SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ ૪co છે. આજે એ દિવસો માત્ર ભૂતકાળ બની ગયા છે. આ રેંટિયો જેણે માનવજાતના વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. આ ચરખા સાથે આઝાદીનો ભવ્ય ઈતિહાસ અને ગાંધીજીનો સ્વરોજગારનો વિચાર જોડાયેલો છે. ગાંધીજીએ રેંટિયા દ્વારા ક્રાંતિની શરૂઆત કરી હતી. આજે તેનો અવાજ યાંત્રિકીના વેગવાન પ્રવાહમાં તણાઈ ગયો છે. પરિણામે સ્વાવલંબી જીવનની કલ્પના યંત્ર હેઠળ કચરાઈ ગઈ છે. આવનારા દાયકામાં ભારત શિક્ષિત બેરોજગારોની સમસ્યાથી પીડાતો હશે તો તેમાં નવાઈ નથી. કવિશ્રી વિજયશેખર : કાંતિમતીએ ઉભા થઈ કહ્યું, “પધારો પિયુ! આજથી આ ઘર સનાથ બન્યું છે.” નાયકના આવતાં નાયિકા સનાથતાનો અનુભવ કરે છે કારણકે તેનું જીવતર સાસુ-સસરાના સ્વર્ગવાસ પછી એકલવાયું બન્યું હતું. અધ્યાત્મના ક્ષેત્રે અનાથી મુનિને પ્રાપ્ત કરી મહારાજા શ્રેણિક ધર્મની સાચી સમજણ પ્રાપ્ત કરી સનાથ બન્યા હતા. જેમ અણધાર્યો મેઘ વરસે તેમ અણધાર્યા પ્રિયતમનું આગમન થતાં સરખે સરખી વયની સખીઓએ ઉત્સવનાં ગીતો ગાયાં. દ્વાર પર કંકુના થાપા કર્યા, તોરણો બાંધ્યાં, લૂણ ઉતાર્યા, મોતીડે વધાવ્યાં, ચંદનની આંગી રચી વિવિધ પ્રકારની ભક્તિ કરી. ત્યાર પછી સ્નાન, દંતમંજન, આરામ કરવા માટે શવ્યા આપી. ભોજનની વેળા થતાં સુગંધી ભાત આદિવ્યંજનો પીરસ્યાં. (ઢા.૬, ક.૧૫૫-૧૬૧) કવિશ્રી જયરંગમુનિ કવિએ આ પ્રસંગને આ વિસ્તારથી વર્ણવ્યો છે. નાયિકા શુકરાજની ખુશામત કરી પોતાના પ્રિયતમને સંદેશો પાઠવતાં કહે છે, “હે શુકરાજ!ઢીલા કર્યા વિના તું પિયુ પાસે જા. મારો આટલો સંદેશો પહોંચાડજે. હું પતિના વિરહમાં ઝૂરીનૂરીને રુક્ષ બની ગઈ છું. મેં તેલ. તંબોલ, મધરાં ભોજન અને ક્રીડા કરવાનું છોડી દીધું છે. અંગમર્દન અને વિલેપનનો સ છે. પતિ વિના શરીરનો શૃંગાર અંગારા જેવો દાહક લાગે છે. વિરહ વેદનાથી મારું હૈયું કરવતની જેમ કપાય છે. રસકસવાળાં ભોજનો મને વિષતુલ્ય ભાસે છે. સુખકારી શૈયા પર પોઢે ત્યારે નિંદ્રા વેરણ બની જાય છે. પિયુના પ્રેમનું સ્મરણ કરતી કરતી દુઃખપૂર્વક (ભાગ્યે જ) ક્યારેક આંખ મિંચાય છે. હે શુકરાજ! વળી, તું મારો આટલો સંદેશો પિયુને ચોક્કસ કહેજે. તમે કુળની લાજ-મર્યાદાનો ભંગ કર્યો છે. આ માર્ગ અપનાવતાં લહેણામાંથી દહેણું થયું. (સારું કરવા જતાં ખોટુ થયું.) તમે ગુણી હોવા છતાં ગુણને ત્યજી અવગુણ ગ્રહણ કર્યો છે. તમે માથે કલંક ચઢાવ્યું છે. લોકો ટોણાં મારે છે. સ્વામી ! મેં તમને કલપતરુ જેવા ગણ્યા હતા પરંતુ તમે તો આંકડા અને એરંડાના વૃક્ષ જેવાં તુચ્છ નીવડયાં. મેં અમૂલખ રત્ન સમજી તમારી સાથે વિવાહ કર્યા પરંતુ તમે તો પત્થર જેવા નિર્દયી નીવડયાં. શંખ સમાન તમે કાંચ જેવા કાં સિદ્ધ થયા? હંસા જાણે કાગડો થયો! સોનું જાણે સીસું બન્યું! વેશ્યા સાથે પ્રીત બાંધી પૂર્વજોની કીર્તિને જબરો ધબ્બો લગાડયો. છે. હેકિરતાર!કંત વિહોણી કેટલીય નારીઓ દુઃખી હશે પરંતુ એ સર્વમાં હું મોખરે છું. (સૌથી વધુ દુઃખી છું.) ખેર! હવે કોને દોષિત ઠરાવવા, જ્યાં આપણું ભાગ્ય જખૂટયું હોય! હવે કેવો અફસોસ ? ખરેખર! ભાગ્યમાં જે હોય તે જ મળે છે. હે કિરતાર! મારા વાલમના વિરહનો અંત ક્યારે આવશે? વાલમને મારા આશિષ કહેજો. તે દીર્ધાયુ બને. તેઓ મનમાં કાંઈ રોષ ન રાખે. જેમ ભલું થાય તેમ કરે. શકરાજ! મારા
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy