SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૦ ... ૧૬૦ વાતો પર મોહિત થયા છીએ.” ...૧૫૮ પુત્રવધૂની અસંમતિનો સ્વર સાંભળી સાસુખીજાઈ ઉઠી. તેણે કડકાઈથી કહ્યું, “પુત્રવધૂઓ! તમે નાદાન છો. તમે શું જાણો? આપણું કાર્ય પૂર્ણ થઈ ગયું છે, તો પરપુરુષનો પગ આપણા ઘરમાં કેવો? ..૧૫૯ તમારી સાથે તે બાર વરસ સુધી આપણા ઘરમાં રહ્યો તેની સાથે તમે ઘણા પ્રકારે વિષય સુખો ભોગવ્યા. હવે તેને અહીંથી બહાર કાઢો. એનું જે છે તે તેને સુપરત કરો.” (પૂત્રવધૂઓ એકાંતમાં એકઠી થઈ. તેઓ જાણતી હતી કે સાસુની સામે અસંમતિનો અવાજ ઉઠાવવો નિરર્થક છે તેથી તેઓ મૂંગી બની ગઈ. તેમના ચહેરા પર વિષાદ છવાયો. તેઓ અંદરોઅંદર ગુફતેગો-મસલત કરવા લાગી) ચારમાંથી એકે કહ્યું, “જુઓ! સાસુજી લીધી વાત મૂકે તેમ નથી. એ આપણા ભરથારને કાઢીને જ રહેશે. જેમના થકી આપણે માતૃત્વ પામ્યા અને જેમણે દેવકુમાર જેવા ચાર પુત્રો આપ્યા. આવા ઉપકારી પુરષને ક્ષણવારમાં તરછોડી વિશ્વમાં રખડતા-રઝડતા શી રીતે કરી દેવાય? વળી, આપણે બધું જ છોડી તેમની સાથે પણ નહીં જઈ શકીએ માટે તેમના ઉપકારનો બદલો વાળવા આપણે પણ તેમના ઉપર કંઈક ઉપકાર કરીએ.”(ચારે પુત્રવધૂઓએ અંતે એવો નિર્ણય કર્યો કે ખૂબ કિંમતી રત્નો છૂપી રીતે કૃતપુણ્યને આપવા.) ચતુર પુત્રવધૂઓએ સાસુને ખબર ન પડે તેવી રીતે મોદક બનાવ્યા. આમોદકમાં અમૂલ્ય રત્નો છૂપાવ્યા. ...૧૬૨ કૃતપુયે પૂર્વે કેડમાં જે વાંસળી (ધન ભરવાની સાંકળી કોથળી) બાંધી હતી તે લઈને પુત્રવધૂઓએ પુનઃ તેની કેડમાં બાંધી. આ કોથળીમાં રત્ન સહિતના ચાર મોટા લાડવા મૂક્યા. વળી આટો, દાળ-ચોખાની એક કોથળી હતી તે પણ પાછી આપી. ...૧૬૩ સ્ત્રીઓએ કૂતપૂણ્યને અવસ્થાપિની નિદ્રામાં પોઢાડ્યો. ત્યાર પછી પાંચે સ્ત્રીઓએ હથિયારશસ્ત્રો ધારણ કર્યા. અબળા નારી હોવા છતાં તેમને અંશમાત્ર ભય ન હતો. ...૧૬૪ (રાત્રિનો અંધકાર જામવા માંડ્યો હતો. ઘસઘસાટ ઘોરતો કૃતપુણ્ય સ્ત્રીઓની કૂટનીતિથી તદના અજ્ઞાત હતો.) રાત્રિનો બીજો પ્રહર થયો, ત્યારે ચારે સ્ત્રીઓએ જે ખાટલામાં કૃતપુણ્ય સૂતો હતો તેને ઉપાડ્યો. જ્યાં સાર્થનો પડાવ હતો ત્યાં વડના વૃક્ષની નીચે ખાટલો મૂક્યો. ચારે વધૂઓ અને સાસુ કાર્ય આટોપી ઝડપથી પાછી ફરી. ... ૧૬૫ (બીજીબાજુ સોહાસણિને કૂતપૂણ્યના કોઈ ખબર-અંતર ન મળ્યા. પરદેશમાં શું કરતા હશે ? ક્ષેમકુશળ તો હશે ને ? બાર વર્ષમાં સોહાસણિએ પણ એક પુત્રને જન્મ આપ્યો હતો. નવજાત શિશુના આવવાથી ઘરનું વાતાવરણ પલટાઈ ગયું. સોહાસણિને કુળનો વારસદાર મળ્યો; પરંતુ તે કૃતપુણ્યને એક દિવસ પણ વિસરી ન શકી. બાર વરસ પછી અચાનક એક દિવસ સાર્થવાહ પાછા ફર્યા છે એવા આશાપ્રદ સમાચાર મળતાં સોહાસણિ નાચી ઉઠી.) સોહાસણિ બાલદ નામના સ્થાનમાં આવી, જ્યાં સાર્થવાહનો પડાવ હતો. અહીં આવી તેણે ચારે બાજુ પોતાના પતિની શોધ કરી. તેણે સાર્થવાહને પોતાના પતિના સમાચાર પૂછયા. સાર્થવાહે કહ્યું, “અરે! અમે કોઈએ તેને બાર વરસમાં અમારા પડાવમાં જોયો નથી.” ...૧૬૬ સોહાસણિ પોતાના બાળકને લઈને પતિને શોધતી ચારેબાજુ ફરી વળી. જ્યારે પતિની કોઈ ભાળ ન મળી ત્યારે નિરાશ થઈ ગઈ. તેના પગ ડગમગવા માંડ્યા. તે ભૂમી પર ફસડાઈ પડી. તે પસ્તાવો-બળાપો
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy