SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ પ૨૪ વીસમી સદીના શ્રીદેવની ‘થાવગ્રામુનિ સંધિ' (સં. ૧૯૮૪) જોવા મળે છે. આોગણીસમી સદીમાં લોંકાગચ્છના ઠષિ જેલમે ‘પરદેશી રાજાનો રાસ અથવા સંધિ અથવા ન’ની (૨૨ ઢાળ) રચના કરી છે. ઋષિ જેલમે ચાર કાવ્ય સંજ્ઞાઓનો પ્રયોગ કર્યો છે. કાવ્યનો વિસ્તાર જોતાં તેને ‘રાસ' સંજ્ઞા કહેવી વધુ યથાર્થ લાગે છે. આ સંધિ કાવ્યો મોટે ભાગે ચરિત્રાત્મક છે. જૈન કથા સાહિત્યમાં વિહાર કરી દુર્લભ માનવ જન્મ સફળ કરવા માટે પ્રેરણા મળે તેવાં આ ચરિત્રો જૈન સંસ્કૃતિના ધડતર અને વિકાસમાં ઉપકારક છે. જૈન કથા સાથે જૈન ધર્મના સિદ્ધાંતોને પણ આ ચરિત્ર સાથે પ્રસંગોપાત ગૂંથેલા છે. જેમ કે - ષક સંધિમાં છ કાયના જીવો; ચરિંગ ભાવણમાં ચાર ભાવના (મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ); ઉવહાણા તપમાં ઉપધાન તપની આરાધના; શીલ સંધિમાં શીલનો મહિમા; તપ સંધિમાં કર્મ નિર્જરા માટે તપનો મહિમા વગેરે તાત્ત્વિક વિષયોની માહિતી છે. આમ, આ સંધિ કાવ્યો લોકોત્તર જ્ઞાનમાર્ગનું અનુસરણ કરે છે .ધાર્મિક સંધિમાં જીવનના ઉત્કર્ષ માટે આચાર સંહિતારૂપ વિચારો વ્યક્ત થાય છે. ધત્તા, ફળશ્રુતિ અને અન્ય પંક્તિઓ ઉદારહરણરૂપે નોંધવામાં આવી છે. ü પ્રકાશિત સંધિ કાવ્યની સૂચી : ૧. રિસહપારણ સંધિ ઈ.સ. ૧૧૮૨ રત્નપ્રભસૂરિ ૨. વીર જિણ પારણ્ય સંધિ ઈ.સ. ૧૧૮૨ રત્નપ્રભસૂરિ 3. ગયસુઉમાલ સંધિ ઈ.સ. ૧૧૮૨ રત્નપ્રભસૂરિ ૪. સાલિભદ્ર સંધિ ઈ.સ. ૧૧૮૨ રત્નપ્રભસૂરિ ૫. અવંતી સુકુમાલ સંધિ ઈ.સ. ૧૧૮૨ રત્નપ્રભસૂરિ ૬. મયણરેહાસંધિ ઈ.સ. ૧૨૪૧ જિનપ્રભસૂરિ અણહિ સંધિ ઈ.સ. ૧૨૨૫ થી 60 જિનપ્રભસૂરિ જીવાણુ સફિસંધિ ઈ.સ. ૧૨૨૫ થી ૮૦ જિનપ્રભસૂરિ ૯. નમય સુંદરિ સંધિ ઈ.સ. ૧૨૦૨ જિનપ્રભસૂરિ ૧૦. ચરિંગભાવણ સંધિ ઈ.સ. ૧૩૦૦ જિનપ્રભસૂરિ ૧૧. આણંદ શ્રાવક સંધિ ઈ.સ. ૧૩૦૦ વિજયચંદ્રસૂરિ ૧૨. અંતરંગ સંધિ. ઈ.સ. ૧૩૦૦ રત્નપ્રભગણિ ૧૩. પેશી – ગોયમ સંધિ ઈ.સ. ૧૪૧૦ અજ્ઞાત. ૧૪. ભાવણ સંધિ ઈ.સ. ૧૪૧૩ જયદેવમુનિ ૧૫. સીલ સંધિ ઈ.સ. ૧૪૧૩ જયશેખરસૂરિ ૧૬. ઉવહાણ સંધિ ઈ.સ. ૧૪૦૦ પૂર્વે નયશેખરસૂરિ ૧૦. હેમતિલક સૂરિ સંધિ ઈ.સ. ૧૪૦૦ પૂર્વ અજ્ઞાત ૧૮. તપસંધિ ઈ.સ. ૧૪૩૦ વિશાલરત્નસૂરિ ૧૯. અસાહિમહર્ષિ સંધિ ઈ.સ. ૧૪૩૦ અજ્ઞાતા ૨૦. ઉપએસ સંધિ ઈ.સ. ૧૫૦૦ હેમસાર ૧. સંધિકાવ સમુચ્ચય; ૨. અપભ્રંશ ભાષાકે સંધિ કાવ્ય ઔર ઉનકી પરંપરા; લે. અગરચંદ નાહટા; J. પપ થી ૬૪
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy