SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ અને ખરવાનું ફૂલ માટે નક્કી જ હોય છે. સાગરમાં ભરતી ઓટનો સમય નિયમિત જ હોય છે. જ્યારે આપણા જીવનમાં કંઈ જ નક્કી નહીં. સૂર્યોદય થતા પહેલા અસ્ત થઈ જવું પડે. ખીલે તે પહેલા જીવનમાં ખરવાનો દિવસ આવીને ઊભો રહી જાય. અરે ! સાગરની ભરતી ઓટ કરતાં ય ખતરનાક છે સંસાર સાગરની ભરતી ઓટ. જ્યારે ભરતીનો સમય ઓટમાં અને ઓટનો સમય ભરતીમાં ફરી જાય તે કહેવાય નહીં. જ્યારે દેહ તંદુરસ્તી અને રોગનો ભોગ બની જાય અને કરોડપતિ રાતોરાત રોડપતિ બની જાય તે કાંઈ કહેવાય નહીં. ઘડી પછી શું ઘડાય જાય માટે જ્ઞાની, સંતો-મહંતો જ આત્માને જગાડી ધર્મના કાર્યમાં લગાડે છે. રવિવારીય પ્રવચન શ્રેણીમાં આજના દિવસે ત્રણ વાત તમારી સમક્ષ રજૂ કરવાની છે. તે ત્રણ વાત જીવનને પ્રત્યેક પળે રાહત આપે, દુઃખમાં સહાયક બને અને જીવનની ભ્રમણા ભાંગવામાં રામબાણ ઈલાજ બનાવે. તેવી ત્રણ વાતો આ પ્રમાણે છે. (૧) સંસાર દુઃખથી ભર્યો છે : આજનું પહેલું સૂત્ર છે. અનંત જ્ઞાનીઓનો અનુભવ છે કે સંસાર ગમે તેવો અનુકૂળ કેમ ન હોય તો પણ તે અસાર છે, અશાશ્વત છે, અસ્થિર છે. અસારને સાર બનાવવા મથે તે અજ્ઞાની. અશાશ્વતને શાશ્વત માને તે મિથ્યાત્વી, અસ્થિરને સ્થિર બનાવવાની મથામણ કરે તે બાલ. સાગર મીઠો ન હોય, સંસાર સારો ન હોય, દુર્ગધ વિનાનું લસણ ન હોય તેમ ઉપાધિ વિનાનો સંસાર ન હોય. કોઈને આર્થિક ક્ષેત્રના દુઃખોએ ઘેરો ઘાલ્યો છે તો કોઈને શારીરિક ક્ષેત્રે રોગની પારાવાર પીડાએ સ્થાન લીધું છે અને માનસિક ક્ષેત્રની તો વાત થાય તેવી નથી. આજે માણસ પાસે બધું છે, પણ માનસિક શાંતિ નથી. સાધનોના ઢગલા વચ્ચે તે. અશાંત છે, પરિવાર વચ્ચે ય તેને વ્યથાની આગ છે. રૂપિયાની સીમા નથી, છતાં દુઃખનો કોઈ પાર નથી. આમ કેમ? આજે માણસ બાહ્ય સાધનોના માધ્યમે સુખી જણાય છે. પરંતુ આજના માણસ પાસે અભાવના દુઃખ કરતા સ્વભાવના દુઃખો વધી ગયાં છે. તેને ઘરમાં કોઈની જોડે મેળ ખાતો નથી. તે ગામમાં વ્હાલો થવા દોડશે પણ ઘરના સભ્યો સાથે તો રાહુ- કેતુના ગ્રહ જેવી તેની દશા. હાય! બધાં ક્ષેત્રોમાં અશાંતિ, અસમાધિ સંસારનું ક્ષેત્ર છે જ દુઃખકર છે. વળી જીવો સ્વભાવને લઈ તેને વધુ દુઃખકર બનાવે છે. ચાંદકો છૂકર રહેગા આદમી સ્વર્ગમેં શાસન કરેગા આદમી કિન્તુ દુ:ખ ઈસ બાત કા હૈ દુનિયા મેં આદમી સે દૂર રહેતા હૈ આદમી જીવોને જડ સાથે દોસ્તી છે પણ જીવો સાથે દુશ્મની છે. જીવો સાથે જામતું નથી અને જડ સાધનો વિના એક ક્ષણ ચાલતું નથી. પહેલાના જમાનામાં કેટલી અગવડતાઓ હતી. પાણી ભરવા કૂવે જવાનું, કપડાં ધોવાં તળાવે જવાનું, ઘઉં દળાવવા એક ગાઉ ઊંચકીને જવાનું, રસોઈ જાતે બનાવવાની, લાકડાં લેવાં જંગલમાં જવાનું, ધંધો કરવા ય ચાલીને જવાનું. આ અગવડતાઓ હતી છતાં તેઓ શાંતિથી જીવતા હતા કારણ તેમની ઈચ્છાઓ સિમિત હતી અને ભાવના સીમા રહિત હતી. ૫૦૦ સાધુની ટોળી વિચરે તો ય ગોચરીની કોઈ અગવડતા ન હતી. આજે પાંચ સાધુને ગોચરી માટે કેટલા ઘરે ફરવું પડે. પહેલાં એક ઘરમાં ૩૦ સભ્યોની રસોઈ બનતી, આજે ત્રણની રસોઈ કરતાં ય કંટાળી જતી બહેનો તૈયાર બહારથી મંગાવી ખાઈ લેવાનું પસંદ કરતી હોય, ત્યાં ત્રણ સાધુની ગૌચરીનો ક્યાં મેળ ખાય? સાધુએ દુઃખકર સંસાર છે એટલે દીક્ષા લીધી નથી. સંસાર પાપમય છે એટલે સંસાર છોડી દીક્ષિત જીવન પસંદ કર્યું. સમ્યક્ જીવ દષ્ટિ સંસાર પાપમય છે તે પણ જુએ છે માટે વૈરાગી બનો. વીતરાગે ચીંધેલા માર્ગે શૂરવીર બને તે ચાલી નીકળે છે. ગીત ગાતા આવડે છે? સંસાર દુઃખથી ભર્યો છે. શ્રીમંત હોય કે ગરીબ બધાને માટે સંસાર દુઃખમય અને પાપમય છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૮મા અધ્યયનમાં કપિલ કેવળીની વાત આવે છે. જેઓ કેવળી થયા બાદ જંગલમાં વિચરતા, -૧૩૫ -૧૩૬
SR No.009228
Book TitleDrusti
Original Sutra AuthorN/A
AuthorTej Saheb
PublisherTej Saheb
Publication Year
Total Pages97
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size410 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy