SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ न्यायालोकः १४९ कृत्यसाध्यत्वाच्च । न चाविद्यानिवृत्तिरेव पुरुषार्थः, अविद्याया असत्त्वेन नित्यनिवृत्तत्वात्, अनिर्वचनीयतायाश्चाऽनिर्वचनीयत्वादिति ।। (१७) अत्रोच्यते - कृतत्स्नकर्मक्षय एव मुक्तिः , तस्यैवानेकान्तभावनाजनिततत्त्वज्ञानोपबृंहितशैलेशीकरणरूपप्रयत्नसाध्यत्वात् । न च भोगादेव कर्मक्षयः तत्त्वज्ञानादपि कायव्यूहद्वारा तत्तच्छरीरोपभोग्य-कर्मोपभोगेनैवादृष्टक्षयाभ्युपगमादिति वाच्यम् । दृष्टविपरीतकल्पनप्रसङ्गात्, मनुजादिशरीरसत्त्वे शूकरादिशरीरानुत्पत्तेः भोगतत्त्वज्ञानादीनामेकशक्तिमत्त्वेन कर्मनाशकत्वौचित्यात् । उपभोगादेव कर्मक्षयेऽपरकर्मनिमित्तव्यापारात् प्रचुरतरकर्मार्जनेऽनिर्मोक्षप्रसङ्गाच्च । तत्त्वज्ञानस्य त्वागामि નિવૃત્તિ ન હોવાથી સંસારીને મુક્ત કહેવાની આપત્તિ પણ નહીં આવે–તો આ વાત બરાબર નથી, કારણ કે અવિદ્યા પરમાર્થથી અસતું હોવાથી શશવિષાણની જેમ નિત્ય નિવૃત્ત છે. તેથી ન તો અવિદ્યાનિવૃત્તિ પુરુષપ્રયત્નથી સાધ્ય બનશે કે ન તો મુક્તિસ્વરૂપ બનશે. જે વાસ્તવિક હોય તેની નિવૃત્તિ માટે પ્રયત્ન કરવાનો હોય. અવિદ્યા તો કલ્પિત છે. તેથી તેની નિવૃત્તિ પ્રયત્નસાધ્ય કેવી રીતે બને? અવિદ્યા સત્ પણ નથી અને અસતું પણ નથી પરંતુ અનિર્વચનીય છે. આ વેદાન્તીની માન્યતા પણ નિર્મુલ છે, કારણ કે અનિર્વચનીયતાની વ્યાખ્યા થવી જ મુશ્કેલ છે. અવિદ્યાગત અનિર્વચનીયતા પણ અનિર્વચનીય હોવાથી કેવા સ્વરૂપે અવિદ્યાની નિવૃત્તિ થવી ? એ અદ્યાવધિ અનિર્ણિત જ છે અને રહેશે. આથી વેદાન્તીસંમત મુક્તિ પણ અસંગત છે–એમ ફલિત થાય છે. | સર્વકર્મક્ષય =મુક્તિ-સ્યાદ્વાદી (૧૭) સ્યાદ્વાદી :- અત્રો | વાસ્તવમાં તો સકલ કર્મનો ક્ષય એ જ મુક્તિ છે. એ જ પરમ પ્રયોજન છે. અનેકાંત ભાવનાથી ઉત્પન્ન થયેલ તત્ત્વજ્ઞાનથી પરિપકવ બનેલ શૈલેશીકરણસ્વરૂપ આત્મપ્રયત્નથી સર્વકર્મક્ષય સાધ્ય હોવાના લીધે તે પરમ પુરુષાર્થ બની શકે છે. ચાર ઘાતિ કર્મનો ક્ષય થવાથી ૧૩મા ગુણસ્થાનકે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયા બાદ જીવનના અંતે શેલેષીકરણ દ્વારા બાકીના ચાર અઘાતિ કર્મોનો નાશ થાય છે. શૈલેશીકરણ એ તત્ત્વજ્ઞાનની પરાકાષ્ઠા સ્વરૂપ છે. તેથી કહી શકાય કે અંતે તત્ત્વજ્ઞાનથી સર્વ કર્મોનો નાશ થાય છે. નૈયાયિક :- ૧ ૨ મો | વાસ્તવમાં ભોગવવાથી જ કર્મનો ક્ષય થાય છે. કર્મોને ભોગવ્યા વિના આત્માને કર્મોથી છુટકારો મળી શકતો નથી. તત્ત્વજ્ઞાનથી પણ જે કર્મક્ષયની વાત શાસ્ત્રમાં આવે છે તેનો અર્થ પણ એવો જ છે કે યોગી તત્ત્વજ્ઞાનના પ્રભાવથી એક સાથે ડુક્કર, ખચ્ચર, મચ્છર વગેરે અનેક શરીરની રચના કરે છે જેને શાસ્ત્રીય પરિભાષામાં કાયવૂહ કહે છે. આ કાયવૂહ દ્વારા ડુક્કર, ખચ્ચર વગેરેના શરીરથી ભોગવી શકાય તેવા કર્મોને જીવ ભોગવે છે. આ રીતે તે તે શરીરયોગ્ય કર્મોને ભોગવીને જ જીવના કર્મોનો નાશ થાય છે. આથી તત્ત્વજ્ઞાન થયા પછી પણ કાવ્યબૃહ દ્વારા બાકીના કર્મોને ભોગવવાથી જ કર્મનો ક્ષય થાય છે–એવું અમે માનીએ છીએ. માટે જ્ઞાનયોગથી કર્મક્ષય અમને મંજૂર નથી.
SR No.009262
Book TitleMuktivad
Original Sutra AuthorN/A
AuthorGadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
PublisherShrutbhuvan Sansodhan Kendra
Publication Year2015
Total Pages285
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy