SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૮૭ wwwwwwwwwww ! તેઓશ્રીએ પરમકૃપાળુ દેવની નાની પ્રતિમા તથા ચાંદીથી મઢેલાં પુસ્તકો આગળથી જ બનાવી રાખ્યાં હતાં. તે પ્રતિષ્ઠા વખતે ત્યાં પધરાવ્યાં હતાં. તેમની પરમકૃપાળુ પ્રત્યેની શ્રદ્ધાનું એ ફળ હતું. તેઓશ્રીનો મારા ઉપર પરમ ઉપકાર છે કારણ કે તેમના સુસંસકારોથી મારા સંસ્કારોમાં દિનપ્રતિદિન વિશેષ દૃઢતા થતી રહી હતી. આ તેમના પરમ ઉપકાર હું કેમ ભૂલું ? તેમને કૅન્સરનું દર્દ થયું હતું. તેથી પીડા સખત હતી, છતાં તેમનામાં ઘણી સ્વસ્થતા હતી. તેમનું લક્ષ એક પરમકૃપાળુ દેવમાં જ રહેતું. તેથી જ તેમણે ખૂબ શાંતિથી દેહ છોડયો હતો. એમના સદ્દગુણો અમને સૌને વારંવાર યાદ આવે છે. એ સદ્દગુણો અમારા જીવનમાં ઊતરો એવી અંતરયામી પ્રભુ પાસે વારંવાર પ્રાર્થના કરું છું', તેથી જ અત્યારે હૃદયમાંથી ઉદગાર નીકળી જાય છે: “વંદન હા આવાં પૂજ્ય મેટાંબાને ! ”
SR No.009258
Book TitleShrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Original Sutra AuthorN/A
AuthorNarottamdas Chunilal Kapadia
PublisherPrafullbhai Bhagwanlal Modi and Others
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy