SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ ૧૮ [ વૈરાગ્યવર્ધા નહીં હૈ. ૬૩. (શ્રી સારસમુચ્ચય) * હે જીવ! જે પાપનો ઉદય જીવોને દુઃખ આપીને, શીવ્ર મોક્ષ જવાને યોગ્ય ઉપાયોમાં બુદ્ધિ કરાવે છે તો તે પાપનો ઉદય પણ ભલો છે એમ જ્ઞાનીઓ કહે છે. ૬૪. (શ્રી પરમાત્મપ્રકાશ) * જો સૌથી પ્રથમ સંસારના ભયથી મોક્ષસુખમાં દઢ રુચિ ઉત્પન્ન થાય છે તો તે (મોક્ષસુખની) પ્રાપ્તિનો સહેલો ઉપાય છે. ૬૫. (શ્રી તત્ત્વજ્ઞાન-તરંગિણી) * મનુષ્ય મરણ પામેલાં જીવોના વિષયમાં સાંભળે છે તથા વર્તમાનમાં તે મરણ પામનાર ઘણા જીવોને સ્વયં દેખે પણ છે; તોપણ તે કેવળ મોહના કારણે પોતાને અતિશય સ્થિર માને છે. તેથી વૃદ્ધત્વને પ્રાપ્ત થવા છતાં પણ તે ઘણું કરીને ધર્મની અભિલાષા કરતો નથી અને તેથી જ પોતાને નિરંતર પુત્રાદિરૂપ બંધનોથી અત્યંતપણે બાંધે છે. ૬૬. (શ્રી પદ્મનંદિ પંચવિશતિ) કે મનુષ્યપણું, આપ્ત ઉપદિષ્ટીત શ્રુતધર્મનું શ્રવણ, તે પ્રત્યે શ્રદ્ધા, અને અંતમાં સંયમને વિષે બળ-પરાક્રમનું ખર્ચવું એ ઉત્તરોત્તર અતિ અતિ દુર્લભ છે,એમ જાણી ઉપરોક્ત ચાર પરમ મંગલમાંથી મળેલ મનુષ્યપણાને બાકીના ત્રણ પરમ મંગલથી અલંકૃત કરો, શોભાવો!” રાજપદ તો શું પણ તેથીએ ઉત્કૃષ્ટ અનુપમ લક્ષ્મીના હેતુભૂત ધર્મને પ્રાપ્ત કરવાની આ દુર્લભ મોસમમાં કુસકા (વિનાશી વિભૂતિ) લેવા ભણી દોડી વ્યર્થ કાળ વ્યય કરવો એ સુબુદ્ધિમાનને યોગ્ય નથી. રાજ્યાદિ વિનાશી ચપળ વિભૂતિ તો ધર્મ માર્ગે પ્રયાણ કરતાં વચ્ચે વચ્ચે સહેજે આવી મળશે. એ તરફની અતિ ઘેલી આતુરતા છોડો. ૬૭. (શ્રી આત્માનુશાસન) વૈરાગ્યવષ ] કે શરીરના એક એક તસુમાં ૯૬-૯૬ રોગ છે, એ શરીર ક્ષણમાં દગો દેશે, ક્ષણમાં છૂટી જશે. કાંઈક સગવડતા હોય ત્યાં ઘુસી જાય છે, પણ ભાઈ! તારે ક્યાં જવું છે ત્યાં કોનો મેહમાન થઈશ? કોણ તારું ઓળખીતું હશે? એનો વિચાર કરીને તારું તો કાંઈક કરી લે? શરીર સારું હોય ત્યાં સુધી આંખ ઉઘડે નહિ ને ક્ષણમાં દેહ છૂટતાં અજાણ્યા સ્થાને હાલ્યો જઈશ! નાની નાની ઉંમરના પણ ચાલ્યા જાય છે. માટે તારું કાંઈક કરી લે. શાસ્ત્રમાં કહ્યું છે કે વૃદ્ધાવસ્થા જયાં સુધી ન આવે, શરીરમાં વ્યાધિ જયાં સુધી ન આવે અને ઇન્દ્રિયો જ્યાં સુધી ઢીલી ન પડે ત્યાં સુધીમાં આત્મહિત કરી લેજે. ૬૮, | (દેહિનાં નિધાન) * સમસ્ત લોકનો સાર નિઃસાર છે એમ સમજીને તથા સંસાર અનંત અપાર છે એમ જાણીને, લોકના અગ્ર શિખર ઉપર નિવાસ કરવો એ જ સુખકારક અને નિરુપદ્રવ છે, તેમ પ્રમાદ છોડીને ચિંતન કરો અર્થાતુ મોક્ષસ્થાન જ આ લોકમાં સાર તથા પૂર્ણ નિરુપમ સુખનું સ્થાન છે એમ સમજીને તેની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ. ૬૯. (શ્રી મૂલાચાર, લોકાનપેલા) હે ભવ્ય! યદિ તુજે અપના અપકાર કરનેવાલેકે ઉપર ક્રોધ આતા હૈ તો તૂ ઇસ ક્રોધકે ઉપર થી ક્રોધ કર્યો નહીં કરતા? કારણ કે વહ તો તેરા સબસે અધિક અપકાર કરનેવાલા હૈ. વહ તેરે ધર્મ અર્થ ઔર કામરૂપ ત્રિવર્ગકો મોક્ષ પુરુષાર્થકો ઔર યહાઁ તક કિ તેરે જીવિતકો ભી નષ્ટ કરનેવાલા હૈ. ફિર ભલા ઇસસે અધિક અપકારી ઓર દૂસરા કૌન હો સકતા હૈ? કોઈ નહીં. 0. (શ્રી સુભાષિતરત્નસંદોહ) * ઇસ લોકમેં ગૃહ, ચંદ્ર, સૂર્ય, તારે તથા છહ ઋતુ આદિ
SR No.009234
Book TitleVairagya Varsha
Original Sutra AuthorN/A
AuthorJitendra Nagardas Modi
PublisherJitendra Nagardas Modi
Publication Year1995
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy