SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૧ પ્રાગૈતિહાસિક કાળમાં પુત્ર કે પુત્રીને યોગ્ય કેળવણી આપવી એ ગૃહસ્થનું પરમ કર્તવ્ય લેખાતું હતું. તે કાળે સ્ત્રીઓને પણ વિધાનો યોગ માન્ય હતો. કન્યાઓને ઉચ્ચ શિક્ષણ આપી હોંશિયાર બનાવાતી, જેથી તેમના જીવનના ઉતાર-ચઢાવમાં તે સ્વયં સમસ્યાનો ઉકેલ કરી શકે અને પ્રતિકૂળતામાં આપઘાત જેવા નબળા વિચારો ન લાવે. વળી, પોતાના શીલનું રક્ષણ કરે અને પ્રતિષ્ઠાને ક્યાંય આંચ ન આવે તેવું જીવન જીવી શકે. સમય જતાં કેટલીક જ્ઞાતિઓમાં સ્ત્રી શિક્ષણ પર પ્રતિબંધ મૂકાયો. સંભવ છે કે વિદેશીઓના આક્રમણો, શીલ ખંડનનો ભય, પુરુષ પ્રધાન સમાજ સ્ત્રીને પોતાના દાબમાં રાખવા ઈચ્છતો હોય, “સ્ત્રીને ઘરકામ જ કરવું છે તો ભણવાથી શો ફાયદો ?' એવા વડીલ વર્ગના સંકુચિત અભિપ્રાયો; આવા અનેક કારણોથી સ્ત્રીને શિક્ષણથી વંચિત રાખવામાં આવતી હતી. જ્યોતિરાવ ફૂલે, દયાનંદ સરસ્વતી, ગાંધીજી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા સમાજ સુધારકોએ સ્ત્રી શિક્ષણની ઝુંબેશ ઉપાડી છે. તેના પરિણામે આજે પછાત વર્ગમાં પણ સ્ત્રીને શિક્ષણ આપવામાં આવે છે. • ચરિત્રનાયકના લગ્ન : ચરિત્રનાયકનાલગ્ન શ્રેષ્ઠી પુત્રી સાથે થયા તેમાં સર્વકવિઓ સંમત છે. કવિશ્રી પદ્મસાગર : કૃતપુયએ યૌવનના ઉંબરે પ્રવેશ કર્યો ત્યારે પિતાએ પોતાનું કર્તવ્ય નિભાવવા પુત્ર માટે યોગ્ય જીવનસાથીની શોધ આરંભી. જેમ પિતાને પુત્રના યોગ્ય જીવનસાથીની શોધની ચિંતા થઈ તેમ ધન્ય શેઠને પણ પોતાની ગુણવાન પુત્રી માટે યોગ્ય વરની પસંદગી અંગે ચિંતા થઈ. પ્રસંગોપાત કવિશ્રી યોગ્ય વરનાં સાત ગુણો વર્ણવે છે. અહીંલગ્ન માટે પાત્ર પસંદગીમાં કસોટી વર માટે થયેલી છે. કવિશ્રી રતનસૂરિ ‘જોવન આવે જાણે અમર, પાણીગ્રહણ કરાવ્યો કુમર' (૧૮) કવિબદષભદાસજી કૃતપુણ્ય ભણી ગણીને પંડિત થયો ત્યારે તેના લગ્ન થયા. લગ્ન કરીને સોહાસણિનામની કન્યાને પોતાના ઘરે લાવ્યો. (૬૩) કવિશ્રી ગુણવિનયજી : રાતદિવસ ચરિત્રનાયક વિધાસુંદરીના સંગમાં રહેવા લાગ્યો ત્યારે માતા-પિતાને યોગ્ય વય થતાં પુત્રને પરણાવવાનાં કોડ જાગ્યાં. શુભ મુહૂર્ત, મંગળ દિવસે, સૌભાગ્યવતી સ્ત્રીઓ પાસેથી લગ્નનાં ગીતો ખુશીથી ગવડાવ્યાં. માતા-પિતાએ આનંદપૂર્વક સર્વ મનોરથો પૂર્ણ કર્યા. શુભ લગ્ન વેળાએ શ્રેષ્ઠીવર્યની કન્યા સાથે કૃતપુણ્યના લગ્ન થયા. લગ્ન નિમિત્તે યાચકોને ઘણું ધન આપવામાં આવ્યું. (ઢા.૫, ક.૧-૨) આજે કચ્છી સમાજમાં લગ્ન બાદ વર પક્ષ અને કન્યા પક્ષના વડીલો પ્રત્યેક સંસ્થાઓને પોતાની શક્તિ અનુસાર અનુદાન કરે છે, જેને ખોળા ભરવાની વિધિ' કહેવાય છે. આ વિધિ પાછળ દંપતિના પ્રણય જીવનની મંગલ કામના અને દાનનું પીઠબળ મુખ્ય છે. કવિશ્રી કલ્યાણરત્નસૂરિ “પિતાઈપરણાવ્યઉં, ઉલટધરી, કુલવંતી રે કન્યા કઈવન્નઈવરી' (૨) કવિશ્રી ગુણસાગરસૂરિ ઃ તેજસી નામના ધનાઢય શેઠની પુત્રી ધન્યા સાથે અતિ ઉત્સાહપૂર્વક કૃતપુણ્યના લગ્ન થયા. (૧૦)
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy