SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૨ ૩૫. લાડુકદમાં ઘીના ઘડા (માટલા) જેટલા મોટા હતા. (૨૪૩) અહીં કવિશ્રી એ ચોથા આરાના ભાવોની કલ્પના કરી હોય તેવું જણાય છે. ભગવાના મહાવીર ચોથા આરાના છેડે થયા હતા. તે સમયે સાત હાથનું શરીર અને બસો વર્ષમાં ઊણું આયુષ્ય હતું. તે સમયે દિન દિન પ્રત્યે આહારની ઈચ્છા થતી ત્યારે પુરુષ બત્રીસ કવલ અને સ્ત્રી અયાવીસ કવલનો આહાર કરતા. દિવસમાં એકવાર આહાર કરતાં હોવાથી આહારની માત્રા વધુ હોય તેના કારણે લાડુનું કદ સંભવ છે કે મોટું બતાવાયું હોય. ૩૬. જળચર પ્રાણી ચોર્યાસી હાથ લાંબો હતો. (૨૫૪) 30. રાજકન્યાનું નામ મનોરમા હતું. (૨૬૯) ૩૮. કંદોઈને તેની જ જ્ઞાતિની કન્યા સાથે પરણાવી રાજાએ એક ગામ ગરાસમાં આપ્યો. (ર૦૩) ૩૯. અભયકુમારે યક્ષ પ્રાસાદ ઝડપથી બનાવવાપાંચસો સુથાર (શિલ્પી) તેડાવ્યા. (૨૮૮) યક્ષપ્રાસાદનું કાર્ય એક માસમાં ઝડપથી પૂર્ણ થાય તેવો આશય વ્યક્ત કરવા કવિશ્રીએ પાંચસો સુથારનો ઉલ્લેખ કર્યો છે. ૪૦. સાતે સ્ત્રીઓ હળીમળીને રહેવા લાગી. તેમના સંગે ગણિકાપણ ધર્મિષ્ઠ બની ગઈ. (૩૩૬) ૪૧. કૃતપુણ્ય મુનિ આયુષ્ય પૂર્ણ કરી પાંચમા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. (૪૦૦) ૧૨. કવિ શ્રી મલયચંદ્રજી કૃત કયવન્ના ચોપાઈ (સં. ૧૮૬૯) • પૂર્ણિમા ગચ્છના શ્રી મુનિશેખરસૂરિજી (સં. ૧૫૩૦)ની પાટે શ્રી સાધુરતનસૂરિજી થયા. તેમના શિષ્ય તે શ્રી મલયચંદ્રજી, જેમણે ૧૦૬ કડી પ્રમાણ “કયવન્ના ચોપાઈ'ની રચના કરી છે. • કવિશ્રીએ ચોપાઈની રચના સંવત ટાંકી નથી પરંતુ જે.ગુ.ક.ભા.-૩, પૃ.-૧૧૮માં કયવન્ના ચોપાઈનો રચના સં.૧૮૬૯ નોંધેલો છે. વળી, આ પ્રતની પુપિકામાં સં.૧૮૬૯, માગસર વદ અમાસના દિવસે સંડાઉ ગામનો ઉલ્લેખ છે. જો કે પુષ્યિકામાં શ્રી જસરાજજી સ્વામીના શિષ્ય નથુજી સ્વામીએ અભ્યાસ માટે આ કૃતિ પુનઃ લખી છે, એવો ઉલ્લેખ સ્પષ્ટ છે. આથી કહી શકાય કે મૂળ રચનાની સાથે જ આ કૃતિનું પ્રતિલેખન થયું હોવું જોઈએ. • પ્રસ્તુત કૃતિ ચોપાઈ છંદમાં રચાઈ છે. તેમાં દુહા, ઢાળ આદિનું આયોજન નથી. • ૧૦૬ કડી પ્રમાણ રચાયેલી ચોપાઈના અંતે પૂનમ ગચ્છ સાધુ રતનસુરી સીસ, મેલ (મલય) ચંદ્ર' એવું ટાંકેલ છે. આમ, શ્રી સાધુ રતનસૂરિજી અને શ્રી મલયચંદ્રજી બન્ને વચ્ચે ગુરુ અને શિષ્યનો સંબંધ છે. તેમની બંન્નેની કૃતિની કડીઓમાં ઘણી સામ્યતા છે. શ્રી સાધુ રતનસૂરિજીનો રાસ ૧૧૦ કડી પ્રમાણ છે, જ્યારે શ્રી મલયચંદ્રજીની ચોપાઈ ૧૦૬ કડી પ્રમાણ વિસ્તરી છે. શ્રી મલયચંદ્રજીએ પોતાના ગુરુની કૃતિમાંથી પ્રેરણા મેળવી ફક્ત થોડા શબ્દોના ફેરફાર સાથે આ ચોપાઈનું આલેખન કર્યું છે. • આ ચોપાઈમાં અલંકાર આદિનું પ્રમાણ નહીંવત છે. એકાદ બે સ્થળે ઉપમા, ઉભેક્ષા, રૂપક, વર્ણસગાઈ જેવા અલંકારો જોવા મળે છે.
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy