SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૩ પ્રાચીનકાળમાં મીઠાઈ તરીકે લાડુ લોકપ્રિય હતા. ભારતની સર્વ મીઠાઈઓમાં મોભી અને સર્વ મિષ્ટાનનો જશ ખાટી જનારા આ લાડુ દુંદાળા ગણેશજીને અને ભટ્ટજીને અત્યંત વહાલા છે. સંસ્કૃત નટુ કે નg શબ્દમાંથી આવેલો આ મધમીઠો ખાદ્યપદાર્થગોળ આકારની મીઠાઈ છે. તેનું લાડનામ લાડવો છે. લાડુ શુભ કાર્યમાં નૈવેધ તરીકે ધરાય છે. દિવાળીના દિવસે દેવ-દેવીઓને થતા જુહારમાં લાડુ મુખ્ય રહે છે. મગસના લાડુ’ ઠાકોરજીને નૈવેધ તરીકે વરાય છે. આમ, ગણેશજીને વારે વારે બધા જ ભગવાને લાડુને વહાલા કર્યા છે. પછી તેડાકોરના રણછોડરાયજી હોય, શ્રીનાથજીના તિરુપતિજી હોય, પૂનાના બાલાજી હોય કે પછી કુળદેવી-દેવતાઓ હોય. લગ્નના જમણવારમાં જ નહીં પરંતુ લગ્નના મહિના બે મહિના પૂર્વે ઊઘલવા નીકળેલા લાડકવાયા વરરાજાને સગાંવહાલાં લાડુ ખવડાવવા પડાપડી કરતાં હોય છે. | ભારતના વિવિધ પ્રાંતોમાં વિવિધ પ્રકારના લાડુ જોવા મળે છે. કરછ કાઠિયાવાડના “ફીણેલા લાડવા', રાજસ્થાનમાં ચૂરમાનો જ નાતીલો “સત્તનો લાડુ', મહારાષ્ટ્રમાં “રવા બેસનના લાડુ, રવા નાળિયેરના લાડુ, અસાળિયાના લાડુ અને કચ્છમાં મોતીચૂર લાડુ” વિખ્યાત છે. મકરસંક્રાન્તિમાં ‘તલગોળ ના લાડુ અને નાગપંચમીના ‘કુલેરના લાડુ'નો મહિમા અનેરો છે. જેમ હરિના હજારો હાથ છે, તેમ લાડુની સહસ્ર નામાવલિ નોંધી શકાય. મગ, મગદાળ, શીંગ, તલ, રાજગરા, શિંગોડા, દાળિયા, પૌંઆ, મમરા, સૂકામેવા, ખારેક-ખજૂર, મેથી એવા તો કંઈ કેટલાય લાડુ છે. વળી, શિયાળામાં અળદિયા તો પરાણે દાઢે વળગે છે. પ્રાચીન કાળમાં ભોજનમાં અને પ્રવાસમાં ભાતા તરીકે લાડુ મોખરે રહ્યાં હતાં. લાડુ એ ગોળ અને ધી માંથી બનતી પૌષ્ટિક વાનગી હોવાથી પ્રાયઃ લાડુને આહારમાં મુખ્યતા મળી છે. જૈન કથાઓમાં ભોજનમાં લાડુ મોખરે રહ્યા છે, જેમકે મમ્મણ શેઠના પૂર્વ ભવમાં કોઈ સારા પ્રસંગે ગામમાં લાડુની લ્હાણી થઈ હતી, અરણિક મુનિ ભૂલથી ગણિકા (નગરશેઠની પુત્રવધૂ)ને ત્યાં ગોચરી માટે જઈ પહોંચ્યા ત્યારે તેણીએ મુનિને લાડુ વહોરાવ્યા, દેવકીએ મહેલમાં આવેલા સમાન રૂપવાળા છ મુનિઓને લાડુ વહોરાવ્યા. ઢઢણમુનિએ લાડવાનો ચૂરો કરતાં કરતાં સ્વદોષ દર્શનથી કેવળજ્ઞાન મેળવ્યું. “કયવન્ના ચરિત્ર'ના નાયકને પરદેશમાં કમાવા જતી વેળાએ પ્રવાસમાં પત્નીએ ભાતામાં લાડુ બાંધી આપ્યા તેમજ અપહરણ બાદ બાર વર્ષ પછી શ્રીમંત શ્રેષ્ઠીને ત્યાંથી ખસેડવાનો લૂહ રચાયો ત્યારે ચરિત્રનાયક પ્રત્યેના છલકતા પ્રેમે ચારે સ્ત્રીઓને જવાબદારી વહન કરવાનું બળ આપ્યું ત્યારે ઉપકારક દષ્ટિએ તેમણે નાયકને અતિશય પ્રિય એવા (રત્ન સંચિત) લાડુ આપ્યા. નાયિકાએ બાળકને નિશાળમાં ભૂખ લાગે ત્યારે ખાવા માટે લાડુ આપ્યો અને જમવા બેઠેલા પતિને ભાણામાં લાડુ પીરસ્યો. આમ, શિરામણમાં, બપોરના જમણમાં અને પ્રવાસમાં લાડુનો છૂટથી વપરાશ જોવા મળે છે. • સંદેશવાહક : પ્રાચીન કાળમાં તાર, ટેલીફોનની શોધ ન થઈ હતી ત્યારે પક્ષીઓ સંદેશવાહક બની સેવા બજાવતા હતા. જેનો પડઘો આપણા અભ્યાસની કૃતિમાં પડયો છે. કવિશ્રી રતનસૂરિજીની કૃતિમાં શ્રેષ્ઠીપુત્રનું મૃત્યુ વહાણમાં થયું છે અને તેના દુઃખદ સમાચાર પારેવાએ આપ્યાં. કવિશ્રી જયરંગમુનિની કૃતિમાં રાસનાયિકા જયશ્રી શુકરાજની ખુશામત કરી તેના દ્વારા પોતાના પ્રિયતમને સંદેશો પાઠવે છે. (ઢા.૮)
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy