SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ (૩.૧) પાવર ચેતનનું સ્વરૂપ સૂર્યને કંઈ લેવાદેવા નથી. આ વસ્તુ બીજી ભેગી થઈ તે એને લીધે છે. એ ખસેડી લો એટલે કશું નથી પાછું. હવે ખસે શી રીતે ? ૯૧ જેમ સૂર્યને લઈને જે આપણે ઊર્જા ઊભી કરીએ, તેનાથી બધું ચાલે. તેથી કંઈ સૂર્યએ ચલાવ્યું કહેવાય ? આરોપ સૂર્ય પર જાય ને, સૂર્યએ કર્યું આ ! એ રોંગ બિલીફ છે. બાકી એમાંથી તો આપણે પાવર ઊભો કર્યો. મૂળ સૂર્યનારાયણને તો એવું છે જ નહીં કે તું પાવર ઊભો કર કે જે કરવું હોય એ કર. એ કંઈ કહેતા નથી, ઓર્ડર નથી કરતા, કશુંય નહીં અને છતાં બધા ઉપયોગ થઈ શકે છે, પણ એ હાજરીથી જ કુદરતી રીતે થઈ જાય છે. એમને કોઈ ક્રિયા નથી. એમાં એમનું ઉદાસીનપણું છે. એવી રીતે આત્માના ઉદાસીનપણામાં આ જગત ઊભું થયું છે. એક અંશ પણ એમાં ચેતન નથી. જો અજાયબી ચાલી રહી છે ! સૂર્યની હાજરીમાં આપણે પાવર ઊભો કર્યો અને એ પાવરથી અહીં કંઈ મિશનરી કામ કરતી હોય, તે આપણે જાણીએ. એમની હાજરી હતી ફક્ત. પણ એ કામ કરે તે મિશનરી પોતે જ કરે છે. એટલે આ બધું લાગણીઓ-બાગણીઓ આ પુદ્ગલ જ કરે છે, ચેતનની ફક્ત હાજરીથી. તા કોઈ કર્તા, માત્ર મિકેનિકલ એડજસ્ટમેન્ટ ‘હવા’નો સ્વભાવ છે વાયા કરવાનો. એને એવું નથી કે મારે કોઈ જગ્યાએ ફુદરડીઓ ફેરવવી છે અને આ ‘લોકો’ ફુદરડીઓ (પવનચક્કી) ફેરવે, એનાથી ‘પાવર' ઊભો થાય અને પાવરથી ‘મશીનો’ કામ કરે. એવી રીતે આ પાવર ચેતન ઊભું થયું છે ને જગત ચાલ્યા કરે છે. પ્રશ્નકર્તા : આ ફુદરડી ફેરવવાની જે પ્રક્રિયા બને છે એ વખતે એ ગોઠવણી ક૨ના૨ કોણ એમાં પાછું ? દાદાશ્રી : મિકેનિકલ એડજસ્ટમેન્ટ. મશિનરીને મિશનરી ચલાવે છે અને મિશનરી ચાલે છે તેને મિશનરી પાછી ચલાવે છે. બધું મિકેનિકલ એડજસ્ટમેન્ટ છે આ. ચેતનને હાથ કશો ઘાલવો જ નથી પડતો.
SR No.009217
Book TitleAptavani Shreni 14 Part 03
Original Sutra AuthorN/A
AuthorDipak Desai
PublisherMahavideh Foundation
Publication Year2013
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy