SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ १८० मुक्तिवादः संसारित्वेनेति । संसारित्वेन नित्यज्ञानादिमद्भिन्नत्वरूपेण गुरुणा नानापदार्थघटितेन शमादौ च हेतुता न तव कल्पयितुमुचितेति शेषः । किं तु भव्यत्वेनैवैषा हेतुता, शमाद्यनुगतकार्यजनकतावच्छेदकतयात्मत्वव्याप्यजातिविशेषस्य कल्पयितुमुचितत्वात् । द्रव्यत्वादावप्यनुगतकार्यस्यैव मानत्वात् । आत्मत्वेनैव शमादिहेतुत्वे विशेषसामग्र्यभावेनेश्वरेऽतिप्रसङ्गाभावे समर्थनीयेऽन्यत्रापि तेन तस्य सुवचत्वाद्भव्यत्वाभव्यत्वशङ्कयैव भव्यत्वनिश्चयेन प्रवृत्त्यप्रतिबन्धादिति । एतदन्यत्र न्यायालोकादौ दर्शितम् ॥७॥ સંસારિત છે. તે નાનાપદાર્થઘટિત (નિત્યત્વજ્ઞાન-મત્વથfધરતા અને મે.વગેરે સ્વરૂપ અનેક પદાર્થઘટિત) હોવાથી ગુરુ છે. તેથી તે ગુરભૂત સંસારિત્વરૂપે સમાદિની પ્રત્યે સંસારીમાં કારણતા માનવાનું તમારે-નૈયાયિકોને ઉચિત નથી. પરંતુ તાદેશકારણતા ભવ્યત્વસ્વરૂપે જ માનવી જોઈએ. શમાદિનિષ્ઠકાર્યતાનિરૂપિત કારણતા, કોઈ એક ધર્મથી અવચ્છિન્ન છે, કારણ કે એમાં કારણતાત્વ છે. સંયોગાદિનિષ્ઠકાર્યતાનિરૂપિત કારણતા (સમાયિકારણતા) જેમ દ્રવ્યત્વથી અવચ્છિન્ન છે...” ઇત્યાદિ અનુમાનથી ભવ્યત્વજાતિ સિદ્ધ થાય છે. શમ, દમ વગેરે અનુગત કાર્યની કારણતાના અવચ્છેદકરૂપે આત્મત્વની વ્યાપ્ય એવી ભવ્યત્વજાતિ સિદ્ધ થાય છે. આશય એ છે કે મુમુક્ષુ આત્માઓમાં શમ, દમ વગેરે ગુણોની ઉત્પત્તિ થાય છે. એની પ્રત્યે જે આત્મા કારણ છે તે બધામાં જે એક જાતિ છે તે ભવ્યત્વ છે. આત્મત્વ દરેક આત્મામાં વૃત્તિ છે અને ભવ્યત્વ આત્મવિશેષમાં વૃત્તિ છે. તેથી તે આત્મત્વની વ્યાપ્ય જાતિ છે. એ જાતિના અસ્તિત્વમાં સમાદિ અનુગત કાર્ય જ પ્રમાણ છે. દ્રવ્યત્વજાતિમાં જેમ સંયોગાદિ અનુગત કાર્ય પ્રમાણ છે તેમ અહીં પણ શમાદિ અનુગત કાર્ય જ ભવ્યત્વજાતિમાં પ્રમાણ છે. આત્મત્વવ્યાપ્ય ભવ્યત્વજાતિને કલ્પીને તે સ્વરૂપે સમાદિની પ્રત્યે આત્માને કારણે માનીએ એના કરતાં આત્મત્વસ્વરૂપે આત્માને કારણે માનીએ તો યદ્યપિ આત્મત્વ પરમાત્મામાં પણ હોવાથી ત્યાં સમાદિની ઉત્પત્તિ માનવાનો પ્રસંગ આવશે. પરંતુ ત્યાં અન્ય સહકારી કારણ કર્યાદિનો અભાવ હોવાથી ત્યાં શમાદિની ઉત્પત્તિનો પ્રસંગ નહિ આવે. તેથી આત્મસ્વરૂપે જ શમાદિની ઉત્પત્તિ પ્રત્યે આત્માને કારણે માનવા જોઈએ.” – આ પ્રમાણે કહેવામાં આવે તો અન્યત્ર પણ એ રીતે સમાધાન કરી શકાય છે. સંયોગાદિ અનુગત કાર્યની પ્રત્યે દ્રવ્યત્વેન દ્રવ્યને કારણ માનવાના બદલે સત્તાવક્વેન કારણ માનવાથી ગુણાદિમાં આવતા અતિપ્રસંગનું નિવારણ સામગ્રીના અભાવથી જ થઈ જશે. આથી સમજી શકાશે કે લઘુભૂત કારણતાવચ્છેદક સ્વરૂપે દ્રવ્યત્વની જેમ ભવ્યત્વજાતિની સિદ્ધિ આવશ્યક છે. યદ્યપિ ભવ્યત્વ મારામાં છે કે નહિ આવી શંકાના કારણે ભવ્યત્વના નિશ્ચયના અભાવે મોક્ષની સાધનાની અનુપત્તિ થશે, પરંતુ એવી શંકાથી જ ભવ્યત્વનો નિશ્ચય થઈ જતો હોવાથી મોક્ષસાધક પ્રવૃત્તિની અનુપપત્તિ નહીં થાય. કારણ કે શ્રી આચારાંગસૂત્રની શ્રી શીલાંકાચાર્ય ભગવંતકૃત ટીકામાં ફરમાવ્યું છે કે હું ભવ્ય છું કે અભવ્ય છું?” – આવી શંકા ભવ્યને જ થાય છે. અભવ્યને એવી શંકા થતી નથી – આ વાત અન્યત્ર ન્યાયાલોકમાં અને સ્યાદ્વાદકલ્પલતામાં વિસ્તારથી ગ્રંથકારશ્રીએ જણાવી છે. //૩૧-૭ી.
SR No.009262
Book TitleMuktivad
Original Sutra AuthorN/A
AuthorGadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
PublisherShrutbhuvan Sansodhan Kendra
Publication Year2015
Total Pages285
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy