SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ "ઈશ્વરે પોતાની મનમોજ માટે દુનિયા બનાવી" એમ માનીએ તો પાયાનો સવાલ પેદા થાય છે કે જે મનમોજીલો હોય, ઈચ્છાને આધીન હોય તેને ઈશ્વર કેમ કહી શકાય? પોતાની મનમોજ માટે લાખો-કરોડોને દુ:ખી બનાવનારને કણાનિધાન કેમ કહી શકાય? ઇચ્છા એ દોષ છે. દોષિત અવસ્થામાં ભગવત્તા-ઈશ્વરત્વ કેવી રીતે પ્રકટી શ? ઈમારે દરેકને પોતપોતાના પાપ, પુષ્પ મુજબ સુખ-દુ:ખ આપ્યાં છે" એમ માનીએ તો ઈશ્વરે શા માટે અમુક માણસોને પુષ્પ કરવાની બુદ્ધિ આપી અને અમુકને પાપ કરવાની દુર્બુદ્ધિ શા માટે આપી? પહેલાં ગુનો-અપરાધ કરવાની પ્રેરણા આપવી અથવા તો ગુર્રા કરતાં રોકા નહિ અને પછી અંતે એ ગુના માટે સજ કરવી-આમાં કઈ જાતના ઈંકારી ન્યાય છે? “ઈશ્વરે સૃષ્ટિનું સર્જન કર્યું" એમ માનવાથી આવાં અનેક પ્રશ્નોના ગૂંચવાડામાં ગૂંચવાઈ જવાય છે. આથી સર્વોત્તમ આ જ છે કે સૃષ્ટિને અનાદિ માની લઈએ. આખર કોઈને કોઈ તત્ત્વને અનાદિ તો માનવું પડે છે... તો પછી શા માટે વિશ્વને જ અનાદિ નહીં માનવું? જેથી સવાર્તાની પરંપરા નો ઉભી ના થાય? આ સાર્થોસાથ એમ પણ ના માની શકાય કે “આ દુનિયાના પ્રાણીઓ ઈશ્વરના જ પ્રતિબિંબ છે. તેનાંજ બધાં અંશો છે." આ માન્યતા સ્વીકારીએ તો એકજ ઈશ્વરના મુક્ત થવાની સાથે જ તમામ પ્રાણીઓ પણ મુક્ત બની જાય. તો તો કોઈને પણ વ્યક્તિગત મુક્તિ માટે કશી સાધના કરવાની જરૂર જ ન રહે. આ સૃષ્ટિમાં જીવતાં નાનાં-મોટાં, સૂક્ષ્મ-સ્થૂળ તમામ પ્રાણીઓ પોતાતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાર્વ છે. દરેક પ્રાણી જીવનો આત્મા સ્વતંત્ર છે. દરેકનું પોતાનું આગવું અસ્તિત્વ છે. મુક્ત બનવા માટે દરેક પોતપોતાનો વ્યક્તિગત પુરુષાર્થ કરવો પડે છે. ધર્મ વ્યક્તિગત છે. "ધો અપ્પસખિઓ" - Religion is always individual. મુક્તિ અને બંધન દરેકના પોતપોતાના હોય છે. સુખ-દુ:ખની અનુભૂતિ અને અનુભવ પણ દરેકના અલગ અલગ અને અંગત હોય છે. આથી જ જૈન ધર્મ સ્પષ્ટ કહે છે આ વિશ્વને ઈશ્વર બનાવતા નથી પરંતુ તેને માત્ર બતાવતા હોય છે. ઈશ્વર વિશ્વનું સ્વરૂપ-દર્શન સમજાવે છે. એમના દિવ્યજ્ઞાનના આલોકમાં અવલોકન કરીને વિશ્વનું યથાસ્વરૂપ આપણને સમજાવે છે. શ્રી તીર્થંકર પરમાત્માઓ કહે છે: સંસાર અનાદિ છે. તેનો આરંભ નથી. તેનો અંત નથી. અલબત્ત, સમયના પ્રવાહમાં તેમાં પરિવર્તન થયા કરે છે. સર્જન અને વિસર્જનની પ્રક્રિયા સતત ચાલ્યા જ કરે છે. આ સ્વયંસંચાલિત સંચાલન છે. કોઈ એક વ્યક્તિ આ સંસારનું સંચાલન નથી કરતી. સંસારનાં સંચાલનમાં કર્મસત્તા જ મહત્વનો અને મુખ્ય ભાગ ભજવે છે. નવતત્ત્વ સમગ્ર સંસાર મુખ્યત્વે બે તત્વનો જ બનેલો છે. બે તત્વનો જ બધો વિસ્તાર છે. આ બે તત્વ છેઃ જીવ અને અવ. અથવા ચૈતન અને ડ. આ બની જ બધી અથડામણ અને અકળામણ છે. જીવને આત્મા કે ચેતન પણ કહે છે. જેનામાં ચેતના નથી, જીવ તત્વ નથી તેને અજીવ કહે છે. જડ કહે છે. સંસારમાં દ્રશ્ય અને અદ્રશ્ય જેટલાં પણ પદાર્થો છે, વસ્તુઓ છે, એ તમામની આ બે તત્ત્વમાં-જીવ અને અજીવમાં સમાવેશ થઈ જાય છે. સંસારના તમામ પદાર્થોને સમગ્રતયા સમજવા માટે જિનેશ્વર ભગવંતોએ તેનું ‘બવ તત્ત્વમાં વિભાજન કર્યું છે. આ પ્રમાણેઃ ૧. જીવ ૨. અજીવ ૩. પુષ્પ ૪. પાપ ૫. આશ્રવ ૬. સંવર ૭. બંધ દ. નિર્જરા અને ૯. મોક્ષ. આ દરેકની ચર્ચાયોગ્ય જરૂરી સમજ આ પ્રમાણે છેઃ ૧. જીવ ४२
SR No.009227
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorBhadrabahuvijay
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2004
Total Pages69
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size435 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy