SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ : : શ્રીમદ્ રાજચંદ્ર જનમભુવન તેઓ બધાની સાથે પૂ. શ્રી ભગવાનલાલભાઈને ભાઈથી પણ અધિક નેહભાવ હતો. શ્રી ગોપાલજીભાઈ સાથે તેમનો પ્રેમ અને સંબંધ અત્યંત નિકટનો હતો. અમારા જમાઈ એ શ્રી જયંતીલાલભાઈ મોતીચંદ ગાંધી "તથા સ્વ. શ્રી નાનાલાલ ખીમચંદ પારેખ તથા શ્રી ધીરજલાલ ગોપાળજી શાહે પણ આ મંદિરમાં શરૂઆતથી હજી સુધી ઘણા ઉમંગથી અમને સાથ આપ્યો છે અને આપી રહ્યા છે. શ્રી ભોગીલાલ પોપટલાલ શાહ, બ્રહ્મચારી ગોવર્ધનદાસભાઈ, પૂ. શ્રી મણિલાલ રણછોડદાસ નારવાળા અને શ્રી મણિલાલભાઈ કલાભાઈ તરફથી પણ પ્રથમથી છેવટ સુધી સહકાર અને સૂચનાઓ મળ્યા | વળી રોજ જન્મભુવન, વવાણિયાના હાલના વ્યવસ્થાપક શ્રી પ્રતાપભાઈ લવજીભાઈ વારા રાજભુવનનાં સર્વ કાર્યોમાં ઘણા પ્રેમથી અને અંતઃકરણની લાગણીથી સેવા આપી રહ્યા છે. e આ રીતે સૌના સાથ અને સહકારથી જન્મભૂમિની સેવા થઈ રહી છે. ખરેખર આ બધું સર્વના ઉલ્લાસ, ભક્તિભાવ અને સતેષનું દ્યોતક છે. સપુરુષોનું યોગબળ જગતનું હંમેશાં કલ્યાણ કરે છે - આપણે તે સૌ નિમિત્તમાત્ર છીએ.
SR No.009258
Book TitleShrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Original Sutra AuthorN/A
AuthorNarottamdas Chunilal Kapadia
PublisherPrafullbhai Bhagwanlal Modi and Others
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy