SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ પણ આપવામાં આવે છે. એમ જરૂર કહી શકાય કે જૈનોના પર્વો, પૂજનો અને ઉત્સવોમાં દાન, શીલ, તપ અને ભાવનાની ચતુરંગી અચૂક અને અવશ્ય હોય છે. જૈન તત્ત્વજ્ઞાન (જૈન વિચારધારા) ત્રિપદી શ્રમણ ભગવાન મહાવીરે વૈશાખ સુદ ૧૧ ના રોજ, આજના બિહાર રાજ્યના મધ્યમાં પાવાપુરી નગરીના ઉપવનમાં ધર્મતીર્થની સ્થાપના કરી. આ સમયે ભગવાને પોતાના મુખ્ય ૧૧ શિષ્યોને ગણતરીના ત્રણ વાક્યોમાં ઉપદેશ આપ્યો. આ ત્રણ વાક્યો જૈન વાંગ્મયમાં ‘ત્રિપદી' નામે જાણીતા છે. આ ત્રિપદીમાં સમગ્ર અને સંપૂર્ણ જૈન તત્ત્વજ્ઞાન સમાહિત છે. ભગવાને કહ્યું: ઉપન્નઈ વા - વસ્તુ ઉત્પન્ન થાય છે. (ઉત્પત્તિ) વિગમેઈ વા - વસ્તુ નાશ પામે છે. (લય) ધુઇ વા - વસ્તુ સ્થિર રહે છે. (સ્થિતિ) જે સત્ છે તે દ્રવ્ય છે. જુદી જુદી અવસ્થાઓ/પર્યાયો બદલાવા છતાંય જેનું મૌલિક રૂપ અને શક્તિ યથાવતુ-ધ્રુવ રહે છે, તે દ્રવ્ય છે. આ દ્રવ્ય, ગુણ અને પર્યાય (અલગ અલગ અવસ્થા) થી યુક્ત હોય છે. દ્રવ્યમાં/દ્રવ્યના દરેક અંશમાં પ્રતિપળે પરિવર્તન થતું રહે છે. ઉત્પત્તિ અને લય/નાશની પ્રક્રિયા સતત ચાલ્યા કરે છે, પરંતુ તેનાથી દ્રવ્યના મૂળભૂત સ્વરૂપને કોઈ જ નુકશાન નથી પહોંચતું. દ્રવ્યરૂપે તો તે સ્થિર જ રહે છે. માત્ર તેના પર્યાયો પેદા થાય છે અને નાશ પામે છે. આથી જૈનધર્મ કોઈપણ પદાર્થ/વસ્તુને સર્વથા નિત્ય (સ્થિર) કે અનિત્ય (અસ્થિર) માનતો નથી. વાસ્તવમાં પદાર્થનો નાશ થતો નથી. દેખીતો નાશ થાય છે. તે તો દ્રવ્યનું રૂપાંતર છે. દા.ત. કોલસો બળીને રાખ થઈ જાય છે. હકીકતમાં કોલસો ખત્મ નથી થતો. ખાખ નથી થતો. પરંતુ હવામાનમાં રહેલા ઓક્સિજન’ના અંશ સાથે ભળી જઈને તે કાર્બોનિકએસિડ' ગેસના રૂપમાં પરિવર્તિત થઈ જાય છે! જૈન ધર્મ માને છે કે સંસારમાં જેટલાં દ્રવ્યો છે તેટલા જ પૂર્વે હતાં અને ભવિષ્યમાં પણ તેટલા જ રહેશે. તેમાં કશી જ વધઘટ થતી નથી. તમામ પર્યાયો પોતપોતાની સત્તાની મર્યાદામાં ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. છતાંયે દ્રવ્ય તો મૂળરૂપે અખંડ અને અકબંધ રહે છે. વિશ્વવ્યવસ્થા સૃષ્ટિના સર્જન અંગે ચોક્કસ અને વૈજ્ઞાનિક જૈન વિચારધારા છે. જૈન દર્શન આ વિશ્વને-અનાદિ અનંત માને છે. વિશ્વની ક્યારેય પણ એકડેએકથી શરૂઆત થઈ નથી અને ક્યારેય તેનો અંત આવવાનો નથી. ‘ઈશ્વરે આ સૃષ્ટિ બનાવી. તેનું સર્જન/નિર્માણ કર્યું. આ માન્યતાનો પણ જૈન દર્શન સ્પષ્ટ અસ્વીકાર કરે છે. આ માન્યતાનો સ્વીકાર કરવાથી અનેકવિધ પ્રશ્નો ઊભા થાય છે. જેમકે ઈશ્વરે સૃષ્ટિની રચના કરી તો એ ઈશ્વરને કોણે બનાવ્યો? તેનો જવાબ અપાય તો પ્રશ્ન ઠેઠ સુધી કાયમ જ રહે છે કે “એને કોણે બનાવ્યો?” આમ પ્રશ્નોની અનંત હારમાળા ચાલુ જ રહે છે. પહેલાં મરઘી કે પહેલાં ઇંડું? પહેલાં દિવસ કે પહેલાં રાત? આ પ્રશ્નોની જેમ સૃષ્ટિસર્જનના પ્રશ્નનો અંત આવતો નથી. અને સાચો જવાબ મળતો નથી. ત્યારે સૃષ્ટિ-વિશ્વ અનાદિ-અનંત છે એમ માનવું એજ ઉત્તમ છે. કે ઈશ્વર એટલે કોણ? છે ઈશ્વરે શા માટે આ સૃષ્ટિ બનાવી? ઈશ્વર એને જ કહી શકાય કે જે સર્વજ્ઞ હોય, સર્વશક્તિમાન હોય; પરિપૂર્ણ હોય. ઈચ્છા, વાસના આદિ તમામ દોષોથી સર્વથા અને સંપૂર્ણ મુક્ત હોય. સાંગોપાંગ વિમળ અને વિબુધ હોય. ઈશ્વર આવો ગુણસંપન્ન હોય તો પછી એ આધિ, વ્યાધિ અને ઉપાધિ, જન્મ, જરા અને મરણના દુ:ખોથી ભરેલી સૃષ્ટિની રચના શા માટે કરે? કેટલાકને સુખી, સમૃદ્ધ, નિરોગી અને રૂપવાન બનાવે અને કેટલાકને દુ:ખી શા માટે બનાવે? જો એ સર્વશક્તિમાન હોય તો પછી શા માટે એણે દુનિયાની આબાદીના માત્ર ૧૨.૫ ટકા લોકોને સુખી બનાવ્યા અને ૮૭.૫ ટકા લોકોને દુ:ખ-ગરીબી સંત્રાસ અને અભાવમાં સબડતા રાખ્યા? ૪૧
SR No.009227
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorBhadrabahuvijay
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2004
Total Pages69
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size435 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy