SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ભોંય ભેગી થતાં વાર નહીં લાગે. જીવનના અરમાનો અધૂરા રહેશેમાટે જ પ્રભુએ ભાર દઈ જણાવ્યુ છે કે, તાવ ઘમં સમારે. પ્રભુએ ધર્મ આચરણમાં મૂકવાની વાત કરી છે. ધર્મ યોગને પવિત્ર બનાવે, ધર્મ ઉપયોગને વિશુદ્ધ બનાવે, ધર્મ મળેલા ઉત્તમ આયુષ્યને ઉજજવળ બનાવે. ધર્માત્માનું જીવન એવું હોય છે કે મૃત્યુ પણ તેના માટે મહોત્સવ બને છે. જીવન ધર્મ સંસ્કારથી ભર્યું ભર્યું બની જાય પછી ભલેને જીવન અસંસ્કૃતના કલંકથી કલંકિત હોય, આપણે શું? આપણે આપણું કાર્ય સાધી લીધું પછી શાની ચિંતા ? પરલોકની યાત્રાએ જવામાં તે દુઃખી થતો હોય છે જેણે ધર્મનું ભાતું ભર્યું નથી. પરંતુ જેઓ જ્ઞાન-ધ્યાન-તપ-ત્યાગ-સાધના અને આરાધના કરીને જીવન જીવ્યા છે તેઓ ક્યારેય પરલોક જવા સમયે ગભરાતા નથી. તો યાદ રહે ધર્મ જ આત્માનો આ લોક, પરલોક અને પરલોક સુધારે છે. માટે આપણે આપણા જીવનને અસંસ્કૃત જાણી ધર્મ સંસ્કારમાં આગળ વધીએ તેજ મંગલ કામના. અબ હમ અમર ભયે ન મરેંગે.... મરણને જોવાનું, મરણને જાણવાનું અને મરણને માહાણવાનું કામ પંડિત કરે છે, માટે પંડિત મરણ-શ્રેષ્ઠ મરણ છે. ઘણા ભવોમાં આપણે મરણને આધીન બન્યા હતા પણ મરણને સ્વાધીન ન બનાવ્યું. માટે તે તમામે તમામ મરણ અકામ-બાલ મરણ થયા. અસંખ્યાતી વાર આ જીવ બાલમરણે મર્યો છે. હવે, સજાગ બનો, જ્ઞાનવંતા બનો, પંડિત મરણની યાત્રા આરંભો. તેના માટે શાસ્ત્રમાં સંલેખણાં બતાવી છે. ત્યારબાદ અંત સમયે સંથારો કરી મૃત્યુંજય કરવાનો. આ છે સમાધિ-પંડિત મરણે મરવાની વિધિ. પરેડ નિયમિત કરતા રહે સૈનિક પછી ભલે ને યુદ્ધ ગમે ત્યારે આવી જાય. અભ્યાસ કરતા નિયમિત રહે વિધાર્થી પછી ભલેને અચાનક પરીક્ષા આવી જાય. બસ તેમા રોજ ધર્મ-ધ્યાન કરતા રહે સાધકો પછી ભલેને મૃત્યુ ગમે ત્યારે ત્રાટકે. -૧૧૩ યુદ્ધથી એ ગભરાય જેણે પરેડ કરવામાં આળશ કરી છે. પરીક્ષામાં તાવ તેને ચઢી જાય જેનું આખું વર્ષ રખડવામાં ગયું છે. મૃત્યુ સમયે પસ્તાવો અને રખડવાનો વારો તેને આવે જેણે જિંદગીમાં ધર્મ-ધ્યાન કરવાનું ત્યાગી માત્રા મોજ શોખમાં જ જીવન વિતાવ્યું છે. લખી રાખો, રોગ આવીને ચાલ્યો જાય છે, પરંતુ મૃત્યુ તો આવીને પ્રાણોને લઈને જ જાય છે. માટે મૃત્યુ આવતાં પહેલા મતિને સુધારી લેવાનું કાર્ય કરી લેવું જોઈએ, દવા અને ચરીપાલન કરવાથી રોગ મટી જાય છે. તો મૃત્યુ પહેલાં તેની યથાર્થ તૈયારી કરી લેવાથી મૃત્યુ પણ વેદનારૂપ લાગશે નહિ. પહેલાના મુનિવરો અંત સમય નજીક જાણીને વિપુલગિરિ પર્વત પર જઈને સંથારો કરી સમાધિપૂર્વક મૃત્યુને મહોત્સવમાં ફેરવી લેતા હતા. આજે તમે શહેરી જીવન જીવતા થઈ ગયા એટલે પર્વત પર ફરવાનો વિચાર આવે પણ પર્વત પર સંથારો કરવાનો વિચાર સુધ્ધાં આવતો નથી. હાય! આજના મરણો કાં અકસ્માતમાં, કાં હોસ્પિટલના ખાટલે રીબાતાં રીબાતાં થાય છે, જે પરલોકને બિહામણો બનાવી દે છે. હે પ્રભુ! મારી અંતિમ ઘડીએ મને સંત દર્શન હોજો. સંત વચન-માંગલિક મળજો. હે પ્રભુ, મારા ભાવમાં સ્થિરતા રહેજો. આ જગતની મૂર્છા ન હો, તારું સ્મરણ કરતાં કરતાં મરણ મારું હો છે. આ સિવાય અન્ય કાંઈ ઈચ્છા મારા મનમાં ન રહે તે જ મારી પ્રાર્થના છે. પ્રભુએ ઉત્તરાધ્યયન સૂત્રના પાંચમા અધ્યયનમાં બંને મરણનાં કારણો જણાવ્યાં છે. હિંસા કરી મરણ બગાડી પણ શકાય છે અને અહિંસા સંયમની સાધના વડે મરણ સુધારી પણ શકાય છે. આ કામ પ્રભુએ તમારા પર છોડયું છે. તમે જ તમારા મરણની પસંદગી કરી લો, કેવું મરવું છે પંડિત મરણ કે બાલ મરણ ? અંતમાં, તમે તમારા મૃત્યુને પડકારો. ચું તો જિનકે લીએ લોગ જીયા કરતા હૈ લાભ જીવન કા નહી ફિર ભી જિયા કરતા હૈ મૃત્યુ સે પહેલે મરતે હૈ હજારો લેકિન જિંદગી ઉનકી હૈ જો મરકે જિયા કરતા હૈ નવનિવિજ્ઞા પુરસા, સવે તે કુવરd સંમત - આ જગતના જીવોના -૧૧૪
SR No.009228
Book TitleDrusti
Original Sutra AuthorN/A
AuthorTej Saheb
PublisherTej Saheb
Publication Year
Total Pages97
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size410 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy