SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૦ ૧૦. બાળક મૃત્યુ પામી ધનાવાહ શેઠની ભાર્યા સુમિત્રા શેઠાણીની કુક્ષિમાં અવતર્યો. માતાએ સુંદર સ્વપ્ન જોયું. (૩૮-૩૯) કવિશ્રીએ ફક્ત “સુંદર સ્વપ્ન” જોયું, એટલોજ ઉલ્લેખ કરે છે. સ્વપ્નની સ્પષ્ટતા અંગે કવિશ્રી મૌન છે. ૧૧. સુમિત્રા શેઠાણીને જાત્રા કરવાના, સાધર્મિક ભક્તિ કરવાના અને જિનપૂજા કરવાના શુભ દોહદ ઉત્પન્ન થયા. (૪૦) પુણ્યશાળી આત્મા ગર્ભમાં આવતા શુભ ભાવો થાય છે. જેમ કે – સુનંદા રાણીને અભય કુમારનો આત્મા ગર્ભમાં આવતાં જિનાલયમાં જિન સ્તવના કરવાનો દોહદ ઉત્પન્ન થયો જ્યારે પાપી આભા ગર્ભમાં આવે ત્યારે નઠારાં ભાવો થાય છે. જેમ કે – ચેલ્લણા રાણીનાં ગર્ભમાં કોણિકનો આત્મા આવતાં પોતાના જ પતિનું કાળજાનું માંસ ખાવાનો દોહદ ઉત્પન્ન થયો. ૧૨. કૃતપુણ્ય સ્વરૂપવાન અને સૌમ્ય પ્રકૃતિનો હોવાથી સર્વનો પ્રિય બન્યો. (૪૨) ૧૩. કૃતપુયના વિવાહ સોળ વર્ષની ઉંમરે કોઈ વેપારીની ધનવતી નામની કન્યા સાથે થયા. (૪૩ ૪૪). ૧૪. કૃતપુણ્યની શાસ્ત્રજ્ઞતાએ તેને યોગી જેવો નિ:સ્પૃહી બનાવ્યો ત્યારે માતા-પિતાએ વિચાર કર્યો કે, રખે! પુત્ર દીક્ષા લઈલે.” (૪૫-૪૬) ૧૫. રાજનર્તકી મદનમંજરી પાસે સંસારની સર્વ કળા શીખવા કૃતપુણ્યને મૂકવો જોઈએ, એવું માવિત્ર વિચારતા હતા. (૪૯) ૧૬. કૃતપુય એક દિવસ જંગલના રસ્તે જઈ રહ્યો હતો, ત્યાં તેની નજર એક સ્ત્રી પર પડી. (૫૦) ૧૦. “રખે! કૃતપુણ્ય માતા-પિતાના અવસાનના સમાચાર સાંભળી ચાલ્યો જાય,” એવું વિચારી અક્કાએ કૃતપુણ્યને માતા-પિતાના દેહવિલયના સમાચારથી અવગત ન કર્યો. (૬૮) ૧૮. ધનવતીએ ગણિકાવાસમાંથી આવેલી દાસીને હાથ જોડી દીન વચને વિનંતી કરતાં કહ્યું, “હું તમારી પાસેથી એટલું જ માંગુ છું કે મારા પતિને અહીં મૂકો.” (60) ૧૯. ધનવતીએ પોતાના ઘરેણાં (લગ્નનો ચૂડો) વેચી આભૂષણની સુંડલીને રૂની પૂણીથી ઢાંકી આપી ત્યારે તે જોઈને અક્કાએ વિચાર્યું, “હવે તેના ઘરે ધન રહ્યું નથી. જો એને અહીંથી કાઢીશું તો (બીજા કોઈ શ્રીમંતને પકડતાં) નવનિધિથશે. (૦૪-૦૬) ૨૦. મદનમંજરી ક્રીડા કરવા બહાર ગઈ ત્યારે અક્કા કૃતપુયના આવાસમાં આવી. તેણે મીઠાં વચનો બોલી કૃતપુણ્યને જગાડયો. ત્યારપછી નવા ચંદરવા બાંધવા અને નવો ખાટલો ઢાળવાના બહાને તેને નીચેની મંજિલે મોકલ્યો. (૯૪-૯૫) અહીંમદનમંજરીની ગેરહાજરીમાં કૃતપુણ્યને ઘરની બહાર ધકેલાયો. ૨૧. અક્કાએ દાસીને કહ્યું, “જો તું ગમે તેમ કરીને કૃતપુણ્યને હવેલીમાંથી દૂર ખસેડીશ તો હું તને બક્ષિસ આપીશ.” (૯૬) ૨૨. દાસીએ કૃતપુયને વધુ પ્રમાણમાં ચંદ્રહાસ મદિરાપીવડાવી પરાધીન બનાવ્યો. ત્યારપછી કચરો વાળવાના બહાને હવેલીમાંથી બહાર કાઢી દ્વાર બંધ કરી દીધા. (૯૦-૯૮)
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy