યોને અસાધ્યત્વ દૂષણ વજલેપ છે. કોઈ પણ રીતે તે દૂર થાય એમ નથી...ઇત્યાદિ ઉપયોગપૂર્વક સમજી લેવું જોઈએ. //૩૧-૧રા (૧૩) બૌદ્ધવિશેષની મોક્ષસંબંધી માન્યતાનું નિરાકરણ કરાય છે અગ્રિમ ચિત્તની અનુત્પત્તિથી સહિત એવી પૂર્વચિત્તની નિવૃત્તિ-મુક્તિ છે : એમ કેટલાક લોકો (બૌદ્ધવિશેષ) કહે છે. પરંતુ તે વિદ્વાનોના મતમાં પણ અનુત્પાદ સાધ્યતાનો આશ્રય કરતો
SR No.009262
Book TitleMuktivad
Original Sutra AuthorN/A
AuthorGadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
PublisherShrutbhuvan Sansodhan Kendra
Publication Year2015
Total Pages285
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy