SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ ધમ્મપદના અંતરંગ પરિચય વિશે વૈદિક પરંપરા સાથે અને જેનપરંપરા સાથે તેનાં વચનની તુલના કરવા ઉપરાંત તેમાં આવેલા આત્મવર્ગ અને બ્રાહ્મણવર્ગ વિશે ખાસ વિવેચન કરવાનું છે. એ વિવેચન કરતાં પહેલાં ભારતીય માનસના ખરા પારખુ કવિકુળગુરુ શ્રી રવીંદ્રનાથ ઠાકર મહાશયે ધમ્મપદ વિશે જે અભિપ્રાય વ્યક્ત કરેલ છે, તેનો થોડે ઉતારે અહીં આપ ઉચિત જણાય છે. તેઓ કહે છે, કે ધમ્મપદની વિચારપદ્ધતિ આપણું દેશમાં હમેશાં ચાલતી આવેલી વિચારપદ્ધતિનો જ સાધારણ નમૂનો છે. બુધે આ બધા વિચારોને ચારે તરફથી ખેંચી, પોતાના કરી, બરાબર ગોઠવી થાયી રૂપમાં મૂકી દીધા; જે છૂટું છવાયું હતું, તેને એકતાના સૂત્રમાં પરેવીને માણસોને ઉપયોગમાં આવે એવું કર્યું. તેથી જ જેમ ભારતવર્ષ પિતાનું સ્વરૂપ ભગવદ્ગીતામાં પ્રકટ કરે છે, ગીતાના ઉપદેષ્ટાએ ભારતના વિચારોને જેમ એકસ્થાને એકત્રિત રૂપ આપ્યું છે, તે જ પ્રમાણે ધમ્મપદ ગ્રંથમાં પણ ભારતના મનને પરિચય આપણને થાય છે. તેથી જ ધમ્મપદમાં શું, કે ગીતામાં શું, એવી અનેક વાતો છે, જેના જેવી જ બીજી ભારતના બીજા અનેક ગ્રંથોમાં મળી આવે.” “હવે સવાલ એ છે, કે કલ્યાણને શા માટે માનવું ? સમસ્ત ભારતવર્ષ શું સમજીને લાભ કરતાં કલ્યાણને, પ્રેમ કરતાં શ્રેયને અધિક માને છે? તેનો વિચાર કરવો જોઈએ.” - “ જે વ્યક્તિ સંપૂર્ણ છે, તેને સાર–નરસું કાંઈ નથી. આત્મઅનાત્મના યુગમાં સારાં–નરસાં સકળ કર્મનો ઉદ્દભવ છે; એટલે પ્રથમ આ આત્મ-અનાત્મના સત્ય સંબંધને નિર્ણય કરવો આવશ્યક છે. આ સંબંધનો નિર્ણય કરવો અને તેને સ્વીકાર કરીને જીવનકાર્ય ચલાવવું, એ હમેશાં ભારતવર્ષની સર્વથી મુખ્ય પ્રવૃત્તિ હતી.” ભારતવર્ષમાં આશ્ચર્ય તો એ દેખાઈ આવે છે, કે ભિન્ન ભિન્ન સંપ્રદાયે આ સંબંધનો નિર્ણય ભિન્ન ભિન્ન રીતે કર્યો છે, છતાં વ્યવહારમાં સર્વ એક જ સ્થળે આવીને મળ્યા છે. ભિન્ન ભિન્ન અને સ્વતંત્ર રીતે ભારતવર્ષે એક જ વાત કહી છે.” “એક સંપ્રદાય કહે છે: આત્મ–અનાત્મ વચ્ચે કોઈ ભેદ ખરો ર
SR No.009219
Book TitleAarya Buddha Ane Jain Dharmna Mul Siddhantono Samanvay
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1946
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy