SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ હોય, તેને વૈરાગી જીવન જીવી રહ્યો છે તેમ કહી શકાય, વૈરાગી દુઃખથી . નહીં પાપથી ગભરાતો હોય રોગથી નહીં સંસારના રાગથી ભયભીત હોય. એ બીમારીઓથી નહીં બદીઓથી સાવચેત રહેતો હોય. દુઃખોથી વૈરાગી ડરે નહી. કારણ દુઃખ તો તેના વૈરાગ્યના રંગને ઔર મજેઠિયો. બનાવે છે. ઘસાતું જાય ચંદન સુરભિ વધુ ફેલાતી રહે, પિસાતું જાય કેસર અને રંગ અનેરો લાવે, વૈરાગી જીવનનું પણ એવું જ છે, દુ:ખ વૈરાગ્ય જીવનમાં વધુ મજબૂતી લાવે. રાગની દિશા સુવિધા તરફ છે. વૈરાગી દિશા સમાધિ તરફ છે. પદાર્થોમાં રાગીને રાગ જન્મે છે, વૈરાગીને વૈરાગ્ય પ્રગટે છે. સંસારીનો સંસાર ચાલે છે રાગ પર, જ્યારે સંયમીનો સંયમ રહે છે વૈરાગ્ય પર, ધન્ના કેવા વૈરાગી બન્યા હતા. દેહની દરકાર કર્યા વિના સતત સાધનામાં લાગી ગયા હતા, તો જુઓને શાલિભદ્રના વૈરાગ્યનો રંગ કેવો ગજબનો. હતો, પલકારામાં બધું ત્યાગી સાચા સંત બની ગયા હતા. સુખી થવા ઈચ્છતા હો તો વૈરાગી બની જીવતા શીખી જાવ. માલિક બની નહીં, મહેમાન બની જીવન જીવવાનું શરૂ કરો. જુઓ, પછી કેવી મા આવી જાય છે? ૩) અનુરાગી બનીને જીવન જીવો : રાગના સંકજામાંથી બચવાનો શ્રેષ્ઠ માર્ગ છે અનુરાગ. અનુરાગ એટલે સત્ય પ્રત્યેનો અહોભાવ, ધર્મ પ્રત્યેનો પૂજ્યભાવ, ગુરુ પ્રત્યેનો આદરભાવ, અને દેવાધિદેવ પ્રત્યેનો સમર્પણભાવ. જગત આખાનો રાગ ભાંગીને ભુક્કો થઈ જાય છે, અંતરમાં અનુરાગ જાગ્યા બાદ. અનુરાગ એટલે ધર્મ. ધન કરતા વધુ હૈયાને ગમવા લાગે, દુનિયાના રંગરાગ કરતા ગુરુનો સંગ આત્માને પ્રાણ પ્યારો લાગે અને જડ પદાર્થો કરતા. દેવાધિદેવ દિલને વિશેષ વ્હાલા લાગે. અને અનુરાગ થયા પછી ધર્મ કર્યા વિના એનો દિવસ પસાર ન થાય. ગુરુના દર્શન વિના એને ચેન ન પડે. દેવાધિદેવનું સ્મરણ કર્યા વિના એને અધુરપ અનુભવાય. -૧૫૫ પૂછો તમારા આત્માને, ધન ગમે છે કે ધર્મ સાહ્યબી ગમે છે કે સંતો? અનુરાગી હોય તેને ધર્મ અને સંતો વ્હાલા લાગે છે. રાગના ત્યાગનો સરળ અને શ્રેષ્ઠ માર્ગ છે તમારા જીવનમા દેવ-ગુરુ અને ધર્મ પ્રત્યેનો તીવ્ર અનુરાગ જમાવી દો. જુઓ પછી જીવનમાં શાન્તિ-સુખ અને સમાધિ મળે છે કે નહીં? રાગી જીવન પારાવાર જીવ્યા છીએ. વૈરાગી જીવન તમોને કઠિન લાગે છે તો ભલા, આજે દઢ સંકલ્પ કરી અનુરાગી જીવન જીવવાનું ચાલુ કરો. દેવ-ગુરુ ધર્મના અનુરાગી બનશો તો ત્યાગી જીવન જીવવામાં તમોને કોઈ જ તકલીફ નહીં પડે. અનુરાગ બાદ ત્યાગ કરવો નહીં પડે સહજ થઈ જશે. ૪. વીતરાગ જીવન : પ્રત્યેક પરિસ્થિતિમાં ન રાગ, ન દ્વેષ. પ્રત્યેક પ્રસંગમાં ન ગમો, ન અણગમો, પ્રત્યેક હાલમાં ન રુચિ, ન અરુચિ. આજે વીતરાગતાના રાગ દ્વેષ ન કરતા માધ્યસ્થ રહી, માત્ર જ્ઞાતા દષ્ટ ભાવથી સાધનામાં સફળ બની જવું તે વીતરાગતા છે. વૈરાગી જીવનનો પરમ હેતુ પણ વીતરાગતા મેળવવાનો જ છે. તો દેવ, ગુરુ, ધર્મનો અનુરાગ કરવા પાછળનું ઉત્તમ લક્ષ્ય પણ વીતરાગતા પ્રાપ્ત કરવાનો જ છે. બધી નદીઓ સાગરમાં મળે, તેમ બધી સાધનાનું લક્ષ્ય તો વીતરાગતા જ રહેલી છે. વીતરાગ બનવાના લક્ષ્ય વિના કરેલી આરાધના જીવને સફળ બનવા દેતી નથી. તમામ ત્યાગ પાછળનું લક્ષ્ય હોવું જોઈએ વીતરાગની પ્રાપ્તિનું. આજના મંગલ દિને સર્વે દઢ સંકલ્પ કરીએ. રાગી જીવનનો ત્યાગ કરી કમલવત્ વૈરાગી જીવન જીવવાનો અવસર મળે. વૈરાગ્યથી આગળ વધી રગે રગમાં દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે ભારોભાર અનુરાગ જગાડીએ અને પ્રત્યેક સ્થિતિમાં માધ્યસ્થભાવ કેળવી વીતરાગતા પ્રાપ્તિ કરી, અવતારને સફળ બનાવી, સંસારને પેલે પાર પહોંચવામાં સર્વે સફળ બનીએ તે જ મંગલ કામના.
SR No.009228
Book TitleDrusti
Original Sutra AuthorN/A
AuthorTej Saheb
PublisherTej Saheb
Publication Year
Total Pages97
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size410 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy