SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૪ આ ઉપરાંત “અજાપુત્ર ચરિત્ર'માં વિજયપુર નગરના રાજકુમાર વિમલવાહનની ખુશાલીના સમાચારદર્શાવતો પત્ર પોપટ દ્વારા મોકલવામાં આવ્યો. પ્રાચીન કાળમાં પક્ષીઓ સંદેશવાહકનું કાર્ય કરતાં હતાં. હિંદી ફિલ્મના નાયક -નાયિકાએ કબૂતર જા, જા, જા...' પ્રકારનાં ગીત પડદાં પર ગાયાં છે. તેની સદીઓ પહેલાંથી પક્ષીઓને સંદેશ વ્યવહારના કાર્યમાં જોતરી દેવાયાં હતાં. પ્રિયતમને મેઘ (વાદળ) દ્વારા સંદેશો મોકલવાનો વિચાર “મેઘદૂત' જેવાકાવ્યમાં જોવા મળે છે. ANIMALS IN THE BATTLE'માં નોંધ્યા પ્રમાણે પક્ષીઓ થકી સંદેશો મોકલવાની સત્તાવાર સેવા. પહેલવહેલી બગદાદના સુલતાને ઈ.સ.૧૧૫૦માં શરૂ કરી. જે એકાદ સદી સુધી ચાલુ રહી. ઈ.સ. ૧૮૪૮ની ફ્રેંચ ક્રાંતિ વખતે ફાંસના છાપામાં ટૂંકમાં સમાચાર મોકલવા માટે પક્ષી (કબૂતર, પોપટ)નો ઉપયોગ થતો હતો. પક્ષીઓમાં દિશા શોધવાની શક્તિ કુદરતી રીતે જ જન્મજાત હોય છે. કહેવાય છે કે, કબૂતર કલાકના ૧૬૦ કિ.મી.ની ઝડપે ઉડે છે. (કલ્યાણ માસિક, જાન્યુ. ૨૦૧૫, પૃ.૫૩) મોબાઈલ ફોન અને ઉપગ્રહોના જમાનામાં માણસ જાતને પક્ષીઓની સેવાની જરૂર રહી નથી. એ સંજોગોમાં પક્ષીઓની કથાઓ ‘માનો યા ન માનો' જેવી લાગે છે પરંતુ એ માણસ સિવાયના જીવોમાં વ્યક્ત થતા કુદરતી કરિશ્માની વૃત્તિની સાબિતી પૂરી પાડે છે. ૦ યક્ષપૂજન : કવિશ્રી રતનસૂરિજી : અભયકુમારે એક માસની અવધિ માંગી. એ દરમ્યાન ૫00 મિલાવટને તેડાવી સુંદર પ્રાસાદ બનાવ્યો. તેમાં કયવન્નાની આબેહૂબ મૂર્તિ સ્થાપિત કરવામાં આવી. નગરમાં વાત વહેતી મૂકી કે, કયવન્નોપોહોત પરલોક, યક્ષ થઈ સંતાપેલોક, કયવન્ના યક્ષની પૂજા કરો. મોદિકપાંચ લાપસી પંચધાર, લેઈ આવ્યૌ તિહાં લોક અપાર'' (૧૦૬-૧૦૦) ‘એકૈં એકૈં ઉપરિ પર્ડ, બાલક બાંë ધરી ઘડવર્ડે; થોકેં થોડૅ થઈ થાનકૅ ચડે, રખે! યક્ષ કેવન્ના નડું.” (૧૦૮) આ પંક્તિ દ્વારા રાજગૃહી નગરીની ગીચ વસ્તીનો ખ્યાલ આવે છે. અનુભવી વૃદ્ધાએ ‘મહામંત્રીની કોઈ ચાલ છે' એવી આશંકાથી વહુઓને કહ્યું, “અહીં જાવાનો નહીં અધિકાર.” (૧૧૦) “કહ્યું ન માનેં તવ નીસરયાં, રથ બેઠાં વીતગ વીસરમાં, ઘૂંઘટ કરે રખે દેખે કોઈ.” (૧૦૧) બાળકોના હિત-કલ્યાણ માટે સાસુની આજ્ઞાને અવગણી બાળકોને લઈ વહુઓ યક્ષ પૂજન કરવા નીકળી ત્યારે ન છૂટકે સાસુ પણ તેમને અનુસરી. રથમાં બેઠા ત્યારે વહુઓએ ઘૂંઘટ તાણ્યો જેથી તેમને કોઈ ઓળખી ન શકે. કવિશ્રી દેપાલજી લાખ સોનામહોર ખર્ચા રૂપ-રંગમાં કયવન્ના જેવી જ અદ્ભુત અને અનુપમ લેપ કરેલી મૂર્તિ મહામંત્રી અભયકુમારે ઘડાવી. તેને સુવર્ણ અને રત્નના આભૂષણો પહેરાવ્યાં. નવું રેશમી પટોળું પહેરાવ્યું. (૬) ત્યાર પછી પડહ વગડાવી કહ્યું, “આવઉ વેગિહિં સહુ સકુટુંબ, પંચ મોદક જણ જણ પ્રતિએ, રખે ! કરિઉ કોઈ વિલંબ! જાખૂકુહારઉ વિઘન હશે.' (૯) | દર્શનાર્થીઓ યક્ષની સમક્ષ પ્રાર્થના કરતાં કે, “હે યક્ષ દેવતા! અમે તમને ઘણાં લાડુ નૈવેધમાં આપશું પરંતુ અમારા કુળની વૃદ્ધિ કરજો. અમારા પર કૃપાદષ્ટિ રાખજો.” કોઈ યક્ષ મૂર્તિની સામે નૃત્ય કરતા તો કોઈ ગીતો ગાતાં. કોઈ યક્ષને પ્રણામ કરતાં કહેતાં કે, “મગધ દેશમાં મંગળ કરજો.” (૧૧-૧૨)
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy