SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યારે રસ્તામાં ૫૦૦ ચોરો મળી ગયા. ચોરો મુનિ કપિલને પકડીને કહેવા લાગ્યો કે, “હે સાધુ! તને નાચતાં આવડે છે, નૃત્ય કરતાં આવડે છે !' ત્યારે મધુર સ્વરે મુનિ બોલ્યા, “ના ભાઈ, મને નાચતાં કે નૃત્ય કરતાં નથી આવડતું!” “જુઓ, નાચતાં ન આવડે તો વાંધો નહીં પણ તમને ગાતાં આવડે છે ?'' મુનિએ ચોરોને કહ્યું, “હા, મને ગીત ગાતાં આવડે છે.” ત્યારે ચોરો એ કહ્યું, “ચો ચાલો, ગાવાનું ચાલુ કરો.” બસ, મુનિએ ગાવાનું શરૂ કર્યુ “Tધુ સારગ્નિ સંસારમ સુવર્ણ ૩રા” સંસાર અધુવ છે. સંસાર પ્રચુર દુઃખથી ભર્યો છે. દુઃખથી ભરેલાં આ સંસારનું પૂર્ણ વર્ણન જ્યારે કપિલ કેવળીએ ચોરને સંભળાવ્યું, ત્યારે ૫૦૦ ચોર ગદગદિત થઈ ગયા. અને મુનિને કહેવા લાગ્યા કે, “હે મુનિવર, અમે સંસારનાં દુઃખો અને પાપોથી મુક્ત થવા માંગીએ છીએ. આ સંસારથી અમારા હૃદય નિર્વેદ પામ્યા છે. સંયમ લેવાનો સંવેગ જાગ્યો છે. આપ અમને દીક્ષિત બનાવો.” વાહ! કપિલ કેવળીના એક ગીતની તાકાત અને સન્ત તો જુઓ, એક જ ધડાકે ૫૦૦ ચોર દીક્ષિત બનવા તૈયાર થઈ ગયા. મુનિ કપિલ કેવળીએ ૫૦૦ ચોરને સાધુ બનાવ્યા. આજે અમે સો ગીતો તમારી સામે ગાઈએ તોય તમે જાગવા તૈયાર નથી. પેલા ચોર હતા આપણે સજ્જન છીએ એટલે ગીતની અસર ઓછી થતી. હશે ખરુંને ? (૨) આજનું બીજુ સૂત્ર છે - સંબંધો સ્વાર્થથી ભર્યા છે : દુનિયાભરના સંબંધો વચ્ચે સ્વાર્થ ભરેલો હોય છે, છુપાયેલો હોય છે. સ્વાર્થ વિના આજે કોઈ કોઈને પ્રીત કરવા તૈયાર નથી. સ્વાર્થ પૂરો થતાની સાથે જ સંબંધો મૃત્યુ પામે છે. સંસાર દુઃખથી ભર્યો છે અને સંસારના સંબંધો સ્વાર્થથી ભર્યા છે. શેઠને નોકરના સંબંધમાં પૈસાનો સ્વાર્થ છે. વિદ્યાર્થી શિક્ષકના સંબંધમાં ડિગ્રી અને પૈસાનો સ્વાર્થ છે. ટૂંકમાં, સ્વાર્થ ભરેલા સંબંધો લાંબા ચાલતા નથી. માટે સંબંધ બાંધતા પહેલા બહુ જ વિચાર કરજો. કડવા - મીઠા સંબંધો : અંજના પવનજય જોડે કેટલા અરમાનો સાથે પરણી હતી. પ્રથમ -૧૩૦ રાત્રિએ જ પવનજય અંજનાને મૂકીને ભાગી ગયા. ત્યારે અંજનાના હૈયામાં કેવી આઘાતની વીજળી પડી હશે? હૃદય ધ્રુજી ગયું હશે. શો મારો અપરાધ ? શું મેં ગુનો કર્યો ? આવા અનેક તરંગો કરતી રહી. છતાં પૂર્વકૃત કર્મોએ કરેલી ભયંકર સ્થિરતાને હળવાશથી લેવા તે તૈયાર બની હતી. માએ આપેલી શિખામણ “દુ:ખ આવે, ત્યારે અન્યને નિર્દોષ ગણવા અને જાતને દોષિત ગણી લેવી. મેં જ પૂર્વભવમાં કોઈને અંતરાય પાડી હશે. પક્ષીઓના માળા તોડ્યા હશે, કોઈના પ્રેમમાં મેં દીવાલ બનાવી હશે, કોઈને વિખૂટા પાડ્યા હશે. મને મારાં કરેલાં કર્મોની જ સજા મળી રહી છે. હશે, હવે સમભાવમાં ટકવું એ જ મારા માટે હિતાવહ છે.” આવી અંજનાની આગવી સૂઝ, સમજ ને લીધે અંજના બાર વર્ષ સુધી પવનજયની રાહ જોઈને શાંત ભાવે જીવી રહી હતી. પરદેશીરાજા અને સૂર્યકાન્તાના મીઠા સંબંધો પણ કેવા કડવા બની ગયા હતા કે સૂર્યકાન્તા પોતાના જ પતિને ઝેર આપતા અચકાંઈ ના હતી. પેલા શ્રેણિકને દીકરા કોણિક પર દયા આવી અને એને ઉકેડેથી. પાછો મંગાવીને, પ્રેમ લાડ કરી મોટો કર્યો. તેના ફળરૂપે શ્રેણિકને રોજ ૫૦૦ ફટકા ખાવાના દિવસો આવ્યા અને એ પણ કોણિકની આજ્ઞાથી. વાહ સંસાર! તારી લીલાનો કોઈ પાર નથી. જ્યાં પદાર્થને લક્ષમાં રાખીને સંબંધો બંધાય ત્યાં ઉપાધિઓ આવવાની છે. જ્યાં સત્તાને માધ્યમે સંબંધો લંબાય છે, તે સત્તા પરથી ઊતરતાની સાથે સંબંધોમાં ઓટ આવી જાય છે. ટૂંકમાં, જે સંબંધ અકબંધ રહે, ભવોભવ સાથે રહે, તે સંબંધ આત્માને હિતકર્તા છે. ગુરુ સાથેનો સંબંધ સર્વ શ્રેષ્ઠ છે. કારણ ગુરુને કોઈ સ્વાર્થ હોતો નથી. હોય છે તેઓને માત્ર પરમાર્થતા. આવો, જગતના સંબંધોને સંકેલી લઈ, ગુરુદેવ, દેવાધિદેવ અને વીતરાગ ધર્મ સાથે આપણે આપણો સંબંધ બાંધી દઈએ, જેથી અવિશ્વાસનો પ્રશ્ન રહે નહીં. સંબંધ કડવા થવાનો અવસર આવે જ નહીં. રે સ્વાર્થ! -૧૩૮
SR No.009228
Book TitleDrusti
Original Sutra AuthorN/A
AuthorTej Saheb
PublisherTej Saheb
Publication Year
Total Pages97
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size410 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy