SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ પ૨૩ સુલસા આખ્યાન - સુલસા ચરિત્ર' (૧૦ કડવક)ના પ્રારંભમાં સંધિનો પ્રયોગ થયો છે. “આખ્યાન મણિકોશ વૃત્તિ'માં પ્રાકૃત આખ્યાન કૃતિઓનો સંચય થયો છે. તેમાં સંધિ શબ્દપ્રયોગ જોવા મળે છે. આ કૃતિઓના સંદર્ભમાં એવું અનુમાન કરવામાં આવે છે કે ૧૧મી સદીના અંત ભાગમાં સંધિકાવ્યોનો પ્રારંભ થયો છે. અપભ્રંશ અને સંધિ કાવ્યોની ભાષા શિષ્ટ માન્ય છે. રત્નશેખરસૂરિએ ઈ.સ.૧૫૮૨માં ‘ઉપદેશમાળા વૃત્તિ'ની રચના કરી છે, તેમાં સંધિ કાવ્યનો ઉલ્લેખ જોવા મળે છે. દીર્ઘકાવ્ય અંતગર્ત સંધિ કાવ્યની સાથે સ્વતંત્ર સંધિકાવ્યો પ્રાપ્ત થાય છે. સંધિકાવ્યો ઉપદેશ પ્રધાન હોવા છતાં અકર્ષક ઘટનાઓ, સરળભાષા, છંદપ્રયોગો અને રસાનુભૂતિથી ગૂંથાયેલા હોવાથી ઉત્તમ છે. ૧૧મી સદીથી ૧૫ સદીના સમયમાં સંધિકાવ્યો રચાયા છે. સંધિ કાવ્યની માહિતી જૈનસાહિત્યના કાવ્ય વિશ્વમાં અભિનવ પ્રકાશપુંજ પાથરે છે. જૈનસાહિત્યના સંશોધક અને પ્રતિભાશાળી લેખક શ્રી અગરચંદજી નાહટા જણાવે છે કે- “સંધિ શબ્દપ્રયોગ અપભ્રંશ મહાકાવ્યોમાં પ્રાપ્ત થાય છે. શ્રી વિજયપ્રભસૂરિની ૧૫ રચનાઓ આ પ્રકારની પ્રાપ્ત થાય. છે. સંધિ કાવ્ય પરંપરા લગભગ ૧૯મી સદી સુધી જીવંત રહી છે. રાજસ્થાની સંધિ કાવ્યો વિશેષ રચાયા છે. ખરતરગચ્છના કવિઓનું સંધિકાવ્યોમાં નોંધપાત્ર યોગદાન છે.” સંધિ કાવ્યરચનાઓનો પરિચય: અઢારમી સદીના કવિ જિનહર્ષની કૃતિ “મૃગાપુત્ર ચોપાઈ' (સં. ૧૦૧૫, ૧૦ ઢાળ)માં સંધિ શબ્દપ્રયોગ થયો છે. ૧. ખરતરગચ્છના મુનિ સોમધ્વજના શિષ્ય ખેમરાજે ‘ઈખકારી રાજાની ચોપાઈ અથવા ચરિત્રપ્રબંધ અથવા સંધિ' એમ ત્રણ સંજ્ઞાઓ દર્શાવી છે. આ કવિનો સમય સોળમી સદીના ઉત્તરાર્ધનો છે. કૃતિ માટે કાવ્ય સંજ્ઞાઓનું કોઈ ચોક્કસ પ્રયોજન સમજાતું નથી. ચોપાઈ = ચોપાઈ છંદ; ચરિત્ર પ્રબંધ = જીવનના વિવિધ પ્રસંગોનું ક્રમિક નિરૂપણ; સંધિ= જોડાણ (સંબંધ) સોળમી સદીની કવિ વિનયસમુદ્રની ‘નમિરાજ બષિ સંધિ' (સં. ૧૫૮૩, ૬૯ ગાથા) પ્રાપ્ત થાય છે. સત્તરમી સદીના બીજા તબક્કામાં ખરતરગચ્છના જિનહંસસૂરિના શિષ્ય પુણ્યસાગર ઉપાધ્યાયે સુબાહુસંધિ” (સં. ૧૬૦૪, ૮૯ ગાથા)નું કવન કર્યું છે. સત્તરમી સદીના ખરતરગચ્છના મલિભદ્રના શિષ્ય કવિ ચારિત્રસિંહની ‘ચતુઃશરણ સંધિ' (સં. ૧૬૯૧, ૯૧ ગાથા) જેસલમેરના જ્ઞાનભંડારમાં ઉપલબ્ધ છે. સત્તરમી સદીના ત્રીજા તબક્કામાં થયેલા કવિ સંયમમૂર્તિએ “ઉદાઈ રાજર્ષિ સંધિ' (સં. ૧૬૬૨)ની રચના કરી છે. વડતપગચ્છના શિષ્ય કનકસુંદરે ‘જિનપાલિત સઝાય સંધિ' (૦૩ ગાથા)ની રચના કરી છે. આ રચના શ્રી જ્ઞાતાધર્મકાથાના આધારે રચાઈ છે તેવો કાવ્યના અંતે કવિશ્રીએ ઉલ્લેખ કર્યો છે. સત્તરમી સદીના કવિશ્રી આર. પાઠકે “આનંદ શ્રાવક' (સં. ૧૬૮૪, ૧૫ ઢાળ)ની રચના કરી છે, જેમાં આનંદ શ્રાવકના જીવનનો વિસ્તારપૂર્વક પરિચય આપ્યો છે. કવિએ કાવ્યના પ્રારંભમાં પરંપરાગત રીતે દેવસ્તુતિ (વર્ધમાન સ્તુતિ) કરીને સંધિની રચનાનો ઉલ્લેખ કર્યો છે. “વર્ધમાન જિનવર ચરણ નમતાં નવનિવનિધિ હોઈ; સંધિ કરું આણંદની સાંજલિજ્યો સહુ કોઈ.” અઢારમી સદીના બીજા તબક્કામાં થયેલા કવિ ખેમની “અનાથી ટષિ સંધિ' (સં. ૧૦૪૫) અને
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy