SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ પપ૧ કરવા લાગી. “મારા પ્રિયતમ મારી વાત સાંભળીને જ પરદેશ ચાલ્યા ગયા છે. ... ૧૬૦ બાર બાર વર્ષના વ્હાણા વાયા પછી મારા પિયુજી મને માંડમાંડ મળ્યા અને મેં તેમને ધન માટે પુનઃ પરદેશ મોકલ્યા. હવે તેઓ મને ક્યાંથી, કેવી રીતે મળશે? હું તેમના વિરહમાં જળ વિનાની માછલીની જેમ તરફડું છું. ખરેખર !મારા કોઈપૂર્વકૃત અકૃત્યનું જ આ ફળ છે. ..૧૬૮ મેં ભૂતકાળમાં વનમાં ઉડતાં પક્ષીઓને વિંધ્યા હશે. અસત્ય, ચોરી અને કુશીલનું સેવન કર્યું હશે. કોઈને કૂડાં કલંકો આપ્યાં હશે. ક્રોધાગ્નિથી કોઈ મહાત્માને બાળ્યા હશે. આવા આકરા અપરાધો કરી હું શી રીતે આનંદ-સુખ પામી શકું? ... ૧૬૯ કાં મારા પ્રિયતમનું વનમાં કોઈ જંગલી પશુ(વાઘ)એ ભક્ષણ કર્યું હશે? અથવા તે મારાથી રીસાઈને અન્યત્ર ચાલ્યા ગયા હશે ? “હું નિર્ધન છું તેથી ઘરે જઈને શું કરું?' એવું મનમાં વિચારીને જ તેઓ ઘરે પાછા નહીં આવ્યા હોય. ... ૧૦૦ મારા સ્વામીનાથ અતિ સુકુમાલ(કોમળ) અને સુંવાળા છે. તેઓ વ્યાપારની (આંટીઘૂંટી) કળાથી અજાણ છે. મેં વ્યર્થ તેમને પરદેશ મોકલ્યા. મને ધિક્કાર છે. હવે પ્રિયતમ વિના મારો આખો જન્મારો કેમ વ્યતીત થશે?' સોહાસણિએ પ્રિયતમના વિચારો કરતાં રડતાં રડતાં સંપૂર્ણ રાત્રિ વીતાવી. મળસકું - પરોઢિયું થયું. તે નગરમાંથી બાલદિ (જ્યાં પતિને મૂક્યો હતો તે સ્થાને) આવી. ત્યાં યોગાનુયોગ તે જ ખાટલો, તે જ વાંસળી જોઈ. આ ખાટલા પર એક પુરુષને સૂતેલો જોયો. ... ૧૦૨ સોહાસણિ હેરતભરી નજરે જોઈ રહી. ‘આ ખાટલા ઉપર સોડ તાણીને (મુખ ઢાંકીને) કોણ સૂતું છે? મારા પ્રિયતમ જેવા જ લાગે છે. જરૂર કોઈ સુખી પુરુષ હોય તેવું જણાય છે.' ચિત્તા જેવી પાતળી કેડવાળી સોહાસણિ આ પ્રમાણે વિચારવા લાગી. ... ૧૦૩ ‘સર્વ નગરજનો જ્યારે રાજગૃહી નગરીમાં પહોંચી ગયા છે ત્યારે આ કોણ પુરુષ છે, જે કવેળાએ સૂઈ રહ્યા છે? સોહાસણિએ (મનમાં ઉઠેલા પ્રશ્નના સમાધાન હેતુ) બાળકને ખાટલા પાસે મોકલી, સૂતેલા પુરુષને જોઈ આવવાનું કહ્યું. ... ૧૦૪ પુત્રએ મુખ ઉપરનું વસ્ત્ર દૂર કર્યું. ત્યારે સોહાસણિ વિસ્મિત બની જોઈ રહી. તેની આંખો પહોળી થઈ ગઈ.) સોહાસણિએ પોતાના કંથને જોયો. પોતાના સ્વામીનાથનું હષ્ટપુષ્ટ શરીર અને સુખશીલતા જોઈ સોહાસણિ મનમાં અત્યંત હર્ષિત થઈ. ... ૧૦૫ કૃતપુણ્ય ઓચિંતો ચમકીને ઉઠયો. તેણે આસપાસ હવેલી કે પોતાની ચાર સ્ત્રીઓને ન જોઈ. ગામના પાદરે કૂતરાઓના ભસવાનો અવાજ આવતો હતો. તે મનોમન વિચારવા લાગ્યો, “મને આવા સૂનકાર સ્થાનમાં કોણે મૂક્યો છે? ... ૧૦૬ શું હું કોઈ સ્વપ્ન નિહાળું છું કે પછી ઈન્દ્રજાળ(જાદુ, નજરબંધી) છે? હું જોઈ રહ્યો છું તે સત્ય છે કે મિથ્યા?' (કૃતપુણ્ય દુવિધામાં પડયો. તેને કંઈ સમજાતું ન હતું. તે વિચારોના વમળોમાં ગરકાવ થયો) તે સમયે સોહાસણિ પાસે આવી. તેણે અતિ મધુર સ્વરે સ્નેહથી કહ્યું, “સ્વામીનાથ!ઝડપથી ઉઠો. ...૧૦૦ પ્રાણનાથ! તમે આ વૃક્ષની નીચે જ સૂતા હતા. કોઈએ તમને જગાડ્યા નહીં, કોઈએ તમારી સંભાળ ન લીધી ?'' કૃતપુયે કહ્યું, “મને બીજો સાર્થમળ્યો તેથી હું તેમની સાથે જતો રહ્યો હતો. હું પરદેશ જઈ
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy