SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) વ્યવહાર આત્મા ૭૧ કરનારોય “એ”. અને આ તો ગ્રહણ કરનારો બંધ થયો ને છોડનાર વ્યવસ્થિત, ‘પોતે વચ્ચે નવરો થઈ ગયો. - હવે એ ભારે વસ્તુ લોકોને શી રીતે સમજાય ? આમાં મેળ પડે નહીં, એટલે એમ જ જાણે કે મૂળ ચેતન જ આ બધું કરે છે. અક્રમે ઉડાડ્યું ભાવકર્મ પ્રશ્નકર્તા ઃ તો કૃપાળુદેવે બીજું કહ્યું છે કે, “ભાવકર્મ નિજકલ્પના, માટે ચેતનરૂપ, જીવવીર્યની ફૂરણા, ગ્રહણ કરે જડધૂપ.” એ સમજાવો. દાદાશ્રી : હા, એ બરોબર છે. ભાવકર્મ નિજકલ્પના માટે ચેતનરૂપ. પણ એ ભાવકર્મ હોય ત્યાં સુધી છે. ભાવકર્મ એ વ્યવહાર આત્માને લાગુ થાય છે. આપણે અહીં ભાવકર્મ જ ઉડાડી દીધેલું છે હપૂરું, બિલકુલેય. પ્રશ્નકર્તા: મૂળ આત્માને રાખ્યો ખાલી. દાદાશ્રી : મૂળ આત્માને ચોખ્ખો જ મૂકી દીધો અને ક્રમિકમાં ભાવકર્મ હોય, એ પોતાની કલ્પના કહેવાય. માટે ચેતન રૂપ એટલે મિશ્ર ચેતન થાય છે. નિજકલ્પના એટલે સંકલ્પ-વિકલ્પ. ભાવકર્મ નથી તેને નિર્વિકલ્પ. આપણે આખું ભાવકર્મનું અસ્તિત્વ જ ઉડાડી દીધું. જે ક્રમિક માર્ગમાં છેલ્લા અવતારમાં જાય, કેવળજ્ઞાન થાય ત્યારે જાય, તે આપણે અહીં તરત જ ઉડાડી મેલ્યું. નહીં તો ‘તમે નિર્વિકલ્પ કહેવાઓ જ નહીંને ! અને “હું ચંદુભાઈ છું' એ જ વિકલ્પ, “હું એન્જિનિયર છું” એ વિકલ્પ, જૈન છું' એ વિકલ્પ, હું વાણિયો છું” એ વિકલ્પ, ‘પચાસ વર્ષનો છું' એ વિકલ્પ, બધા કેટલાય વિકલ્પો. બધા વિકલ્પો ફ્રેકચર થઈ ગયા. હવે આ ભાષા છે તે જ્ઞાનીઓ એકલા જ સમજે, બાકી આ અજ્ઞાની માણસો કેમ કરીને સમજે ? એટલે લોકો મૂળ ચેતનને સમજે
SR No.009217
Book TitleAptavani Shreni 14 Part 03
Original Sutra AuthorN/A
AuthorDipak Desai
PublisherMahavideh Foundation
Publication Year2013
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy