SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૦ મુનિદેવસૂરિજી કૃત “મંગલકલશ' કથાનકમાં (૫૦-૫૧) બાળકના જન્મ પછી છઠ્ઠી જાગરણમાં બારમા દિવસે પુત્રનું નામ મંગલકલશ રાખ્યું. આ પ્રાચીન પરંપરા આજે પણ યથાવત્ છે. કયવન્ના કથા'ના રચનાકારો પુત્ર જન્મોત્સવને ઓછાવત્તા અંશે આલેખે છે પરંતુ પુત્રીના જન્મોત્સવના પ્રસંગને સ્પર્શતા જ નથી. સંભવ છે કે, તે સમયે સમાજમાં પુત્રીનો જન્મોત્સવ ઉજવાતો ન હોય. શાસ્ત્રકારો કહે છે કે, “પુત્રી જન્મે ત્યારે શોક, મોટી થતાં કોને આપવી તેની મોટી ચિંતા અને પરણ્યા પછી સુખી. થશે કે કેમ તેની મોટી ચિંતા કન્યાના માવતરને હોય છે. આ કારણે જ પુત્રીના જન્મોત્સવ પ્રત્યે સમાજમાં ઉપેક્ષા સેવાતી હોવી જોઈએ. • વિદ્યાભ્યાસઃ કવિશ્રી પદ્મસાગર, કવિશ્રી લાલવિજયજી, કવિશ્રી દેપાલ, કવિશ્રી દીપ્તિવિજયજી, કવિશ્રી વિજયધર્મધુરંધરજી, કવિશ્રી ગુણસાગર અને અજ્ઞાત કવિશ્રી આ ઘટકાંશને સ્પર્શતા નથી. કવિશ્રી રતનસૂરિ ભણ્યો ગુસ્યો જાણે અભિરામ' (૧૮) કવિશ્રી કષભદાસઃ “ભણતોનેસાલઈ, પઢી ગુણી પંડિત હુવો એ (૬૨) કવિશ્રી ગુણવિનય કૃતપુણ્ય તીવ્ર બુદ્ધિશાળી હોવાથી વિદ્યાગુરુ પાસેથી રાત દિવસ શાસ્ત્રનો અભ્યાસ કરી ઝડપથી ઘણી વિદ્યા શીખ્યો. (ઢા.૪, ક.૫) કવિશ્રી કલ્યાણરત્ન: “કલા સાધઈ’ એવું કહી વિશેષ સ્પષ્ટતા કરતા નથી. કવિશ્રી વિજયશેખરઃ કૃતપુણ્ય આઠ વર્ષનો થયો ત્યારે વિદ્યાભ્યાસ માટે પંડિત પાસે મોકલવામાં આવ્યો. તેણે સર્વ વિદ્યાનું સારી રીતે પઠન કર્યું. (૮૨) કવિશ્રી જયરંગમુનિ : આઠ વર્ષનો થયો ત્યારે માવિત્રએ તેને શાળામાં ભણવા માટે મોકલ્યો. તે સર્વ કળા શીખ્યો. તેને વિદ્યા પ્રત્યે ખૂબ પ્રેમ હતો. તે ભણી ગણી પંડિત થયો. યૌવન વયમાં પણ વિધાસુંદરી પ્રત્યે આસક્તા રહ્યો. (૨૧-૨૨) કવિશ્રી ગંગારામજી કવિશ્રી જયરંગમુનિને અનુસરે છે. કવિશ્રી મલયચંદ્રઃ “ભણ્યો ગણ્યો’ એટલું જ ટાંકે છે. કવિશ્રી ફતેહચંદ, અજ્ઞાત લેખક (બાલા. અને કથા): કૃતપુણ્ય બહોંતેર કળામાં પ્રવીણ બન્યો. આમ, સર્વ કવિઓએ કૃતપુણ્યની પંડિતાઈ જણાવી છે. કવિશ્રી ફતેહચંદજી અને અજ્ઞાતા રચનાકાર કૃતપુણ્યને બહોંતેર કળામાં પારંગત દર્શાવી આગમ પરંપરાને અનુસરે છે. આગમોમાં રાજકુમારો અને શ્રેષ્ઠીપુત્રો ૦૨ કળામાં તેમજ રાજકન્યાઓ અને શ્રેષ્ઠીપુત્રીઓ ૬૪ કળામાં પ્રવીણ હતી; એવા ઢગલાબંધ દષ્ટાંતો જોવા મળે છે. ભગવાન બદષભદેવે પુત્ર અને પુત્રી વચ્ચે સમાના દષ્ટિકોણ કેળવ્યો હતો. તેમણે ભારત આદિ રાજકુમારોને ૦૨ કળાનું જ્ઞાન શીખવ્યું તેમજ પોતાની પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરીને ૬૪ કળામાં નિષ્ણાંત બનાવી. આ ઉપરાંત બ્રાહ્મીને અક્ષરજ્ઞાન અને સુંદરીને અંકજ્ઞાના (ગણિત)ની અધિષ્ઠાત્રી બનાવી હતી. કવિશ્રી જયરંગમુનિએ આગમ પરંપરાને અનુસરતાં જયશ્રીને ૬૪ કળામાં પ્રવીણ બતાવી છે. (ક.૨૬)
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy