SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૧૪ (ભાગ-૩) ગુપ્ત વિજ્ઞાન તીર્થકરોનું, ખુલ્લું કર્યું દાદાએ પ્રશ્નકર્તા : દાદા, પણ મૂળ આત્મા છે તો આ બધું પાવર ચેતન ને બધું ઊભું થયું તો આ બધી રામાયણ મૂળ આત્માની ના કહેવાય ? દાદાશ્રી : ના, આ મૂળ આત્માની રામાયણ નથી. પુગલમાં પાવર આત્મા ઊભો થઈ ગયો છે, તેની આ રામાયણ છે બધી. પાવર આત્મા પેલા આત્મા જેવું જ ફળ આપે. - પહેલું એડજસ્ટમેન્ટ એ છે કે ચેતનની હાજરીથી પાવર ચેતન ઊભું થાય છે અને તેનાથી બધું આગળ મશીન ચાલે. પાવર ચેતનમાં “પોતે કર્તા નથી એનો, એની હાજરીથી થાય. પ્રશ્નકર્તા એટલે મૂળ આત્માની ખાલી હાજરી જ છે પણ પાવર ચેતન ઊભું થઈ ગયું તેમાં તેનું કર્તાપણું નથી ? દાદાશ્રી એ પોતે પાવર ભરતો નથી. બૅટરીનો સ્વભાવ જ એવો છે કે આત્માને દેખીને પાવરફુલ (પાવરવાળો) થઈ જાય. અને એ પાવર પછી ધીમે ધીમે ધીમે જેમ આ સેલ વપરાય છેને, તેવું સેલની પેઠ કામ કર્યા કરે. એટલે આ મન-વચન-કાયાની ત્રણ બૅટરીઓ પાવર ચેતનથી ચાર્જ થાય છે અને પછી એ ડિસ્ચાર્જ થાય છે અને પાછી નવી ચાર્જ થાય છે, પણ આત્માની હાજરીથી આ બધું થયા કરે. એટલે પાવર ચેતનની પ્રેરણા છે આ, (મૂળ) ચેતનની નથી. જો ચેતનની પ્રેરણા હોત તો ચેતન બંધાય. પ્રશ્નકર્તા: એટલે પાવર અને ચેતન બે જુદા જુદા છે ? દાદાશ્રી: હા, જેમ સૂર્યને લઈને અહીં આગળ ઊર્જા ઉત્પન્ન થાય, એમાં સૂર્યનું કંઈ કર્તાપણું નથી. બીજી વસ્તુ ભેગી થઈ એટલે ઊર્જા ઉત્પન્ન થાય. જો તમે અહીં મોટો કાચ મૂકી દો જાડો તો એ કાચના આધારે, બીજી વસ્તુ ભેગી થઈ એટલે એનાથી બધું સળગે નીચે. એમાં
SR No.009217
Book TitleAptavani Shreni 14 Part 03
Original Sutra AuthorN/A
AuthorDipak Desai
PublisherMahavideh Foundation
Publication Year2013
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy