SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ मुक्तिद्वात्रिंशिका १७३ सदिति । असुखस्य-दुःखस्य यः प्रागभावस्तदनाधारो महाप्रलयस्तत्र गच्छति यो ध्वंसो दु:खीयस्तत्प्रतियोगिनि दु:खं वृत्तिमदिति साध्यं । वृत्तिमदित्युक्तौ सिद्धसाधनं, दुःखत्वस्य दुःखे विद्यमानत्वात् । प्रतियोगिवृत्तित्वोक्तावपि दुःखात्यन्ताभावप्रतियोगिवृत्तित्वेन, तद्ध्वंसेत्याधुक्तावपि दुःखध्वंसाङ्गीकारात्तदेव । प्रागभावानाधारवृत्तित्वस्य ध्वंसविशेषणत्वे दृष्टान्तासिद्धिः, प्रदीपावयवानां प्रदीपप्रागभावाधारत्वात्तदर्थं दुःखेत्यादि, प्रदीपावयवास्तु दुःखप्रागभावनाधारभूता इति दृष्टान्तसङ्गतिः । दु:खानधिकरणेत्यादिकरणे खण्डप्रलयेनार्थान्तरता स्यादिति दुःखप्रागभावनिवेशः । सत्कार्यमात्रवृत्तित्वादिति हेतुः । वृत्तित्वमात्मत्वे व्यभिचारि, कार्यवृत्तित्वमनन्तत्वे, ध्वंसाप्रतियोगित्वरूपस्य तस्याऽकार्ये તાદેશ (આત્મકાલાન્યગગનાદિવૃત્તિ ધ્વસના પ્રતિયોગીમાં અવૃત્તિ) દુઃખત્વ – “દુઃખના પ્રાગભાવના અનધારમાં વૃત્તિ એવા ધ્વસના પ્રતિયોગીમાં વૃત્તિ છે. કારણ કે તેવું દુઃખત્વ સત્કાર્યમાત્રમાં વૃત્તિ છે.” - આ પ્રમાણે બીજા શ્લોકનો અક્ષરાર્થ છે. જેનો આશય સ્પષ્ટ કરતાં ટીકામાં ફરમાવ્યું છે કે - અસુખ એટલે દુ:ખ, તેનો જે પ્રાગભાવ, તેનો અનાધાર(અનધિકરણ) મહાપ્રલયકાળ, એમાં રહેનારો જે ધ્વસ તે દુઃખનો ધ્વંસ, તેના પ્રતિયોગી એવા દુઃખમાં દુઃખત્વ (તાદેશ દુઃખત્વ) વૃત્તિ હોવાથી તાદશદુઃખત્વમાં દુઃખપ્રાગભાવાનાધારવૃત્તિāસપ્રતિયોગિનિરૂપિત વૃત્તિતા(સાધ્ય) છે. વૃત્તિતામાત્રને સાધ્ય માનીએ તો, દુઃખમાં દુઃખત્વ વિદ્યમાન હોવાથી તેને સિદ્ધ કરવામાં સિદ્ધસાધનદોષ પ્રાપ્ત થાય છે. પ્રતિયોગિવૃત્તિત્વ માત્રને સાધ્ય માનીએ તોપણ સિદ્ધસાધન આવે છે. કારણ કે દુઃખના અત્યંતાભાવના પ્રતિયોગી દુઃખનિરૂપિત વૃત્તિતા દુઃખત્વમાં છે જ. ધ્વંસપ્રતિયોગિવૃત્તિત્વને સાધ્યરૂપે માનવામાં આવે તોપણ સિદ્ધસાધન દોષ આવે છે. કારણ કે પ્રતિપક્ષી (મોક્ષ ન માનનારા) દુઃખધ્વસને સ્વીકારતા હોવાથી તત્વતિયોગિદુઃખનિરૂપિતવૃત્તિતા તાદેશ દુઃખત્વમાં(પક્ષમાં) સિદ્ધ જ છે. સાધ્યઘટક ધ્વંસના વિશેષણ તરીકે માત્ર પ્રાગભાવાનાધારવૃત્તિત્વનો નિવેશ કરવામાં આવે અર્થાત્ પ્રાગભાવાનાધારવૃત્તિ-ધ્વંસપ્રતિયોગિવૃત્તિત્વને સાધ્ય તરીકે માનવામાં આવે તો ત્રીજા શ્લોકમાં જણાવેલા દીપ– સ્વરૂપ દૃષ્ટાંતમાં અસિદ્ધિ આવે છે. અર્થાત્ દૃષ્ટાંત તરીકે દીપત્વને માની શકાશે નહિ. કારણ કે દીપધ્વસના અધિકરણ પ્રદીપના અવયવોમાં પ્રદીપનો પ્રાગભાવ હોવાથી ‘દીપત્વમાં દીપપ્રાગભાવના આધારભૂત દીપાવયવવૃત્તિ દીપāસપ્રતિયોગિદીપનિરૂપિત વૃત્તિત્વ છે. પ્રાગભાવના અનાધારભૂતવૃત્તિāસપ્રતિયોગિવૃત્તિત્વ નથી. તેથી દૃષ્ટાંત દીપત્રમાં સાધ્યસિદ્ધિ ન હોવાથી દૃષ્ટાંતાસિદ્ધિ આવે છે. તેના નિવારણ માટે કુદવBIRTHવ....ઇત્યાદિનો નિવેશ છે. પ્રદીપના અવયવો દુ:ખપ્રાગભાવના અનાધાર હોવાથી દષ્ટાંત સંગત છે. યદ્યપિ દષ્ટાંતાસિદ્ધિના નિવારણ માટે દુ:ખપ્રાગભાવના સ્થાને માત્ર દુ:ખનો નિવેશ કરવાથી પણ ચાલે એવું છે. કારણ કે દુઃખના અનાધાર જ પ્રદીપના અવયવો છે. પરંતુ તેથી મહાપ્રલયના બદલે ખંડપ્રલયની સિદ્ધિ થવાથી અર્થાતરદોષની પ્રાપ્તિ થાય છે. આશય એ છે કે અહીં મોક્ષની સિદ્ધિ માટે ઉપર જણાવેલા અનુમાનનો ઉપન્યાસ કર્યો છે. એ અનુમાનથી દુ:ખપ્રાગભાવના અનાધાર
SR No.009262
Book TitleMuktivad
Original Sutra AuthorN/A
AuthorGadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
PublisherShrutbhuvan Sansodhan Kendra
Publication Year2015
Total Pages285
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy