SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ પ૨૮ મન્ડજિયાણ', પધ્ધી-ચોમાસી-સંવત્સરી પ્રતિક્રમણમાં “સંસાર દાવાનળ'ની સઝાયનો સ્વાધ્યાય કરવાનો વિધિ છે. દેવસિ પ્રતિક્રમણની સઋાય ત્યાગ અને વૈરાગ્ય પ્રધાન છે, તો રાઈ પ્રતિક્રમણની સઝાય પ્રાતઃ કાળમાં મહાપુરુષો અને સતીઓના પુણ્ય સ્મરણ દ્વારા આત્માને માનસિકશુદ્ધિ વૃદ્ધિમાં પૂરક છે. ભરફેસરની સક્ઝાયમાં ઉચ્ચકોટિના ચેપન મહાપુરુષો અને સુડતાલીસ સતીઓની સૂચી છે. એમનું પ્રતિદિન સ્મરણ કરવાથી ગુણાનુરાગ કેળવાય છે, પાપનો બંધ નાશ પામે છે અને દ્રવ્ય પ્રતિક્રમણમાંથી આભા ભાવપ્રતિક્રમણ તરફ ગતિ કરે છે. સંસાર દાવાનળની સઝાય આત્માને ચેતવણી આપે છે કે સંસાર ચાર કષાયની ચંડાળ ચોકડી છે. તેનો સંગ ભવભ્રમણ કરાવે છે. તેનો ક્ષય કરવો એ જ મનુષ્ય જન્મની સાર્થકતા છે. સક્ઝાય કાવ્યની વિરાટ સૃષ્ટિ છે. મુનિ ઉદયરત્ન કૃત જૈન સક્ઝાયમાળામાં વિવિધ વિષયોની સેક્ઝાયો નોંધાયેલી છે. મુનિ મેરૂવિજયજી કૃત ‘નંદિષણની સક્ઝાય'; કવિ શાંતિ હર્ષ કૃત ‘અવંતીસુકુમારનાં તેર ઢાળીયા'; કવિ જયસાગર કૃત “મેઘકુમારની સક્ઝાય'; કવિ માનવિજય કૃત ‘ઝાંઝરીયા મુનિની સક્ઝાય'; કવિ સૌભાગ્યવિજય કૃત ‘જંબુસ્વામીની સક્ઝાય'; કવિ જિનહર્ષ કૃત “વજસ્વામીની સક્ઝાય'; અજ્ઞાત કવિ કૃત “કલાવતીની સેક્ઝાય'; કવિ જ્ઞાનવિમલસૂરિ કૃત “ચંદનબાળાની સક્ઝાય'; કવિ રાજવિજય કૃત “રૂકમણીની સક્ઝાય'; ઉપાધ્યાય સકલચંદ્રજી કૃત “દેવાનંદાની સક્ઝાય'; કવિ લાવણ્ય, સમય કૃત ‘નેમ-રાજુલની સજ્જાય'; કવિ કલ્યાણ વિમલ કૃત ‘સુલતા સતીની સક્ઝાય' આદિ ઐતિહાસિક કૃતિઓ છે. આ ઉપરાંત કવિ કર્મસાગર કૃત “ગુણસ્થાનક સક્ઝાય'; કવિ હેતવિજય કૃત ‘અઢાર નાતરાંની સક્ઝાય'; ઉપાધ્યાય યશોવિજયજી કૃત “સમકિતના સડસઠ બોલની સઝાય'; કવિ વીરવિજયજી કૃત ઈરિયાવહિયાની સક્ઝાય'; મુનિ વૃદ્ધિવિજયજી કૃત દશવૈકાલિકના દશ અધ્યયનની સક્ઝાય’ તાત્વિક કૃતિઓ છે. રૂપક પ્રકારની સઝાયમાં કવિ સાંકળચંદ કૃત ભવપ્રપંચ નાટક અને મનભમરાની સઝાય'; કવિ રૂપવિજયજી કૃત ‘કાયા-પુર પાટણની સક્ઝાય'; કવિ માનવિજયજી કૃત ‘આઠ મદની સઝાય'; કવિ સમયસુંદર કૃત નિંદાની સક્ઝાય'; કવિ ઉદયરત્ન કૃત “ચાર કષાયની સક્ઝાય'; કવિ હર્ષ અને કવિ જીવવિજયજી કૃત ‘ઉપદેશની સક્ઝાય' આદિ. પ્રસ્તુત ગ્રંથમાં લાલવિજયજી કૃત “કયવન્ના બષિ સક્ઝાય'; મલયચંદ્રમુનિ કૃત “કયવન્ના શેઠ સક્ઝાય'; વિજયધર્મધુરંધરસૂરિજી કૃત “કયવન્ના સક્ઝાય'; અજ્ઞાત કૃત “કયવન્ના સક્ઝાય'નો સમાવેશ થયો છે. ૪. રાસા સાહિત્ય સ્વરૂપ અને પરિભાષા સંસ્કૃત સાહિત્યમાં ‘રાસ’ કે ‘રસિક” શબ્દ જોવા મળે છે. ત્યાં રાસ શબ્દનો પ્રયોગ કૃષ્ણ અને ગોપીની ક્રીડા, યાદવવીરોની ક્રીડાના અર્થમાં થયો છે. જેમકે - હરિવંશ પુરાણના ૨૦મા અધ્યયનમાં કહ્યું છે- “ગોપ કન્યાઓ મંડળાકારમાં બે-બેની જોડીમાં કૃષ્ણનું મનોહર ચરિત્ર ગાતી રમે
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy