SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ [ વૈરાગ્યવર્ષા મહા વ્યાકુળતા ઉપજાવે છે. આ માનવભવમાં નિર્ધન છતાં પણ તું નાના પ્રકારના ભોગનો અભિલાષી થયો થકો કામથી પૂર્ણ જે સ્ત્રી તેના મંદ મંદ હાસ્ય, તીક્ષ્ણ કટાક્ષ અને કામના તીવ્ર બાણથી વિંધાયો થકો બરફથી બળી ગયેલાં વૃક્ષ જેવી દશાને પ્રાપ્ત થયો છે એ જ મહા દુ:ખને તો તું વિચાર? ૮૮. (શ્રી આત્માનુશાસન) * જ્યાં પ્રાણી વારંવાર અનેક પ્રકારની અવસ્થાઓરૂપ વેશોની ભિન્નતાથી નટસમાન આચરણ કરે છે એવા તે સંસારમાં જો ઇષ્ટનો સંયોગ થાય છે તો વિયોગ તેનો અવશ્ય થવો જોઈએ; જો જન્મ છે તો મૃત્યુ પણ અવશ્ય હોવું જોઈએઃ જો સંપત્તિ છે તો વિપત્તિ પણ અવશ્ય હોવી જોઈએ તથા જો સુખ છે તો દુઃખ પણ અવશ્ય હોવું જોઈએ. તેથી સજ્જન મનુષ્યે ઇષ્ટ સંયોગાદિ થતાં તો હર્ષ અને ઇષ્ટ વિયોગાદિ થતાં શોક પણ ન કરવો જોઈએ. ૮૯. (શ્રી પદ્મનંદિ પંચવિશતિ) * કઠિન પરિશ્રમ કરીને યત્નથી કરવામાં આવેલાં સંસારનાં બધાં કાર્યો, પાણીમાં માટીની પૂતળીની જેમ, ક્ષણભરમાં બિલકુલ નાશ થઈ જાય છે. જ્યારે આમ છે ત્યારે હે મૂર્ખ! ઘણા ખેદની વાત છે કે એ સાંસારિક કાર્યની જ શા માટે પ્રવૃત્તિ કરવામાં આવે છે? બુદ્ધિમાન પ્રાણી ખાલી નિરર્થક પરિશ્રમ કરાવનારા કાર્યમાં ક્યારેય પણ નિશ્ચયથી વ્યાપાર કરતા નથી. ૯૦. (શ્રી તત્ત્વભાવના) * જેમ મુઠ્ઠી વડે આકાશ ઉપર પ્રહાર કરવો નિરર્થક છે, જેમ ચોખાને માટે ફોતરાને ખાંડવા નિરર્થક છે, જેમ તેલને માટે રેતીને પીલવી તે નિરર્થક છે, જેમ ધી માટે જળને વલોવવું તે નિરર્થક છે, કેવળ મહાન ખેદનું કારણ છે. તેમ અશાતાવેદનીયાદિ વૈરાગ્યવર્ધા ] ૨૪ અશુભ કર્મનો ઉદય આવતાં વિલાપ કરવો, રડવું, કલેષિત થવું, દીન વચનો બોલવા નિરર્થક છે,દુઃખ મટાડવાને સમર્થ નથી, પરંતુ વર્તમાનમાં દુઃખ વધારે છે અને ભવિષ્યમાં તિર્યંચગતિ તથા નરક-નિગોદના કારણભૂત તીવ્ર કર્મ બાંધે છે જે અનંતકાળમાં પણ છૂટતાં નથી. ૯૧. (શ્રી ભગવતી આરાધના) * દૂસરેકો ઠગ લૂંગા ઐસા વિચારકર જો કોઈ માયાચારકા ઉપાય કરતે હૈં ઉન લોગોને ઇસલોક તથા પરલોક દોનોંમેં સદા હી અપને આપકો ઠગા હૈ. ૯૨. (શ્રી સારસમુચ્ચય) * અપના હિત હોતા દેખકર સ્વહિત કર હી લેના ચાહિયે, ઇસમેં વિલમ્બન નહીં કરના ચાહિયે. બહતે પાનીમે હાથ ધો લેના ચાહિયે. ક્યોંકિ અવસર પુનઃ પુનઃ પ્રાપ્ત નહીં હોગા. ૯૩. (શ્રી બુધજન-સત્સઈ) * હે ભવ્યજનો! અધિક કહેવાથી શું લાભ? જે ગૃહ, સ્ત્રી, પુત્ર અને જીવનાદિ સર્વ પ્રતાડિત ધજાના વસ્ત્રના છેડા સમાન ચંચળ છે, તેમના વિષયમાં તથા ધન અને મિત્ર આદિના વિષયમાં મોહ છોડીને ધર્મમાં બુદ્ધિ જોડો. ૯૪. (શ્રી પદ્મનંદિ પંચવિંશતિ) * સમુદ્ર વિષે રહેલો વડવાનલ અગ્નિ સમુદ્રના જળને શોષે છે, તેમ સંસાર વિષે માનસિક દુઃખરૂપી ભયંકર વડવાનલ એટલો બધો દુ:ખપ્રદ છે કે તે જીવને પ્રાપ્ત વિષયો પણ સુખે ભોગવવા દેતો નથી અને અપ્રાપ્ત વિષયોની ઝંખનામાં ને ઝંખનામાં સદોદિત બાળ્યા કરે છે અને એ રીતે તેના શાંતભાવરૂપ નિજ-પ્રાણને પ્રતિપળે શોધ્યા કરે છે. ૯૫. (શ્રી આત્માનુશાસન) * જિસ જીવને જિસ તરહસે જબ જહાં જો સુખ-દુઃખ પ્રાપ્ત કરના હોતા હૈ, ઉસ જીવકો ઉસ તરહસે, ઉસ સ્થાનમેં, ઉસ
SR No.009234
Book TitleVairagya Varsha
Original Sutra AuthorN/A
AuthorJitendra Nagardas Modi
PublisherJitendra Nagardas Modi
Publication Year1995
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy