SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ અબ હમ અમર ભયે... બાહુબલિના ભાગ્ય માનો કે બદષભપ્રભુએ બ્રાહ્મી-સુંદરી બન્ને બેનડીઓની જોડી દ્વારા બાહુબલિને અહંના ગજરાજ પરથી ઊતરવાનો સંદેશ દીધો. ને ગજરાજ પર આરૂઢ થયેલ બાહુબલિના કર્ણ પર ધ્વનિ સંભળાયો કે “વીરા મારા ગજ થકી નીચે ઊતરો.” બસ આ મીઠા સ્પંદને હૃદયમાં વીજ-ઝબકાર કરાવ્યો અને બાહુબલિ સમજી ગયા નમ્યા વિના નારાયણ ન બનાય. અરે! પગમાં વાગેલ કાંટો જો ચાલવામાં અવરોધક બને છે. આંખમાં પડેલ તણખલું જોવામાં વિઘ્ન રૂપ બને છે. તો ભલા, નાનો પણ અહંકાર, અહં બનવામાં અવરોધક ન બને? અહંનો ત્યાગ કરી બાહુબલિએ નાના ભાઈઓને વંદન નમસ્કાર કરવા એક કદમ ઉઠાવ્યું ને ત્યાં જ બાહુબલિને કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રગટયું. વાહ! નમવાનો ગુણ ભમવાની રમતમાંથી મુક્ત કરે છે. માટે જ ઉત્તરાધ્યયન સૂત્રમાં પ્રભુએ અંતિમ દેશનામાં બહુ જ મહત્ત્વનો ને અગત્યનો ગુણ બતાવ્યો છે વિનય. વિનય વિનાની બધી સાધના અધૂરી રહે છે. ચાલો, વિનયના સથવારે વીતરાગ યાત્રામાં આપણે. આગળ વધીએ.... આયુષ્યના ખેલ અસ્થિર છે. જીવનની ગતિ ક્યારે થંભી જાય તે કહેવાય નહીં. જિંદગી તેરા ક્યા ભરોસા! સૂર્યોદય થાય એટલે સૂર્યાસ્ત થવાનો, ભરતી પછી ઓટ આવવાની, ખીલ્યું પુષ્પ ખરવાનું. બસ, જખ્યા એટલે મરણ આવવાનું જ છે. માટે પ્રભુએ જણાવ્યું કે શાતાનો ઉદય છે ત્યાં સુધી સેવા પમાડવાના કાર્યો કરી લો. ઈન્દ્રિયો મજબૂત છે ત્યાં સુધી સન્માર્ગે વાળી દો, મન છે તો મનના ક્ષેત્રે આગળ વધો. ટૂંકમાં, ઠંડા પહોરે આગળ વધો, નહીંતર તડકામાં હેરાન થશો. બધા સંજોગો સવળા છે ત્યાં સુધી. સાધના કરી લો, નહીંતર વિપરિત સંયોગ સર્જાયા બાદ ધર્મ કરવો કઠિન થશે. સામાન્ય રોગ થાય અને હલી જઈએ છીએ, તો મોટા રોગો આવીને ઊભા રહેશે તો શું હાલ થશે ? નાની ઘટનામાં દુઃખી થઈ જઈએ છીએ તો મોટી ઘટના આવશે તો શા હાલ થશે? આવું કાંઈ બને તે પહેલા તમે તમારા જીવનમાં સહવા તૈયાર બની જાવ કે મોટી ઘટના આવે તો પણ તેને તમે સહી શકો. જીવન અસંસ્કૃત છે, પૂરું થયા પછી સંધાશે નહીં. સાધન તૂટે તો સાંધી શકાય, પરંતુ આયુષ્ય પૂરું થયા પછી તેને સાંધી શકાતું નથી. દિનપ્રતિદિન આયુષ્ય ઘટતું જાય છે અને આત્માનાં પાપો વધતાં જાય છે. આયુષ્ય છે તો આરાધના કરી લો. પ્રમાદ પરિહરી પરમાત્માના માર્ગે સાવધાન બની આગળ વધતા રહો, ઘણાં જીવનોમાં આ જીવે સંસાર અર્થે પાપનાં જ કાર્ય કર્યા છે અને કર્મો બાંધ્યાં છે. હવે, આ ભવે છંદ છોડી મોક્ષની યાત્રા આરંભી દેવાનું ભૂલશો નહીં. કહ્યું છે, મોતની ઘડી સુધી નહીં કરું ધર્મી તો ક્યાં થશે જન્મ... ક્યાં થશે જન્મ.... મૃત્યુ આવે તે પહેલા મતિને સન્મતિ બનાવી દઈએ. વિચાર ને સુવિચારમાં ફેરવવાનું કામ કરી લઈએ. લક્ષ્મીને દાનમાં, શરીરને સેવામાં, મનને મનનમાં, વચનને મૌનમાં ફેરવવાનું કાર્ય કરી લેવામાં જ જીવનું ડહાપણ ગણાશે. આયુષ્યના પાયા પર ઊભેલી જીવનની ઈમારત આયુષ્ય પૂરું થતાં પલકમાં -૧૧૨ કડવું સત્ય કહેવામાં કાયરતા બતાવનારા લોકોને એક વાતે નિરાંત હોય છે કે એમનું કોઈ શબૂ નથી હોતો, પણ એમને એક દુર્ભાગ્ય પણ હોય છે કે એમને સાચો મિત્ર પણ નથી હોતો. 0 0 0 બજારમાંથી લોહી મેળવવું સહેલું છે પરંતુ લાગણી મેળવવી ઘણી મુશ્કેલ છે. -૧૧૧
SR No.009228
Book TitleDrusti
Original Sutra AuthorN/A
AuthorTej Saheb
PublisherTej Saheb
Publication Year
Total Pages97
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size410 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy