SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૧૪ (ભાગ-૩) છે કે ચેતન આવું જ હોય. ભાવ, સંકલ્પ-વિકલ્પ કર્યા વગર રહે જ નહીં. ૭૨ ભાવકર્મ એટલે તો વ્યવહાર આત્માનો સંકલ્પ કર્યો, વિકલ્પ કર્યો કહેવાય. ચેતનની સ્ફૂરણા થઈ એમાં, એટલે પેલામાં પાવર પેઠો, પુદ્ગલમાં. પુદ્ગલ પાવરવાળું થયું. હવે જ્ઞાન લીધા પછી એ ભરાય નહીં ને જૂની બૅટરી છે તે ડિસ્ચાર્જ થયા કરે. પોતે જ્ઞાનમાં જોયો ‘મૂળ'તે થયા સ્થભિત પ્રશ્નકર્તા : આપે અમને જ્ઞાન આપ્યું એ પહેલાં તો અમારો આત્મા, વ્યવહાર આત્મા હતોને ? દાદાશ્રી : હા, બીજું શું હતું ત્યારે ? આ વ્યવહાર આત્મામાં રહી અને તમે મૂળ આત્માને જોયો. એને જોયો ત્યાંથી સ્થંભિત થઈ ગયા કે ઓહોહો ! આટલો આનંદ છે ! એટલે પછી એમાં જ રમણતા ચાલી. પહેલા રમણતા સંસારમાં, ભૌતિકમાં ચાલતી હતી. પ્રશ્નકર્તા : તો જ્ઞાન પણ એને (વ્યવહાર આત્માને) જ થાય છે ? દાદાશ્રી : ભાન થાય છે, જ્ઞાન નથી થતું. એ ભાન જતું રહ્યું છે, એ ભાન થાય છે એને. પ્રશ્નકર્તા ઃ એટલે એ ભાન પછી જ્ઞાન સુધી પરિણમે છે એવું ? દાદાશ્રી : થઈ રહ્યું, ભાન થયું એટલે ખલાસ થઈ ગયું. પ્રશ્નકર્તા : એટલે એને જ્ઞાનમાં જ આવી ગયું કહેવાય ? દાદાશ્રી : પછી જેટલા માઈલ ઊંધો ચાલ્યો એટલા માઈલ પાછો આવે એટલે થઈ ગયો કમ્પ્લીટ, એકદમ. પ્રશ્નકર્તા : એને કહ્યુંને ભાન આવ્યું કહેવાય, જ્ઞાન ના કહેવાય, તો ભાનમાં, દર્શનમાં અને જ્ઞાનમાં ફરક શું ? દાદાશ્રી : એ ભાન તો દર્શનથી આગળની (પછીની) વસ્તુ છે.
SR No.009217
Book TitleAptavani Shreni 14 Part 03
Original Sutra AuthorN/A
AuthorDipak Desai
PublisherMahavideh Foundation
Publication Year2013
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy