SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ પર સુખ-દુઃખના કારણો (કર્મ પ્રકૃત્તિ), પુનર્જન્મની માન્યતા, મૃત્યુની ભયાનકતા, સપ્રવૃત્તિનો આગ્રહ, આચાર શુદ્ધિ, નીતિપરાયણતા, દુર્ગુણોનો ત્યાગ અને સદ્ગણોની સાધના, ધર્મનું સ્વરૂપ, મનુષ્ય જન્મની દુર્લભતા, ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષ અને પરિગ્રહનો ત્યાગ, અહિંસા, સત્ય, શીલનો મહિમા જેવા વિષયો પ્રયોજાયેલાં હોય છે. આ ઉપરાંત જૈન ધર્મના ચોવીસ તીર્થંકરોના જીવન પ્રેરક પ્રસંગો, ચક્રવર્તી, પરાક્રમી રાજામહારાજાઓ, બષિઓ, મહર્ષિઓ, જૈન સાધુઓ અને સતીઓના સતીત્વ પ્રેરક પ્રસંગોનું કથાવસ્તુ તરીકે સક્ઝાયમાં નિરૂપણ થયું છે. જૈન તહેવારો અને તિથિઓનું મહત્ત્વ પણ સક્ઝાય કાવ્યમાં ગૂંથાયેલું છે. બીજ, આઠમ, ચૌદસ જેવી પર્વ તિથિની વિશેષતા, આગમ, નારકી, નવપદ, તપનો મહિમા અને પશુષણ જેવા વિષયો પ્રયોજાયેલાં છે. પર્વ તિથિની સઝાય ધર્મ માર્ગે જોડવામાં નિમિત્તરૂપ છે. બાર અને ચાર ભાવનાની સઝાય મનશુદ્ધિ માટે ઉપયોગી છે. મહાવ્રત અને અણુવ્રતની સઝાય આત્માનું ઉર્ધ્વગમન કરે છે. દષિમુનિઓની સઝાયોનો સારાંશ એવો હોય છે કે જીવનની સાર્થકતા વૈરાગ્યમાં છે. ચારિત્રનો માર્ગ સર્વ શ્રેષ્ઠ છે. સંસારના સંબંધો નાશવંત છે. આમ, સઝાય સ્વતરફ અભિમુખ કરાવનાર ગેય કાવ્યપ્રકાર છે. વાચના, પ્રચ્છના, પરાવર્તના, ધર્મકથા અને અનુપ્રેક્ષા આ પાંચ પ્રકારનો સ્વાધ્યાય સઝાયમાં ગર્ભિત છે. સ્તવન એક વ્યક્તિ બોલે છે અને સમૂહમાં લોકો ઝિલાવે છે, જ્યારે સન્ઝાય આત્મચિંતનનો વિષય હોવાથી સ્વકેન્દ્રી બની ચિંતનમાં એકરૂપ થવાનું છે. એટલે એક વ્યક્તિ સન્ઝાય બોલે છે અને અન્ય વ્યક્તિઓ શ્રવણ કરી તેનું હાર્દપામે છે. પંડિત મફતલાલ ઝવેરચંદ કહે છે, “સક્ઝાયનું ગેય સાહિત્ય ખૂબ વૈરાગ્યવાદી સાહિત્ય છે. જે અસર ઉપદેશ ન કરે તે અસર એકાદ સક્ઝાયનું શ્રવણ કરવાથી માનવીનું ચિત્ત ડોલી ઉઠે છે. સમાન્ય જનતાને તત્ત્વનું જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યનું પોષણ સન્ઝાય દ્વારા થાય છે. સન્ઝાયમાં સેંકડો ચરિત્રો ગૂંથાયેલાં છે. વૈરાગ્યની સાથે કરણીય કાવ્યો અને ઉપદેશતેમાં સમાયેલો છે.' પંડિત સુખલાલજી કહે છે, “સઝાય એ ઉપદેશ પ્રધાન ગેય કાવ્ય રચના છે. આર્ય સંસ્કૃતિની પરંપરામાં સ્વાધ્યાયનું મહત્ત્વ છે. તૈતરીય ઉપનિષદમાં તેની તપમાં ગણના થઈ છે. જૈન ધર્મમાં પણ સ્વાધ્યાય અને ધ્યાન પર વિશેષ ભાર મૂકાયો છે. પરંપરાગત ઉચ્ચ સંસ્કારો અને સાત્વિકતા પામી શકાય છે. સક્ઝાય સાંભળવી, તેની ઢાળો યાદ કરવી, તેનું પુનરાવર્તન કરવું એવા નિત્ય કર્મના કારણે મારા વિધા વ્યવસાયનું પ્રથમ પગથિયું અને દિશા ઉઘડવાનું એક દ્વાર બન્યું છે. ભર દરિયે વહાણ તૂટતાં કોઈ મુસાફરને નાનકડું પાટિયું મળે તો તેના ટેકે સલામતી માટે આગળ વધે, તેમ સઝાય આ સંસારની સફરમાં સ્વ સ્થાને લઈ જવાનું પવિત્ર અને પ્રેરક કાર્ય છે.' આમ, સઝાય કર્મ નિર્જરાનું કારણ છે. પ્રતિક્રમણની આવશ્યક ક્રિયામાં સક્ઝાય ગાવાનો ક્રમ છે. જે ત્યાગ અને વૈરાગ્યના વિચારોથી મનને પુષ્ટ કરવાની ઉદાત્ત ભાવનાનો અભિગમ છે. સેક્ઝાય માત્રા દ્રવ્ય ક્રિયા નથી પરંતુ આત્મભાવનું દર્શન કરવા માટેનું સાધન છે. દેવની પ્રતિક્રમણમાં જે સઝાય છે, તેના કરતાં વિશિષ્ટ પ્રકારની સઝાય રાઈ પ્રતિક્રમણમાં છે. રાઈ પ્રતિક્રમણમાં ‘ભરખેસર બાહુબલી', પૌષધમાં ત્રણ વખત “મન્હનિણાણ', માંગલિક પ્રતિક્રમણમાં
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy