SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૩ ઉપમા અલંકારઃ ૧. પરલોકે ગોવાલો પહુત, નિરાધાર નારી ગંગદત્ત; શ્રીપૂરિ વ્યવહારિયા આવાસ, આવિ વિતું કરે તિમદાસ. (૪) ગોવાલ આહીરનાં મૃત્યુ બાદ નિરાધાર બનેલી ગંગા આહીરાણી પોતાના પુત્ર ગંગદત્તને લઈ શ્રીપુરનગરમાં આવી. અહીં તે પોતાની ઉદરપૂર્તિ માટે સેવકની જેમ વૈતરું કરવા લાગી. ઉભેક્ષા અલંકાર : ૧. જોવન આવ્યું જાણે અમર, પાણીગ્રહણ કરાવ્યું કુમર (૧૪) યૌવન વયમાં કૃતપુણ્યનું રૂપ સોળે કળાએ એવું ખીલ્યું, જાણે કામદેવનો અવતાર! વર્ણસગાઈ અલંકાર : ૧. આવંતા જખ્ય જુહારીવા જોઈ. (૮૯) ૨. અરચક્રનેં આરામી એક (૨૦) રૂપક અલંકાર : ૧. વિરહડાલિ (૨૦) : વિરહરૂપી ડાળી કથાઘટકોમાં પરિવર્તન : ૧. પર્યુષણ પર્વ પૂર્ણ થતાં પારણાનાં દિવસે લોકોના ઘરોમાં ખીર ભરેલી થાળી જોઈ ગંગદને માતા પાસે ખીર ખાવાની હઠ કરી. (૫) શ્રી દીપ્તિવિજયજી અને મલયચંદ્રજીએ ખીર બનવાનું કારણ દર્શાવતાં પર્યુષણ પર્વ'નું કથન કર્યું છે. શ્રી દીપ્તિવિજયજીએ પર્યુષણ પર્વમાં “મહાવીર જન્મવાંચન'ના દિવસનો ઉલ્લેખા કર્યો છે, જ્યારે મલયચંદ્રજીએ પર્યુષણ પર્વ પછી પારણાના દિવસનો ઉલ્લેખ કર્યો છે. બન્ને કવિઓએ પોતાની મનોકલ્પના અનુસાર જે દિવસ અંકિત કર્યો છે, તે યોગ્ય ગણી શકાય. કારણકે જૈનો મહાવીર જન્મવાંચનને મહાપર્વ સમજી પોતાના ઈષ્ટ દેવની જન્મતિથિને મિષ્ટ ભોજન દ્વારા ઉજવે છે, તો પર્યુષણ પર્વની સમાપ્તિ થતાં ઉપવાસ ઈત્યાદિથી નિવૃત્ત થયેલા તપસ્વીઓ પારણામાં ખીરનું પૌષ્ટિક ભોજન જમે છે. ૨. થાળીમાં ખીર પીરસી ગંગાદષ્ટિદોષ ન થાય તે કારણે ત્યાંથી જતી રહી. (૮) અન્ય કવિઓએ માતા ખીર પીરસી ઘરકામ માટે જતી રહી એવો ઉલ્લેખ કર્યો છે, જ્યારે અહીં કવિશ્રી ગંગા બાળકને જમાડવા કેમ ઉભી ન રહી તેનું સચોટ કારણ દર્શાવ્યું છે. જ્યારે મનગમતું ભોજન હરખપૂર્વક બાળક જમતો હોય ત્યારે માતાની મીઠી દષ્ટિ તેના પર પડે તો તે દષ્ટિ વિષમાં પરિણિત થાય છે, તેથી માતા ત્યાંથી ખસી ગઈ.
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy