SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ न्यायालोकः १५५ तथोद्देशेन तत्र न प्रवृत्तिरेवेति चेत् ? न, इच्छामात्रेणानुभवानपवादात् ।। (२१) एतेन चरमदुःखानुभवेऽनागतदुःखध्वंसोऽपि विषयस्तथाऽग्रिमक्षणे तद्ध्वंसस्तद्विषयकं च विनश्यदवस्थं ज्ञानमस्तीति वर्तमानोऽप्यचिरमनुभूयते इति निरस्तम्, तथावेद्यताया मूर्छाद्यवस्थायामपि सम्भवात् । तस्मात् 'दुःखं मा भूदि'तीच्छायां दुःखकारणध्वंसो विषयः । तथा च सुखेच्छाधीनया दुःखद्वेषाधीनतत्साधनकर्मद्वेषाधीनया वा कर्मक्षयेच्छया मुमुक्षुप्रवृत्तिरुपपद्यते इति मन्तव्यम् । प्रायश्चित्तस्थले तु द्वेषयोनिरेवोक्तोद्देशेन प्रवृत्तिः । अत एव प्रवृत्तिद्वैविध्यमुपपद्यते इति न किञ्चिदनुपपन्नम् । (२२) यत्तु 'अशरीरं वावसन्तं प्रियाप्रिये न स्पृशतः' इति श्रुतेः मुक्तौ અનુભવના બલથી સિદ્ધ થતી વસ્તુનો પોતાની ઇચ્છામાત્રથી અપલોપ થઈ ના શકે. દુઃખાભાવ ક્ષણભર વેદ્ય છે-ચિંતામણિકાર (૨૧) તેન૦ | ગંગેશ ઉપાધ્યાયનું એવું કથન છે કે–ચરમ દુઃખનો અનુભવ થાય ત્યારે અનાગત =અનન્તર ક્ષણમાં થનાર દુ:ખધ્વંસ પણ તે અનુભવનો વિષય થાય છે. તેમ જ આગળની ક્ષણે =બીજી ક્ષણે ચરમ દુ:ખનો ધ્વંસ થાય છે અને તે જ ક્ષણે ચરમદુઃખધ્વંસવિષયક જ્ઞાન નાશ પામતી અવસ્થામાં હોય છે. આથી મોક્ષમાં વિદ્યમાન એવો પણ દુ:ખધ્વસ એક ક્ષણ માટે અનુભવાય છે. અર્થાત મોક્ષકાલમાં દુઃખાભાવની અનુભૂતિ નથી જ થતી-એવું નથી. મોક્ષમાં પણ દુ:ખાભાવની અનુભૂતિ અવશ્ય થાય છે, પરંતુ તે સમયે દુઃખાભાવને અનુભવવાનાં સાધનો ક્ષણિક હોવાથી ક્ષણવાર માટે જ તે દુ:ખાભાવ વેદાય છે. આથી ક્ષણ વાર માટે પણ આત્મત્તિક દુ:ખાભાવની અનુભૂતિ કરવાના લોભથી અત્યન્ત દુઃખનિવૃત્તિસ્વરૂપ મોક્ષ માટે મનુષ્યની પ્રવૃત્તિ થઈ શકે છે. તથાવે | પરંતુ તત્ત્વચિંતામણિકારની ઉપરોક્ત બાબત અસંગત હોવાનું કારણ બતાવતાં શ્રીમદ્જી એમ કહે છે કે દુઃખાભાવનો ક્ષણિક અનુભવ તો મૂચ્છ અવસ્થામાં પણ સંભવિત છે. આથી મોક્ષ માટેના મહાન પ્રયાસની સાર્થકતા જો દુઃખાભાવના ક્ષણિક અનુભવમાં જ માન્ય હોય તો તે તો મૂછના સમયે પણ શક્ય છે. આ પરિસ્થિતિમાં બનશે એવું કે મહાન =ઘણા પરિશ્રમથી સાધ્ય મોક્ષ માટે પ્રયત્નશીલ થવાને બદલે સ્વલ્પ પરિશ્રમથી સાધ્ય મચ્છઅવસ્થા માટે જ માણસ પ્રવૃત્તિ કરશે. માટે ‘દુર્વ માં મૂત” એવી કામનાનો વિષય દુઃખસાધનધ્વસ માનવો પડશે. દુઃખપદની દુઃખસાધન અર્થમાં લક્ષણા કરીને મા પદનો અર્થ ધ્વસ માન્ય કરવાથી ઉપરોક્ત અર્થ પ્રાપ્ય છે. આથી મુમુક્ષુ સુખેચ્છાધીન કર્મક્ષય ઇચ્છાથી અથવા દુ:ખેષમૂલક એવા દુઃખસાધનીભૂત કર્મ ઉપરના દ્વેષથી પ્રયુક્ત કર્મક્ષયવિષયક ઇચ્છાથી યોગસાધનામાં પ્રવૃત્તિ કરી શકશે આવું માનવું ઉચિત છે. પ્રાયશ્ચિત્તસ્થલે તો દુ:ખષમૂલક જ દુઃખ ન થાવ એવા ઉદ્દેશથી પ્રવૃત્તિ થાય છે. માટે જ સુખેચ્છામૂલક અને દુઃખદ્વેષહેતુક એમ બે પ્રકારની પ્રવૃત્તિ પણ સંગત થઈ જશે. તેથી કોઈ અસંગતિ નથી. વાક્યભેદ આપત્તિનો પરિહાર (૨૨) નૈયાયિક :- યgo | ‘શરીર વીવસન્ત પ્રિયપ્રિયે ને પૃશતઃ' અર્થાત્ શરીરહીન
SR No.009262
Book TitleMuktivad
Original Sutra AuthorN/A
AuthorGadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
PublisherShrutbhuvan Sansodhan Kendra
Publication Year2015
Total Pages285
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy