SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ११२ मुक्तिवादः मुक्तिहेतुत्वप्रतीतेश्च । नाङ्गाङ्गिभावेन, तथा हि-न कर्म सन्निपत्योपकारकम्, तत्त्वज्ञानशरीरानिर्वाहकत्वात् । नापि प्रयाजादिवदारादुपकारकम्, स्ववाक्यत एव कर्मणां प्रयोजनलाभेन फलवत्सन्निधावफलत्वाभावात् । उपपत्तिविरुद्धश्च ज्ञानकर्मसमुच्चयः काम्यनिषिद्धयोरभावात् । नाप्यसङ्कल्पितफलवत्काम्यकर्मसमुच्चयः, चतुर्थाश्रमविधिविरोधात् । अत एव न यावन्नित्यनैमित्तिकसमुच्चयोऽपि ।नापि यत्याश्रमविहितेन कर्मणा, तत्त्वज्ञाने सति गृहस्थस्यापि मुक्तेः। न्यायागतधनस्तत्त्वज्ञाननिष्ठोऽतिथिप्रियः । श्राद्धकृत्सत्यवादी च गृहस्थोऽपि विमुच्यते ॥ इति स्मृतेः । न चाननुगतमपि साधनं, स्वर्गवदपवर्गे प्रकारभेदाभावात् । न चापवर्गार्थिकर्त्तव्यतया कर्माणि विहितानि येन तत्समुच्चयः स्यात् । तस्मात् “संन्यस्य सर्वकर्माणि' इति स्मृतेः सर्वकर्मसंन्यासो ज्ञानमात्राच्च मोक्ष इति । (३०) मैवम् । स्व-स्वाश्रमविहितेन कर्मणा ज्ञानस्य समप्राधान्येन કર્મબોધક વાક્યથી ભિન્ન ફળનું કારણ થાય છે, આ બતાવવામાં આવ્યું છે. અંગાંગીભાવથી પણ કર્મ મુક્તિનું કારણ થતું નથી, કારણ કે – કર્મ, સન્નિપત્ય ઉપકારક (સાથે રહીને કારણે થવાવાળું) નથી. કારણ કે – તે તત્ત્વજ્ઞાનનું સાક્ષાત્ ઉત્પાદક નથી અને પ્રયાજાદિ યાગ સમાન દૂર રહીને સહાયતા કરવાવાળું પણ નથી. કારણ કે કર્મનું કથન કરવાવાળા વાક્યથી જ કર્મના પ્રયોજનનું જ્ઞાન થાય છે. ફળની સન્નિધિ હોવા સાથે સ્વયં સફળ રૂપમાં બોધ નથી થતો અને જ્ઞાનકર્મનો સમુચ્ચય તર્ક વિરુદ્ધ છે, કારણ કે કામ્ય અને નિષિદ્ધ કર્મોનો ત્યાગ કહેવાયો છે, અને ફલેચ્છાથી રહિત કામ્ય કર્મ અને જ્ઞાનનો સમુચ્ચય પણ મુક્તિનું કારણ નથી. કારણ કે ચતુર્થાશ્રમવિધિનો વિરોધ થાય છે. (ચતુર્થાશ્રમમાં બધા કર્મોનો ત્યાગ થાય છે.) તેથી બધા પ્રકારનાં નિત્ય નૈમિતિક કર્મનો સમુચ્ચય તથા યયાશ્રમમાં વિહિત કર્મનો સમુચ્ચય પણ મુક્તિનું કારણ નથી. તત્ત્વજ્ઞાન થવાથી ગૃહસ્થ પણ મુક્ત થાય છે. જેની પાસે ન્યાયમાર્ગથી ધન આવે છે, જે તત્ત્વજ્ઞાની છે,અતિથિનો સત્કાર કરે છે, માતાપિતાનું શ્રાદ્ધ કરે છે, તેવા સત્યવાદી ગૃહસ્થ પણ મુક્ત થાય છે.” આ સ્મૃતિ કહે છે અને અનેક પ્રકારના સાધન નથી થઈ શક્તા. સ્વર્ગની જેમ મોક્ષના પ્રકાર નથી હોતા અને અપવર્ગની ઇચ્છા કરવાવાળાઓને માટે જે કર્તવ્યના રૂપમાં નિર્ધારિત કર્મ છે, તેના જ્ઞાનની સાથે સમુચ્ચય પણ વિહિત નથી. કારણ કે “સન્ની સર્વમળ' આ સ્મૃતિના આધારે સર્વ કર્મોનો ત્યાગ બતાવાયો છે, આથી (કેવળ) જ્ઞાનથી મોક્ષ થાય છે. (૩૦) ઉત્તરપક્ષ –આ સિદ્ધાંત સંપૂર્ણ યોગ્ય નથી. કારણ કે પ્રત્યેક આશ્રમને માટે નિર્ધારિત કર્મની સાથે જ્ઞાનનો સમુચ્ચય અને જ્ઞાન અને કર્મમાં સમાનતા હોવાથી મુક્તિનું કારણ
SR No.009262
Book TitleMuktivad
Original Sutra AuthorN/A
AuthorGadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
PublisherShrutbhuvan Sansodhan Kendra
Publication Year2015
Total Pages285
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy