SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તિ બનાવે ભગવાન સાધનામાં સફળ થવાની માસ્ટર કી છે દેવ, ગુરૂ અને ધર્મ પ્રત્યેની અતૂટ ભક્તિ...! હૈયામાં જ્યારે ભક્તિ પ્રવેશે છે ત્યારે સારાયે જગત પ્રત્યેની આસક્તિને અંતરમાંથી અલવિદા થયે જ છૂટકો... ! માનવજીવનમાં મળેલી તમામ શક્તિનો ઉપયોગ જો સભક્તિમાં કરવામાં આવે તો સંસાર-સાગર તરી જવાય તેમાં લેશ શંકાને સ્થાન નથી... ! અરિહંતદેવની ભક્તિ જીવને દેવાધિદેવ બનાવે છે. ગુરૂદેવની. ભક્તિ ગુણવૈભવના સ્વામી બનાવી દે છે... ધર્મની ભક્તિ મોક્ષધ્યેયને સિદ્ધ કરવામાં સફળ બનાવી દે છે. ચાલો, ભક્તિ કરીને ભગવાન બનવાની સર્વોત્તમ સાધના આજથી જ ચાલુ કરી દઈએ...! જો જો પછી આસક્તિના ભયાનક બંધનો તડ... તડ... કરતાં તૂટયાં જ સમજો...! ભક્તિમાં મનને જોડો અને જગત પ્રત્યેની આસક્તિને તોડો...! ભક્તિ કરવાના ફાયદા... ભક્તિની શક્તિની. કેવી અજોડ અને અભુત તાકાત છે તે જાણવા ચાલો વાંચો આગળ... અરિહંત પરમાત્માના ચરણોમાં ભાવપૂર્વક વંદન નમસ્કાર, ભયાનક સંસારમાંથી ઉગારીને સંયમના દાન આપનાર ગુરૂભગવંતના ચરણોમાં વંદન કરીને...! અરે હા... સારુયે વિશ્વ દોડી રહ્યું છે. કંઈક અભિલાષાઓ અને ઊંચા અરમાનો સાથે... સારીએ સૃષ્ટિની દૃષ્ટિમાં કંઈક મેળવવાની ઝંખના છે... કંઈક પામી જવાની અભિલાષા છે...! અને સર્વે જીવોના જીવનમાં ડોકિયું કરીશું તો ખ્યાલ આવશે. સર્વે શા માટે દોડે છે આ સૃષ્ટિમાં... ? આટલો બધો શ્રમ સર્વે શા માટે કરતા હશે ? સારીચે જિંદગી શા માટે નીચોવી નાખતા હશે ? સારીયે જિંદગી શા માટે નીચોવી નાખતા હશે? પરમાત્મા મહાવીરસ્વામી. આનો જવાબ ખૂબ સુંદર આપે છે... સાથે પાણTI પરમાણવા સર્વે જીવો સુખનાં ઈચ્છુક છે. સુખ માટે જ સર્વેની દોડાદોડી દેખાય છે... સુખ મળી જાય અને દુઃખ ટળી જાય આ સિવાય બીજી શી ૧૫o અભિલાષા હોય આ જીવોની ! દુઃખ તો સ્વપ્નમાંય ન ખપે... અને સુખ ક્ષણમાત્ર પણ જીવનમાંથી વિદાય ન થવું જોઈએ...! આખાએ વિશ્વના જીવોને થવું છે તો સુખી.. દુઃખી તો બનવું જ નથી ખરું ને? પરંતુ... ચાલો આજે શોધ-સંશોધન કરીએ અંતરમાં ઊંડા ઊતરીને કે સુખ ક્યાંથી આવે છે... દુઃખ ક્યાંથી આવે છે ? સુખ દુઃખના મૂળિયાને તપાસીએ. જો મૂળ સુધી ન જવામાં આવે તો લખી. રાખો જીવનમાં સુખ ક્યારેય આવવાનું નથી. અને દુ:ખ જીવનમાંથી ક્યારેય જવાનું નથી...! ચાલો ત્યારે સુખનું મૂળ શોધીએ... અને દુઃખના મૂળને તપાસીએ જ્ઞાની પરમાત્મા જણાવે છે... દુઃખ આવવાનું કારણ છે. ભીતરમાં જામેલા દોષો...! જીવોની દષ્ટિ દુઃખો ઉપર સતત રહેતી હોય છે. પરંતુ તેનાથી સેવાય ગયેલા ક્રોધાદિ દોષો ઉપર પડતી નથી. આજ્ઞાની દુઃખને ખરાબ માને છે. જ્યારે સમજુ... તત્ત્વજ્ઞ પુરષ દોષોને ખરાબ માને છે... દુઃખ માટે રડનારા લોકોનો આ વિશ્વમાં કોઈ તોટો નથી... જ્યારે જીવનમાં જાણતાં - અજાણતાં થઈ ગયેલા દોષોના સેવન માત્રથી રડી પડનારા તો કો'ક વિરલ આત્માઓ જ હોય છે. પ્રભુ મહાવીરસ્વામી દુઃખને ખંખેરવાની વાત નથી કરતા. તું તારા દોષને ખંખેરી નાંખે તેવું વારંવાર કહ્યું છે.. માત્ર કહ્યું જ નથી પરંતુ પ્રભુએ કરીને જગતને બતાવ્યું છે... સંગમદેવના ઉપસર્ગોમાં પ્રભુ જરાય હલ્યા નથી. કારણ દુ:ખથી તેઓ ગભરાતા ન હતા. ગોશાલકે તેજલેશ્યા છોડી છતાં પ્રભુના અંતરમાં પ્રતિભાવ (Reaction) ન હતો કે ન તો કોઈ પગલું (Action) લીધું, પ્રભુ માત્ર સાધનાના માર્ગમાં ધ્યાનસ્થ રહ્યા. એટલે કે જાગૃત રહ્યા હતા...! તમોને દુઃખ નથી ગમતું એ વાત તો સમજાય છે. પરંતુ મારે તમને પૂછવું છે દોષ ગમે છે? ક્રોધ કરવો ગમે છે? માન-સન્માનના ભાવો અંતરમાં ઉછાળા મારે છે? અને માયા કપટ તો ખુશી સાથે આચરો છો. પેલા લોભના પૂરમાં તો હોંશે તણાવો છો... બસ... અનંતજ્ઞાનીની વાત એ છે જીવને દુઃખ નથી ગમતું પરંતુ દુઃખનું -૧૫૮
SR No.009228
Book TitleDrusti
Original Sutra AuthorN/A
AuthorTej Saheb
PublisherTej Saheb
Publication Year
Total Pages97
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size410 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy