SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ [ વૈરાગ્યવર્ધા પરંતુ આપ સ્વયમ્ યમરાજ કી દાઢોમેં આયા હુઆ હૈ ઇસકી ચિંતા કુછ ભી નહીં કરતા હૈ યહ બડી મૂર્ખતા હૈ. ૧૨૦. (શ્રી જ્ઞાનાર્ણવ) * હે મિત્ર! તું પણ વસ્તુની અભિલાષારૂપ અતિ વેગવાન નદીનો વહેવરાવ્યો અનાદિકાળથી અનેક જન્મ ધરતો ધરતો અતિ દૂરથી અહીં સુધી આવ્યો છે એ શું તું નથી જાણતો? એ આશારૂપ મહાનદી એટલી અથાહ, ગંભીર અને વેગવાન છે કે તે અન્ય કોઈ પણ ઉપાયથી દુર્લધ્ય છે. માત્ર એક આત્મબોધ વડે જ તું તેને તરી શકે એમ છે. ૧૨૧. (શ્રી આત્માનુશાસન) * કયાંય રોકાઈશ નહીં. વિકલ્પની કાંઈ પણ ખટક રહ્યા કરશે ત્યાં સુધી અંદર નહીં જઈ શકે. હમણાં યુવાની છે માટે રળી લઈએ,એ રહેવા દે બાપુ! મોત માથે નગારા વગાડે છે. પછી કરીશ પછી કરીશ,-એમ રહેવા દે. અંદરમાં કાંઈ પણ વિકલ્પ રહેશે કે આ કરું.... આ કરું... એમ વાયદા કરીશ તો અંદર જઈ શકીશ નહીં. ૧૨૨. (દષ્ટિનાં નિધાન) * એક પોતાના આત્મા સિવાય અન્ય કોઈ વેરી નથી. માટે હે યોગી! જે ભાવથી તે કર્મોનું નિર્માણ કર્યું તે પરભાવને તું મટાડ. ૧૨૩. (શ્રી પાહુડદોહા) * જો કોઈ વાર એક દિવસ ભોજન પ્રાપ્ત થતું નથી કે રાત્રે ઊંઘ આવતી નથી તો જે શરીર નિશ્ચયથી નિકટવર્તી અગ્નિથી સંતપ્ત થયેલાં કમળના પાંદડાની જેમ પ્લાનતા પામે છે તથા જે અસ્ત્ર, રોગ અને જળ આદિ દ્વારા અકસ્માત નાશ પામે છે, તે ભાઈ! તે શરીરના વિષયમાં સ્થિરતાની બુદ્ધિ ક્યાંથી થઈ શકે? અને તેનો નાશ થઈ જાય તેમાં આશ્ચર્ય જ શું છે? અર્થાત્ તેને ન વૈરાગ્યવષ ] તો સ્થિર સમજવું જોઈએ અને ન તે નષ્ટ થતાં કાંઈ આશ્ચર્ય પણ થવું જોઈએ. ૧૨૪. (શ્રી પદ્મનંદિ પંચવિશતિ) * મારું સ્વશરીર પણ જેના (મારા આત્માના) અપકારઉપકારમાં સમર્થ નથી તેના અપકાર-ઉપકાર બીજાઓ કરે છે એમ માનવું મારા માટે વ્યર્થ છે. ૧૨૫. (શ્રી યોગસાર પ્રાભૂત) * હે પ્રાણી! તૂ યહ નિર્ણય કર કિ કૌન તેરા પુત્ર હૈ કૌન તેરી સ્ત્રી હૈ, ઔર કિસકા પરિવાર હૈ. જૈસે મુસાફિર સરાય (ધર્મશાલા) મેં આકર ઇકૐ હો જાતે હૈ ઔર કુછ હી સમયમેં એક-દૂસરે સે બિછુડ જાતે હૈં ઉસી પ્રકાર તુજે ભી ઇન સબસે અવશ્યમેવ બિછુડના હોગા. ૧૨૬. (શ્રી બુધજન-સતસઈ) * જેમ કોઈ પુરુષ નિર્મળ જળની અભિલાષાથી ઊંડો કૂવો ખોદવા લાગ્યો, ખોદતાં-ખોદતાં આગળ શીલા નીકળી, પણ પોતે આરંભેલો આરંભ સિદ્ધ કરવા તે આગળ ને આગળ ખોદવા લાગ્યો; મહા મહેનતે અને ઘણા લાંબા કાળે કંઈક થોડુંક માત્ર જળ મળ્યું તે પણ ખારું, દુર્ગધતા યુક્ત અને કૃમિઓથી ખદબદતું નીકળ્યું; વળી તે પણ તરત સુકાઈ ગયું. કહો હવે તે પુરુષે ઉદ્યમ કરવામાં શું બાકી રાખ્યું હતું? પણ ઉદયની ચેષ્ટા જ દુઃખદાઈ છે. નિશ્ચયથી આ તૃષાતુર મનુષ્યની તૃષા કોઈ પણ કાળે પૂર્ણ થવાની નથી. કારણ ઉદયની ગતિ બળવાન છે. ૧૨૭. (શ્રી આત્માનુશાસન) * અજ્ઞાની જીવકો પરકે દોષ ગ્રહણ કરનેસે હર્ષ હોતા હૈ, મેરે દોષ ગ્રહણ કરકે જિન જીવોંકો હર્ષ હોતા હૈ તો મુઝે યહી લાભ હૈ કિ મૈં ઉનકો સુખકા કારણ હુઆ, ઐસા મનમેં વિચારકર ગુસ્સા છોડો. ૧૨૮. (શ્રી પરમાત્મપ્રકાશ) * હે મૂઢ દુબુદ્ધિ પ્રાણી! તૂ જો કિસી કી શરણ ચાહતા હૈ
SR No.009234
Book TitleVairagya Varsha
Original Sutra AuthorN/A
AuthorJitendra Nagardas Modi
PublisherJitendra Nagardas Modi
Publication Year1995
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy