SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ १७४ मुक्तिवादः आत्मादौ कार्ये ध्वंसे च सत्त्वात् । कार्यमात्रवृत्तित्वमपि ध्वंसत्वे व्यभिचारावृत्तित्वे (व्यभिचारि तदर्थं भाववृत्तित्वे) सतीति विशेषणे दीयमानेऽपि न तदुद्धारः, प्रागभावध्वंसस्य प्रतियोगितद्ध्वंसस्वरूपत्वेन ध्वंसत्वस्यापि भाववृत्तित्वात् । ततः सदिति कार्यવિશેષણ |રા સ્વરૂપે મહાપ્રલયની સિદ્ધિ થાય છે. એથી સર્વજીવોની મુક્તિ સિદ્ધ થાય છે. મહાપ્રલયના સ્થાને જો ખંડપ્રલયની સિદ્ધિ થાય તો બધા જીવોની મુક્તિ સિદ્ધ નહિ થાય. ખંડપ્રલયમાં દુઃખનો ધ્વંસ થતો હોવાથી દુ:ખના અનાધારભૂત ખંડપ્રલયમાં વૃત્તિ એવા દુ:ખધ્વંસના પ્રતિયોગિ-દુ:ખનિરૂપિત વૃત્તિત્વ દુ:ખત્વમાં છે જ. આ રીતે ખંડપ્રલયની સિદ્ધિ થવાથી અર્થાતરની પ્રાપ્તિ થાય છે. ખંડપ્રલયમાં દુ:ખોનો ધ્વંસ થતો હોવા છતાં ત્યાં ભવિષ્યમાં (સૂર્યંતરમાં) ઉત્પન્ન થનારાં દુઃખોનો પ્રાગભાવ હોય છે. તેથી ખંડપ્રલય દુઃખોનો અનાધાર હોવા છતાં દુઃખપ્રાગભાવનો તે અનાધાર નથી. આથી સમજી શકાશે કે દુઃખપ્રાગભાવના નિવેશથી અર્થાતર નહીં આવે. ઉપર્યુક્ત અનુમાનમાં સાધ્યસાધક હેતુ “સાર્યમાત્રવૃત્તિત્વ' છે. માત્ર ‘વૃત્તિત્વ'ને હેતુ તરીકે રાખીએ તો આત્મનિરૂપિત વૃત્તિત્વ આત્મત્વમાં પણ છે અને ત્યાં દુઃખપ્રાગભાવાનાધારવૃત્તિધ્વંસપ્રતિયોગિવૃત્તિત્વ સાધ્ય ન હોવાથી વ્યભિચાર આવે છે. ‘ાર્યવૃત્તિત્વ'ને હેતુ માનીએ તો આત્મત્વમાં હેતુ ન હોવા છતાં “અનંતત્વમાં હેતુ છે અને ત્યાં સાધ્ય નથી તેથી વ્યભિચાર આવે છે. આશય એ છે કે અનંતત્વ “ધ્વંસાપ્રતિયોગિત્વ” સ્વરૂપ છે. જેનો ધ્વંસ થતો નથી તેમાં અનંતત્વ રહે છે. અકાર્યસ્વરૂપ આત્માદિમાં અને કાર્યસ્વરૂપ ધ્વંસમાં અનંતત્વ વૃત્તિ છે. આ રીતે ધ્વસાત્મકકાર્યનિરૂપિત વૃત્તિત્વ (કાર્યવૃત્તિત્વ) અનંતત્વમાં છે અને તેમાં દુઃખપ્રાગભાવાનધિકરણવૃત્તિધ્વંસપ્રતિયોગિવૃત્તિત્વસ્વરૂપ સાધ્ય નથી, તેથી વ્યભિચાર આવે છે. તેના નિવારણ માટે કાર્યમાત્રવૃત્તિત્વને હેતુ માનવામાં આવે તો, “અનંતત્વ' કાર્યમાં(ધ્વસમાં) અને અકાર્ય(આત્માદિ)માં વૃત્તિ હોવાથી તેમાં કાર્યમાત્રવૃત્તિત્વ નથી. તેથી હેતુ અને સાધ્ય બંન્નેનો અભાવ અનંતત્વમાં હોવાથી વ્યભિચાર નહીં આવે. પરંતુ તેમ કરવાથી કાર્યમાત્રવૃત્તિ ધ્વંસત્વમાં હેતુ છે અને સાધ્ય ન હોવાથી વ્યભિચાર આવે છે. તેના નિવારણ માટે હેવંશમાં ભાવવૃત્તિત્વે સતિ આ વિશેષણ આપવામાં આવે અર્થાત્ “માવવૃત્તિત્વવિશિષ્ટાર્યમાત્રવૃત્તિત્વ'ની હેતુ તરીકે વિવક્ષા કરવામાં આવે તોપણ વ્યભિચારનો ઉદ્ધાર થશે નહિ. કારણ કે પ્રાગભાવનો ધ્વંસ પ્રાગભાવના પ્રતિયોગી(ઘટાદિ ભાવભૂત) સ્વરૂપ છે અને તેના ધ્વસ્વરૂપ છે. તેથી પ્રાગભાવના ધ્વંસમાં રહેનાર ધ્વસત્વ પ્રાગભાવના પ્રતિયોગી એવા ભાવમાં પણ વૃત્તિ છે અને તેથી ધ્વસત્વમાં ભાવવૃત્તિત્વવિશિષ્ટ કાર્યમાત્રવૃત્તિત્વ હોવાથી અને ત્યાં સાધ્ય ન હોવાથી વ્યભિચાર છે જ. તેના નિવારણ માટે હવંશમાં “સ” આ કાર્યમાં વિશેષણ છે. સત્તાજાતિ (દ્રવ્ય ગુણ અને કર્મમાં રહેનારી)ના અધિકરણ દ્રવ્યાદિને “સતુ' કહેવાય છે. પ્રાગભાવનો ધ્વંસ સત્ (સત્તાવિશિષ્ટ) ન હોવાથી તે “સત્કાર્ય નથી તેથી ધ્વંસત્વમાં “સત્કાર્યમાત્રવૃત્તિત્વ' હેતુનો અભાવ હોવાથી ત્યાં સાધ્ય ન હોવા છતાં વ્યભિચારદોષ આવતો નથી...ઇત્યાદિ ઉપયોગપૂર્વક સમજી લેવું. /૩૧-રા.
SR No.009262
Book TitleMuktivad
Original Sutra AuthorN/A
AuthorGadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
PublisherShrutbhuvan Sansodhan Kendra
Publication Year2015
Total Pages285
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy