SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૯ ૨. સાળા બનેવીનો વાર્તાલાપ, જેમાં કૃતપુયની વીતકકથા અને અભયકુમારની બુદ્ધિની પ્રશંસાને કવિશ્રીએ આગવી શૈલીમાં ગૂંથી છે. (૨૦૬-૨૮૦) કથાઘટકોમાં પરિવર્તન : ૧. જ્યારે ગંગાના પતિ ગોવાલ વણિકનું અવસાન થયું ત્યારે તેનો પુત્ર ગંગદત્ત માત્ર આઠ વર્ષનો હતો. (૧૩) ૨. ગંગા શ્રીપતિ નામના શાહુકારને ત્યાં ખાંડવા, પીસવા તેમજ ઘરના અન્ય કામો કરતી. (૧૪) 3. સર્વપર્વોના શણગાર સમાન પર્યુષણ મહાપર્વનો ઉત્તમ તહેવાર આવ્યો. (૧૫) આ પર્વમાં જૈન ધર્મના લોકો ધનનો સદ્યય કરતા. મહાવીર જયંતીના દિવસે પારણાનો ચઢાવો લઈ પ્રભુને પોતાના ઘરે લાવતા. આવા સપરમાં દિવસે લોકોએ ખીરનું ભોજન બન્યું હતું. નગરજનો ખીરનું ભોજન જમતાં હતાં, તે જોઈને ગંગદને માતા પાસેથી ખીર માંગી. (૧૫-૧૦) કવિશ્રી જૈન સાધુ હોવાથી તેમણે જૈનોના શ્રેષ્ઠ તહેવાર એવા પર્યુષણ મહાપર્વનો ઉલ્લેખા કર્યો છે. વળી, પર્યુષણ પર્વના આઠ દિવસમાં “મહાવીર જયંતિ'નો પાંચમો દિવસ હોય છે. તે દિવસે જૈન શ્રાવકો પોતાના ઈષ્ટદેવનો જન્મોત્સવ રંગેચંગે મનાવે છે. પ્રાચીન કાળમાં પર્યુષણ મહાપર્વનો ઉત્સવ અત્યંત ધામધૂમથી ઉજવાતો હશે તેનું પ્રતિબિંબ આ પંક્તિઓમાં દશ્યમાના થાય છે. ૪. પાડોશણોએ ઘી, દૂધ, સાકર અને ચોખા આપ્યા ત્યારે ગંગાએ તેમને ચરણ સ્પર્શ કરી કહ્યું, “બહેનો ! તમે મારા પુત્રની ઈચ્છા પૂર્ણ કરી છે. હું તમારો ઉપકારકયા શબ્દોમાં વર્ણવું?” (૨૬) ગંગાએ પાડોશણો પ્રત્યે ત્રણાત્મક ભાવ વ્યક્ત કરી તેમનો આભાર વ્યક્ત કર્યો છે. અન્ય કોઈ કવિએ આવા ભાવો ગૂંથ્યા નથી. અહીં કવિશ્રીની મૌલિક વિચારસરણી દષ્ટિગોચર થાય ૫. થાળીમાં દૂધની બનાવેલી ખીર પીરસી ગંગા શ્રીપતિ શેઠના ઘરે કામ કરવા ગઈ. (૨૦) ૬. ભિક્ષા માંગનાર સાધુ દ્વારા ધર્મનો લાભ થવો' એવા આર્શીવાદ આપતાં માસક્ષમણના તપસ્વી મુનિરાજ ઘરમાં પ્રવેશ્યા. (૨૯) છે. મુનિરાજને ખીર વહોરાવી ગંગદત્ત ઉચ્ચ ભાવના ભાવવા લાગ્યો. ‘આજે મારા માટે સુંદર પ્રભાતા ઉગ્યું છે, મારું સૌભાગ્યખીલ્યું છે, તેથી મારું મંગળ અને કલ્યાણ થશે.” (૩૧) બાળકેદાન આપીને છાનું રાખ્યું તેમજ શુભ ભાવોમાં વૃદ્ધિ કરી. ૮. માતાએ થાળી ખાલી જોઈ હાંડલીમાં રહેલી ખીર થાળીમાં ઠાલવી. ત્યાર પછી દાળ-ભાત પણ, જમવા આપ્યા. ભારે આહાર લેવાથી બાળકને અજીર્ણરોગ થયો. (૩૩-૩૪) ૯. બાળકે માતાને ન કહ્યું કે, “મેં મહાત્માને અન્ન વહોરાવ્યું છે.' દાન આપીને બાળકે પ્રગટ ના કરતાં ગુપ્ત રાખ્યું. (૩૩) શ્રાવકેદાન આપી અહંકાર ન કરવો તેમજ દાન ગુપ્ત રાખવું જોઈએ તેવો શાસ્ત્રોક્ત ઉપદેશ અહીંછુપાયો છે.
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy