SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ मुक्तिद्वात्रिंशिका (૮) પરમત્મિનિ નવા-નયઃ સેતિ ત્રિાઉનઃ | लयो लिङ्गव्ययोऽत्रेष्टो, जीवनाशश्च नेष्यते ॥८॥ परमात्मनीति । परमात्मनि जीवात्मलयः सा मुक्तिरिति त्रिदण्डिनो वदन्ति । अत्रैतन्मते लयो लिङ्गव्यय इष्टोऽस्माकमप्यभिमतः । एकादशेन्द्रियाणि पञ्चमहाभूतानि च सूक्ष्ममात्रया सम्भूयावस्थितानि जीवात्मनि सुखदुःखावच्छेदकानि लिङ्गशब्देनोच्यन्ते, तद्व्ययश्च परमार्थतो नामकर्मक्षय एवेति । जीवनाशस्तु नेष्यते, उपाधिशरीरनाशे औपाधिकजीवनाशस्याप्यकाम्यत्वात् ॥८॥ (९) बौद्धास्त्वालयविज्ञान-सन्ततिः सेत्यकीर्तयन् । विनान्वयिनमाधारं तेषामेषा कदर्थना ॥९॥ (૮) ત્રિદંડી-મતનું નિરૂપણ કરાય છે “પરમાત્મામાં જીવાત્માના લયને ત્રિદંડીઓ મુક્તિ કહે છે. લિંગવ્યયસ્વરૂપ લય એ મતમાં વર્ણવાય છે - તે ઇષ્ટ છે, જીવના નાશ સ્વરૂપ લય માત્ર ઇષ્ટ નથી.” – આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે પરમાત્મામાં જીવાત્માનું વિલીન થવું : એને ત્રિદંડીમતમાં મુક્તિ તરીકે વર્ણવાય છે. એ મતમાં જીવાત્માનો લય, લિંગના વ્યય સ્વરૂપ છે – એ અમારા જૈનોના મતમાં પણ માન્ય છે. સ્પર્શન, રસન, પ્રાણ, ચક્ષુ અને શ્રવણ : આ પાંચ જ્ઞાનેન્દ્રિય છે. વા, પાણિ, પાદ, પાયુ અને ઉપસ્થ : આ પાંચ કર્મેન્દ્રિયો છે અને મન-એમ અગિયાર ઇન્દ્રિયો છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ – આ પાંચ મહાભૂતો છે. એ બધા, ભેગા થઈને સૂક્ષ્મમાત્રા વડે જીવાત્મા સુખ-દુઃખના અવચ્છેદક(ગ્રાહક) બને છે. તે બધાને એ મતમાં લિંગ કહેવાય છે. તેનો વ્યય થવાથી અર્થાત સ્વકાર્યથી નિવૃત્ત(ઉપરત) થવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે. પરમાર્થથી નામકર્મનો ક્ષય થવાથી લિંગવ્યયસ્વરૂપ લય અમારા મતમાં સંગત છે. લિંગવ્યયસ્વરૂપ લય જીવનાશસ્વરૂપ માનવાનું ઇષ્ટ નથી. કારણ કે શરીરસ્વરૂપ ઉપાધિના નાશથી ઉપાધિવિશિષ્ટ જીવનો નાશ, કામનાનો વિષય નથી. તેથી તસ્વરૂપ મોક્ષ માની શકાશે નહિ. મોક્ષ તો પુરુષની કામનાનો વિષય(પુરુષાર્થ) છે. આથી સ્પષ્ટ છે કે લિંગવ્યયસ્વરૂપ જ (લિંગનાશ સ્વરૂપ જ) જીવલય છે. જીવનાશ સ્વરૂપ જીવલય નથી. પરંતુ એ પ્રમાણે લિંગનાશ સ્વરૂપ જીવલયને મોક્ષ માનવામાં આવે તો ત્રિદંડીઓનો જૈનમતમાં કથંચિત્મવેશ થઈ જશે. //૩૧-૮ (૯) બૌદ્ધમતનું નિરારણ કરાય છે “આલયવિજ્ઞાનની પરંપરાને મુક્તિ તરીકે બૌદ્ધોએ વર્ણવી છે. પરંતુ ત્રિકાલવૃત્તિ આત્માધાર વિના એ મુક્તિ તેમના માટે વિડંબનાસ્વરૂપ છે.” - આ પ્રમાણે નવમા શ્લોકનો અક્ષરાર્થ છે. આશય એ છે કે બૌદ્ધોના મતે આલયવિજ્ઞાનની ધારા સ્વરૂપ મુક્તિ છે. પ્રવૃત્તિવિજ્ઞાન સ્વરૂપ ઉપપ્લવથી રહિત અને શેય-ઘટ-પટાદિના આકારથી રહિત એવી જ્ઞાનાત્મક ક્ષણોની પરંપરાને
SR No.009262
Book TitleMuktivad
Original Sutra AuthorN/A
AuthorGadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
PublisherShrutbhuvan Sansodhan Kendra
Publication Year2015
Total Pages285
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy