SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી ૧૩૫ ખરેખર તો જીવહિંસાનું જે સરકારી તત્ત્વ છે તેને જ ઠપ્પ કરવામાં જીવદયાની રકમ વાપરવી જોઈએ. એવાં જોરદાર આંદોલનો કરવાં જોઈએ, સુપ્રીમ કોર્ટમાં એવી રીટ સારામાં સારા-લડવૈયા ખ્યાતનામ વકીલો દ્વારા લડવી જોઈએ, જેથી સરકારને તમામ કતલખાનાં જ બંધ કરવાં પડે. ભારતના બંધારણની કેટલીક કલમો(૫૧એ વગેરે) ભારતના પ્રાણીમાત્રની રક્ષા કરવાનું સ્પષ્ટ જણાવે છે. આનો આધાર લઈને સતત લડતા રહેવું જોઈએ. એ અંગેનું સાહિત્ય મોટા પ્રમાણમાં તૈયાર કરીને ફેલાવવું જોઈએ. જો કતલખાનાં વધુ ને વધુ ઊભાં થતાં રહેવાનાં હોય તો ઢોરો છોડાવવાથી આત્મસંતોષ થશે, પણ પછી આંદોલન કરવાની ઇચ્છા જ નહિ જાગે. આ રીતે સજ્જનો જો નિષ્ક્રિય થશે તો દુર્જનો ફાવી જવાના છે. આ રચનાત્મક કાર્યોમાં આવી નજરબંધી થાય છે. ખંડનાત્મક કાર્યો જ કરવાં જ જોઈએ. ખરેખર તો ખંડનનું ખંડન (જીવદયાનું ખંડન એ કતલખાના સ્વરૂપ છે, તો કતલખાનાનું ખંડન)એ મંડન (જીવદયા) સ્વરૂપ બની જાય છે. આમ ખરેખર તો આ રચનાત્મક કાર્ય બની રહે છે. છતાં ય જો તે ખંડનાત્મક કાર્ય કહેવાતું હોય તો પણ સજ્જનોને તેવો વાંધો કે તે પ્રત્યે સૂગ ન હોવી ઘટે. તેમણે તો આવા આંદોલનોનો ઝંડો ઉઠાવવો જોઈએ. સજ્જનોની નજર બીજે વાળવા માટે, તેમને આંદોલનોથી આઘા રાખવા માટે જ કેટલાંક કહેવાતાં રચનાત્મક કામો ગોઠવાએલાં છે. આમાં જો સજ્જનો પાણીમાં બેસી જાય તો ભારતીય મહાપ્રજાની જીવાદોરી સમી સંસ્કૃતિનો ખાત્મો સહેલાઈથી બોલાઈ જાય. આ ભેદી નીતિને સહુએ બરોબર જાણવી જોઈએ. પછી કયારેકન છૂટકે-કોઈ રચનાત્મક કાર્ય કરવું પડે તો તે અંગેની મનઃસ્થિતિ સજાગ રાખીને કરવું. બાકી આ બાબતમાં “સત્ય” તો બધે જ બોલતા રહેવું. સવાલ : [૧૨૮] અબોલ પ્રાણીઓની જીવદયાનાં અને દુ:ખી માનવોની અનુકંપાના રૂપિઆ બેંકમાં જમા રાખી મુકાય ? તેની ફીક્સ ડિપોઝિટ રસીદો લઈને માત્ર તેનું વ્યાજ તે કાર્યોમાં વાપરી શકાય? જવાબ : ના, જરાય નહિ. બેંકો દ્વારા મોટા ભાગની રકમ માછીમારી,
SR No.009225
Book TitleDharmik Vahivat Vichar
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1995
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy