SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ ધાર્મિક વહીવટ વિચાર જીવોની કરુણા કરવાથી પુષ્કળ પુણ્યનો સંગ્રહ થાય છે. તે ઉદયમાં આવીને જીવનને સુખમય બનાવે છે. કરુણા એ જિનશાસનની કુળદેવી છે. તેનું સેવન પાંજરાપોળ આદિમાં થાય છે. આ લીટર પણ દૂધની એક પણ ગાય વગેરે પાસેથી અપેક્ષા રાખ્યા વિના ભૂંડ, હરણ, કૂતરા, મરઘા-માંદા પડેલાં કે મરવા પડેલાંતમામની ઉત્કૃષ્ટ પ્રકારે સેવા કરવી એ સ્વાર્થીબ્ધ બનેલી માનવજાતમાં અતિ આશ્ચર્યજનક વાત છે. આ કામ જૈનો જ કરી શકે છે, અને તેથી તો નાનકડી પણ ભારતની જૈન કોમ વધુ ને વધુ સુખી થતી જતી દેખાય છે. સવાલ:[૧૨૬] જીવદયા અંગેના કેસોમાં અજૈન વકીલો વગેરેને જીવદયાની રકમમાંથી મહેનતાણું આપી શકાય ? જવાબ : જુદી રકમ ન આપી શકાય ત્યારે જરૂર આપી શકાય. / સવાલ [૧૨૭] પર્યુષણ પર્વ ઉપર કતલખાનેથી જીવો છોડવવામાં જીવહિંસા છે કે જીવદયા ? જવાબ : આ સવાલ કરનારના મનમાં જે વિચારો રમે છે તે એ છે કે પર્વના એ દિવસોમાં જૈનો જીવ છોડાવે છે તેવી કસાઇઓને જાણકારી હોવાથી પશુનો ભાવ તેઓ ખૂબ વધારી દે છે. બીજા દિવસોમાં જેટલી રકમમાંથી દસ જીવ છૂટે તેટલી રકમમાંથી પર્યુષણ પર્વ ઉપર એક જ જીવ છૂટે. વળી એકસાથે મોટી રકમ મળવાથી કસાઇઓ ઝડપી અને પુષ્કળ કતલ કરવા માટેનાં અદ્યતન યાંત્રિક સાધનો, છરા વગેરે ખરીદી લાવે. આમાં જીવદયાની રકમ જ નિમિત્ત બનીને જીવદયાને બદલે જીવહિંસાની પ્રેરક બને. આ બાબત ગંભીર વિચારણા માંગે છે. પહેલી વાત એ છે કે પર્વ દિનોમાં પ્રાણીઓને અભયદાન કરવાનું હોય છે, એટલે ધર્મી લોકોને જીવ છોડાવવામાં જ પોતાની રકમ વાપરવામાં રસ હોય છે. જો ઉપરની બાબતો બનતી હોય તો તેમણે પર્વનું નિમિત્ત લક્ષમાં રાખીને કાં અષાડ માસમાં વહેલા જીવો છોડાવવા. વળી એક જ કતલખાનેથી બધી રકમના જીવો ન છોડાવતાં દૂર દૂરનાં દસ કતલખાનેથી જીવો છોડાવવા. જો આમ થાય તો ઉપરના બે દોષની શકયતાઓ દૂર થાય.
SR No.009225
Book TitleDharmik Vahivat Vichar
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1995
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy