SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ मुक्तिद्वात्रिंशिका (१) अनन्तरं कवलभोजित्वेऽपि कृतार्थत्वं केवलिनो व्यवस्थापितम् । सर्वथा कृतार्थत्वं चास्य मुक्तौ व्यवतिष्ठत इति बहुविप्रतिपत्तिनिरासेन मुक्तिरत्र व्यवस्थाप्यते दुःखध्वंसः परो मुक्ति-र्मानं दुःखत्वमत्र च । आत्मकालान्यगध्वंस-प्रतियोगिन्यवृत्तिमत् ॥१॥ दुःखध्वंस इति । परो दुःखध्वंसो मुक्तिः । परत्वं च समानकालीनसमानाधिकरणदुःखप्रागभावासमानदेशत्वं वर्धमानग्रन्थे श्रूयते । तत्र च यद्यत्स्वसमानकालीनस्वसमानाधिकरणदुःखप्रागभावसमानदेशमिदानीन्तनदुःखध्वंसादि तत्तद्भेदो निवेश्यः । अन्यथा चरमदुःखध्वंसमानकालीनसमानाधिकरणदुःखप्रागभावाप्रसिद्धेः । वस्तुतः समानाधिकरणदुःखप्रागभावासमानकालीनदुःखध्वंसो मुक्तिरित्येकं लक्षणम्, अपरं च समानकालीनदुःखप्रागभावासमानाधिकरणो दुःखध्वंस इति लक्षणद्वये तात्पर्यम् । तेन (૧) આ પૂર્વે ત્રીસમી બત્રીશીમાં શ્રી કેવલીપરમાત્માના કવલાહારથી પણ તેઓશ્રીમાં કૃતાર્થપણું સંગત છે – એ જણાવ્યું. સર્વથા કૃતાર્થત્વ તો મુક્તિમાં વ્યવસ્થિત છે. તેથી મુક્તિના વિષયમાં જે અનેક વિપ્રતિપત્તિઓ છે, તેનું નિરાકરણ કરવા વડે હવે મુક્તિનું વ્યવસ્થાપન કરે છે “અત્યંત દુઃખધ્વસ મુક્તિ છે, એમાં પ્રમાણ એ છે કે – આત્મા અને કાલથી ભિન્નમાં રહેનારા ધ્વંસના પ્રતિયોગીમાં નહિ રહેનાર દુઃખત્વ (આ પક્ષ છે.)” – આ પ્રમાણે પ્રથમ શ્લોકનો અક્ષરાર્થ છે. સાધ્ય અને હેતુ વગેરેનું વર્ણન આગળના શ્લોકથી કરાશે. આશય એ છે કે–પર(અત્યંત) દુઃખધ્વંસ મુક્તિ છે. દુઃખનો ધ્વંસ તો દરેક આત્મામાં હોવાથી દરેકમાં મુક્તત્વ માનવાનો પ્રસંગ આવતો હોવાથી તેના નિવારણ માટે દુ:ખધ્વંસમાં પરત્વ વિશેષણનો નિવેશ છે. દરેક આત્મામાં પરદુ:ખધ્વંસ ન હોવાથી તેમાં મુક્તત્વ માનવાનો પ્રસંગ નહિ આવે. જે આત્મામાં દુ:ખનો ધ્વંસ થયા પછી ક્યારે પણ તે આત્મામાં દુઃખની ઉત્પત્તિ થવાની ન હોય, તો તે આત્મામાં રહેલા દુ:ખધ્વંસને પર દુ:ખધ્વંસ કહેવાય છે. આપણા આત્મામાં દુ:ખધ્વંસ હોવા છતાં દુ:ખની ઉત્પત્તિ થતી હોવાથી એ(દુ:ખધ્વસ) પર નથી. મુક્તાત્માઓમાં દુ:ખની ઉત્પત્તિ થતી ન હોવાથી તેમનામાં પર દુઃખધ્વંસ છે. ન્યાયની પરિભાષામાં દુઃખધ્વંસના પરત્વનું વર્ણન કરતી વખતે વર્ધમાન ઉપાધ્યાયે પ્રકાશટીકામાં જણાવ્યું છે કે “સ્વસમાનકાલીન સ્વસમાનાધિકરણ (પોતાના કાલમાં રહેનાર અને પોતાના અધિકરણમાં રહેનાર) જે દુ:ખપ્રાગભાવ છે તેના અસમાન દેશમાં રહેનાર દુઃખધ્વંસને પરદુ:ખધ્વંસ કહેવાય છે. અર્થાત્ દુ:ખધ્વસમાં તાદેશ(સ્વસમાનકાલીન સ્વસમાનાધિકરણ દુઃખપ્રાગભાવ) અસમાન દેશવસ્વરૂપ પરત્વ છે. જેમ જેમ દુઃખ ભોગવાતું જાય તેમ તેમ દુ:ખનો ધ્વંસ થતો જાય છે. એ વખતે ભવિષ્યમાં આવનારા દુઃખનો પ્રાગભાવ પણ હોય છે. આપણા સૌના
SR No.009262
Book TitleMuktivad
Original Sutra AuthorN/A
AuthorGadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
PublisherShrutbhuvan Sansodhan Kendra
Publication Year2015
Total Pages285
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy